AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: આમ કેમ ઉજવીશું ઉતરાયણ ? પતંગ-દોરીના ભાવમાં વધારો સાંભળીને તમે ચોંકી જશો

જાણીને નવાઈ લાગશે કે આટલો ભાવ વધારો થોડો હોય. પણ આ અમે નહિ પણ પતંગ દોરીના વેપારીઓ કહી રહ્યા છે. સરસપુરમાં વર્ષોથી પતંગ દોરીનો વેપાર કરતા ઇકબાલ ભાઈએ નિવેદન આપતા જણાવ્યું કે ઇતિહાસમાં ન વધ્યો હોય તેવો ભાવ વધારો આ વર્ષે ઉત્તરાયણ પર્વ પર પતંગ દોરીના ભાવમાં નોંધાયો છે.

Ahmedabad: આમ કેમ ઉજવીશું ઉતરાયણ ? પતંગ-દોરીના ભાવમાં વધારો સાંભળીને તમે ચોંકી જશો
અમદાવાદ-ઉતરાયણ પર મોંઘવારીનો માર
Darshal Raval
| Edited By: | Updated on: Dec 27, 2021 | 4:38 PM
Share

Ahmedabad: આ વર્ષે ઉત્તરાયણ (Kite Festival) ફીકી જોવા મળી શકે છે. કેમ કે ઇતિહાસમાં પહેલી વાર પતંગ (kite) દોરીના ભાવમાં અધધ 30 થી 50 ટકા ભાવ વધારો. કાપ્યો છે અને લપેટના નારા લાગવાને હવે થોડા દિવસ બાકી રહ્યા છે. પણ આ વર્ષે તમને આ નારા કદાચ ઓછા સાંભળવા મળે. કેમ કે પતંગ દોરીના ભાવમાં ઇતિહાસમાં ન થયો હોય તેવો ભાવ વધારો આ વર્ષે નોંધાયો છે. અને તે છે 30 થી 50 ટકા ભાવ વધારો.

જાણીને નવાઈ લાગશે કે આટલો ભાવ વધારો થોડો હોય. પણ આ અમે નહિ પણ પતંગ (kite) દોરીના વેપારીઓ કહી રહ્યા છે. સરસપુરમાં વર્ષોથી પતંગ દોરીનો વેપાર કરતા ઇકબાલ ભાઈએ નિવેદન આપતા જણાવ્યું કે ઇતિહાસમાં ન વધ્યો હોય તેવો ભાવ વધારો આ વર્ષે ઉત્તરાયણ પર્વ પર પતંગ દોરીના ભાવમાં નોંધાયો છે.

પતંગ દોરીના ભાવમાં અધધ વધારો થતા પતંગ દોરી બજાર પર અસર પડી છે. પતંગ દોરી બજારમાં ખરીદીનો માહોલ તો છે. જોકે ભાવ વધારાને કારણે લોકો ઓછી ખરીદી કરતા જોવા મળ્યા. કેમ કે આ વર્ષે પતંગ દોરી ના ભાવમાં 30 થી 50 ટકા જેટલો ભાવમાં વધારો નોંધાયો છે.

વેપારીઓની વાત માનીએ તો મટીરીયલના ટેક્સમાં વધારો તેમજ કોરોનાને કારણે અસર પડી છે. તેમજ મટીરીયલ સાથે મજૂરી વધતા પણ ભાવ વધારો થયો છે. ગત વર્ષે જે એક હજાર વાર દોરી 160માં મળતી તે દોરીનો ભાવ આ વર્ષે 200 સુધી ભાવ પહોંચ્યો છે. તો પતંગના ભાવમાં પણ 30 ટકા ઉપર વધારો થયાનું વેપારી જણાવી રહ્યા છે. જે ભાવ વધતા વેપારીઓએ ઓછો સ્ટોક કર્યો છે. તો દોરી રંગાવવા અને ઘસાવવા સહિતની મજૂરીમાં પણ ભાવ વધારો થયો તેમજ કોરોનાને કારણે કારીગરો ઓછા થતા પણ તેની અસર જોવા મળી છે. જે તમામ બાબતો ઉત્તરાયણ પર્વ પર અસર કરતી જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે હોલસેલમાં ભાવ વધતા રિટેલ બજારો પર પણ તેની અસર પડે તે સ્વભાવિક બાબત છે. જેના અંદાજ પ્રમાણે રિટેઇલ બજારમાં 50 ટકા ભાવ વધારો નોંધાયો છે. જે ભાવ વધતા ખરીદી કરવા આવનાર લોકો ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે. ત્યારે લોકો પણ ઇચ્છી રહ્યા છે કે વધતા ભાવમાં ઘટાડો થાય. જેથી ઉત્તરાયણ પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવી શકાય.

આ પણ વાંચો : Bhavnagar : આખલાએ વૃદ્ધ વ્યક્તિનો લીધો જીવ, વાયરલ વીડિયો જોઇને રુંવાડા ઉભા થઇ જશે

Follow Us
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો
Trending Video : ખેડૂતની આ દેશી ટેક્નિક જોઈને તમે પણ ચોંકી જશો
આજનું રાશિફળ: 18 જુલાઈએ આ રાશિના લોકો ગુસ્સા અને વાણી પર કાબૂ રાખે
આજનું રાશિફળ: 18 જુલાઈએ આ રાશિના લોકો ગુસ્સા અને વાણી પર કાબૂ રાખે
g clip-path="url(#clip0_868_265)">