AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પશ્ચિમ રેલવેએ કોવિડ દર્દીઓ માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજનનના પરિવહન માટે 84 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન અન્ય રાજ્યોમાં દોડાવી

આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ગુજરાતથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્ર માટે દોડાવવામાં આવી છે.

Ahmedabad: પશ્ચિમ રેલવેએ કોવિડ દર્દીઓ માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજનનના પરિવહન માટે 84 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન અન્ય રાજ્યોમાં દોડાવી
પશ્ચિમ રેલ્વે દ્વારા ગુજરાતથી દેશના વિવિધ ભાગોમાં દોડાવવામાં આવતી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો
Darshal Raval
| Edited By: | Updated on: Jun 09, 2021 | 10:06 PM
Share

દેશભરના વિવિધ રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો (Oxygen Express Train) દોડાવાઈ રહી છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા કોવિડ વિરુદ્ધ સંયુક્ત લડતને મજબૂતી પ્રદાન કરવા તથા કોવિડ દર્દીઓ અને તેમના પરિવારોને રાહત પુરી પાડવા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન (Liquid Medical Oxygen)ના પરિવહન માટે 84 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી છે. આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ગુજરાતથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્ર માટે દોડાવવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ પશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં 84 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવી છે અને આ ટ્રેનોમાં 399 ટેન્કરો દ્વારા લગભગ 7,420 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવેલ છે. રાજકોટ ડિવિઝનમાં હાપાથી 41 ઓક્સિજન એકસપ્રેસ ટ્રેનો દિલ્હી, ગુડગાંવ, કલંબોલી, કનકપુરા અને કોટા માટે દોડાવવામાં આવી હતી અને 223 ટેન્કર દ્વારા 4227.25 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું.

જ્યારે 28 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો કાનાલુસથી બેંગ્લોર, ગુંટુર, કનકપુરા, ઓખલા અને સનતનગર માટે દોડાવવામાં આવી હતી તથા 136 ટેન્કરો દ્વારા 2542.15 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ડિવિઝનમાં મુન્દ્રા પોર્ટથી પાટલી, સનતનગર અને તુગલકાબાદ માટે  7 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો/કન્ટેનરો દોડાવવામાં આવ્યા હતા અને 24 ટેન્કર દ્વારા 421 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરાયું હતું.

આવી જ રીતે 8 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ભટિંડા અને દિલ્હી માટે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાંથી 5 ટ્રેનો વડોદરાથી રવાના થઈ હતી અને 10 ટેન્કરો દ્વારા 157.75 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું, જ્યારે 3 ટ્રેનો હજીરા પોર્ટથી દોડાવવામાં આવી હતી અને 6 ટેન્કરો દ્વારા 72.64 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરાયું હતું.

8 જૂન 2021 સુધી ભારતીય રેલવે દ્વારા વિવિધ રાજ્યોને 1,603 ટેન્કરો દ્વારા  27,600 મેટ્રિક ટનથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન પહોંચાડયું છે. ભારતીય રેલવે ઓક્સિજનની જરૂરિયાતવાળા રાજ્યોને શક્ય તેટલા ઓછામાં ઓછા સમયમાં વધુને વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું સપ્લાય થાય તેવા પ્રયાસો કર્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad: રેલવે સ્ટેશન પર એક મહિલા દોઢ વર્ષની બાળકીને ત્યજીને છુમંતર થઈ, રેલવે પોલીસે અલગ અલગ ટીમ બનાવી મહિલાની શોધખોળ શરૂ કરી

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">