Ahmedabad: વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ મુશ્કેલી ક્યારે વિરામ લેશે તેવો શહેરીજનોનો સવાલ

માત્ર 8થી 10 ઇંચ વરસાદે અમદાવાદ શહેરને ઘમરોળી કાઢ્યું છે અને શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદ બંધ થયાના 15 કલાક બાદ પણ સંખ્યાબંધ વિસ્તારમાં પાણી હજુ પણ ઓસર્યા નથી.

Ahmedabad: વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ મુશ્કેલી ક્યારે વિરામ લેશે તેવો શહેરીજનોનો સવાલ
Ahmedabad Waterlogging situation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 11:17 AM

અમદાવાદ (Ahmedabad) માં વરસેલા અનરાધાર વરસાદે (Rain) સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. શહેરનો એકપણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા નહીં સર્જાઇ હોય. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, શહેરના ચારેય ઝોનમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ મુશ્કેલી ક્યારે વિરામ લેશે તે સવાલ શહેરીજનોને સતાવી રહ્યો છે. માત્ર 8થી 10 ઇંચ વરસાદે અમદાવાદ શહેરને ઘમરોળી કાઢ્યું છે અને શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદ બંધ થયાના 15 કલાક બાદ પણ સંખ્યાબંધ વિસ્તારમાં પાણી હજુ પણ ઓસર્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ના મોટા-મોટા દાવા પાણી (Water) માં ડૂબી ગયા છે. પ્રિ-મોન્સૂનની કામગીરીના નામે દર વર્ષે થતો કરોડોનો ખર્ચ એળે ગયો છે.

આ ભારે વરસાદમાં અમદાવાદ કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે. કોર્પોરેશનનો પ્રિમોન્સૂલ પ્લાન નિષ્ફળ ગયો છે અને શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા. ક્યાંક વરસાદી પાણીમાં મોટા વાહનો ફસાયા. તો લાખો રૂપિયાની મોંઘીદાટ કાર, રમકડાંની જેમ પાણીમાં તરતી જોવા મળી. તો શહેરના મોટાભાગના વિસ્તારોમાં આવેલા કોમ્પલેક્ષના બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થયા. શહેરના અનેક વિસ્તારોમાં આવેલા બેઝમેન્ટમાં 10થી 15 ફૂટ પાણી ભરાયા છે. તો ભારે વરસાદને પગલે નાગરિકોએ બોટનો સહારો લેવાની ફરજ પડી. જ્યારે ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ બની. સ્થિતિ એટલી હદે વણસી છે કે સોસાયટીઓથી માંડીને બાગબગીચા પાણી પાણી બન્યા છે.

અમદાવાદમાં થોડા કલાકોમાં ખાબકેલા અનરાધાર વરસાદે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. અમદાવાદના થલતેજ ગામ વિસ્તારમાં મકાન, કાર, રિક્ષા, લારી, ટુ વ્હીલર. જ્યાં પણ નજર જાય ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગત મધરાતથી ભરાયેલા પાણી હજુ પણ ઓસર્યા નથી. થલતેજ ગામના લોકોએ અધ્ધર શ્વાસે રાત પસાર કરી છે. તો તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ વિસ્તારના સ્થાનિક નેતાઓ કે અધિકારીઓએ આ મુશ્કેલીના સમયમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કે તેમની ઘરવખરી સલામત સ્થળે લઈ જવાની કોઈ પણ મદદ કે વ્યવસ્થા કરી નથી, જેથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

આ પણ વાંચો

g clip-path="url(#clip0_868_265)">