Surat : સુરતના માથે હજુ પણ વરસાદની ઘાત, પાંચ દિવસનું એલર્ટ, જિલ્લા કલેકટરે કહ્યુ સતર્ક રહેજો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની (Heavy rain) શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં હાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પાંચ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી (Rainfall forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની (Heavy rain) આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની (Heavy rain) શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
આયુષ ઓક એ રવિવારે રાત્રે કરી ટ્વીટ
હવામાન ખાતા દ્વારા સુરત જિલ્લામાં તા. 11 થી 12 ભારેથી અતિ ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) તથા તા. 13 થી 15 ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી કરવામા આવેલ છે. જેથી તમામ નાગરિકો સતર્કતા રાખે તથા બિનજરૂરી પ્રવાસ ટાળે. @CMOGuj @pkumarias pic.twitter.com/AOrXJtgBhJ
— Collector Surat (@collectorsurat) July 10, 2022
સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક એ રવિવારે રાત્રે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, હવામાન વિભાગની ચેતવણી અનુસાર સુરત જિલ્લામાં 11થી 12 જુલાઈ દરમિયાન ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) ની શક્યતા છે. અને 13થી 15 જુલાઇ દરમિયાન અતિ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની શક્યતા છે. તેથી તમામ નાગરિકોએ આ સમય દરમિયાન બિનજરૂરી સ્થળાંતર ટાળવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ. હવામાન વિભાગ દ્વારા ગત અઠવાડિયા દરમિયાન આપવામાં આવેલી સંભાવનાને પગલે રાજ્યમાં વરસાદ થયો છે.
દક્ષિણ ગુજરાતમાં પણ ડાંગ, વલસાડ અને નવસારીમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. તેથી હવામાન વિભાગની ચેતવણીને ગંભીરતાથી લઈને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે.
સુરતની તાપી નદીમાં નવા નીર આવ્યા છે. ભારે વરસાદને પગલે તાપી નદીનું જળસ્તર પણ વધી ગયું છે. ભારે વરસાદને પગલે સુરત તાપી નદી પરનો કોઝવે સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે તેમજ લોકોને ઘણી મુશ્કેલી વધી રહી છે. કતારગામ – રાંદેર વિસ્તારને જોડતો વિયાર કમ કોઝવે પણ 6.5 મીટર સાથે ઓવરફ્લો થઈ ગયો છે. કોઝવે ભયજનક સપાટી 6 મીટર સુધી આવી ગયો છે.
સુરત શહેર જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તાપી નદીનું જળસ્તર પણ વધી ગયું છે. સમ્રગ ગુજરાતમાં ધોધમાર વરસાદની સ્થિતી યથાવત્ રહી છે. રાજ્યના અનેક જીલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
સુરત શહેર અને જિલ્લામાં વરસેલા વરસાદના આંકડા નજર કરીએ તો…
બારડોલી : 1ઇંચ ચોર્યાસી : 2 ઇંચ કામરેજ :0.75 ઇંચ પલસાણા : 1.5 ઇંચ ઓલપાડ : 1.25 ઇંચ મહુવા : 3.1ઇંચ માંડવી : 1.75ઇંચ માંગરોળ : 2 ઇંચ ઉમરપાડા : 5 ઇંચ સુરત સીટી: 1 ઇંચ