AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: જગન્નાથ મંદિરમાં નવા રથની કામગીરી પૂર્ણતાને આરે, આ વર્ષે નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે ભગવાન જગન્નાથ

Ahmedabad: ભગવાન જગન્નાથ આ વર્ષે નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્ચાએ નીકળશે. જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરે આ નવા રથ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જગન્નાથપુરીમાં જેવા રથ છે તેવા જ રંગના રથ બનાવવામાં આવ્યા છે.

Ahmedabad: જગન્નાથ મંદિરમાં નવા રથની કામગીરી પૂર્ણતાને આરે, આ વર્ષે નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે ભગવાન જગન્નાથ
Jignesh Patel
| Edited By: | Updated on: May 15, 2023 | 11:03 PM
Share

આ વર્ષે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલભદ્રના રથ બદલાશે. ભગવાન જગન્નાથ રથયાત્રામાં નવા રથમાં બિરાજશે. જે માટે અમદાવાદમાં જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરે રથ બનાવવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. હાલમાં રથનું સુથારી કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે રથને રંગ કામ કરવામાં આવી રહ્યુ છે. જગન્નાથપુરીના રથના જેવા જ રંગો જગન્નાથજી બલભદ્રજી અને સુભદ્રાજીના રથમાં આબેહૂબ રીતે કરવામાં આવે તે માટેનું આયોજન રંગ કામ કરતા કારીગરો દ્વારા કરાયું છે.

નવા રથને તાપ કે વરસાદના પાણીની પણ કોઈ અસર થશે નહીં

ભક્તો જ્યારે દર્શન કરે ત્યારે જગન્નાથપુરીની જ ઝાંખીનો અનુભવ થાય તે પ્રકારે રંગ કામ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે નવા તૈયાર કરાયેલા આરાધમાં કરાયેલ રંગની વિશેષતા એ છે કે તેને તડકામાં કે વરસાદમાં કોઈપણ પ્રકારે રંગને અસર થશે નહીં. ભગવાનના નવા રથ 80 વર્ષ સુધી ચાલે તેવા બનશે. પ્રશાસન દ્વારા 4 મહિનામાં રથ તૈયાર કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. રથ બનાવવા માટે સાગના લાકડાનો તેમજ પેંડા બનાવવા માટે સિસમના લાકડાનો ઉપયોગ કરાયો છે.

આ વર્ષે નીકળશે નગરના નાથની 146મી રથયાત્રા

2 જુલાઈ 1878ના રોજ સૌ પ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળી નગરજનોને દર્શન આપે છે. છેલ્લા 145 વર્ષથી અવિરત રથયાત્રા યોજવામાં આવી રહી છે. તે જૂના રથમાં જ યોજવામાં આવી હતી. હવે નવા રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી નગરચર્યાએ નીકળશે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે, ભગવાન જગન્નાથના રથ બનાવવાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. મંદિરની પરંપરા પ્રમાણે જ નવા રથની સાઈઝ છે અને તે જ રીતની ડિઝાઇન બનાવવામાં આવી છે. સાગ અને સિસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડું વઘઈથી મંગાવવામાં આવ્યું છે.

80 વર્ષ સુધી રથને કંઈ ન થાય તે પ્રકારની  મજબુતાઈ

ભગવાનના નવા રથ 80 વર્ષ સુધી ચાલે તેવા બનશે ત્રણેય ભગવાનના નવા રથ તૈયાર થઈ રહ્યા છે. જૂના રથ કરતાં નવા રથમાં થોડા ફેરફાર કર્યા છે. રથ બનાવવા માટે અમે સાગના લાકડાનો તેમજ પૈડા બનાવવા માટે સિસમના લાકડાનો ઉપયોગ કરીએ છીએ. રથના પિલરમાં થોડો ફેરફાર કરાવ્યો છે. નવા રથ એકવાર બન્યાં પછી 80 વર્ષ સુધી ચાલે તે પ્રમાણેના મજબૂતાઈ વાળા હશે.

નવા રથ સાથે નીકળશે 2023ની રથયાત્રા

અમદાવાદના જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા 2023માં નવા રથ સાથે નીકળશે.  2023ની રથયાત્રા નવા રથ સાથે નીકળે તે માટે ઝડપથી કામગીરી કરાઈ રહી છે. રથ માટે 400 ઘનફૂટ સાગનું અને 150 ઘનફૂટ સિસમથી રથ બનાવવામાં આવ્યા છે. જેનું રંગકામ કરવામાં આવી રહ્યું છે.

ભગવાનના રથ બનાવવા માટે 400 ઘનફૂટ જેટલું સાગનું જ્યારે 150 ઘનફૂટ સિસમનું લાકડું રથ બનાવવા માટે ઉપયોગ કરાયો. જેમાં 400 ઘનફૂટ લાકડાનો ઉપયોગ રથ બનાવવા જ્યારે 150 ઘનફૂટ સિસમ ના લાકડાનો ઉપયોગ રથના પૈડા બનાવવા માટે થાય છે. સીસમનું લાકડું સખત અને ટકાઉ હોય છે. તે સડા અને કીટાણુરોધી છે. તેનો ઉપયોગ પૈડા બનાવવા માટે કરવામાં આવ્યો છે.

સુદર્શન ચક્રની થીમ પર બનાવાઈ રથની ડિઝાઈન

પ્રથમ રથની ડિઝાઇન દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર બનાવાઈ છે. બીજા રથ શુભદ્રાજીના લાલ,અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ પર બનાવાયો છે. ત્રીજા બલ ભદ્રજીના રથને ચાર અશ્વની થીમ પર બનાવશે. જૂના રથ કરતા નવા બનનાર ત્રણેય રથ નજીવા ફેરફાર કરાયા છે, રથના પિલરમાં પણ ફેરફાર કરાયો છે.

આ પણ વાંચો: Rath Yatra 2023: ભગવાનના મામેરાની તડામાર તૈયારીની શરૂઆત, જુઓ PHOTOS

નવા રથ સંપૂર્ણ તૈયાર થવામાં હજુ 1 મહિનાનો સમય લાગશે

અમદાવાદ અને રાજસ્થાનના જ સુથાર દ્વારા ત્રણેય રથ તૈયાર કરાયા છે જેના માટે દરરોજ 10 કલાક કારીગરો કામ કર્યું છે. 3 મહિનાથી રથ બનાવવાનું કામ ચાલુ છે અને હજુ પણ 1 મહિના સંપૂર્ણ રથ બનતા લાગશે. ભગવાનના રથ બનાવવાનું કામ રાજસ્થાન અને અમદાવાદના સુથાર જેઓ છેલ્લા 35 વર્ષથી સુથારી કામ કરી અલગ અલગ જગ્યાએ 20થી વધારે રથ તૈયાર કરી ચૂક્યા છે તેમના દ્વારા આ રથ તૈયાર કરાયા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
g clip-path="url(#clip0_868_265)">