Ahmedabad: આજથી વેજલુપર APMCથી મોટેરા સ્ટેડિયમ સુધી જતી મેટ્રોની શરૂઆત, પાલતું પ્રાણીઓ સાથે ન રાખી શકાય તે સહિતના નિયમો જાણી લો અને કરો મેટ્રોની મુસાફરી

વેજલપુર APMCથી મોટેરા સ્ટેડિયમ રૂટમાં 15 જેટલા સ્ટેશનો  આવશે અને આ રૂટ  18. 89 કિલોમીટર લાંબો છે. એક અંદાજ મુજબ એપીએમસીથી મોટેરા સુધી જવા માટે કેબમાં 320 રૂપિયાનું ભાડું જ્યારે રિક્ષામાં 246 રૂપિયા આપવા પડે તેની સામે મેટ્રોમાં માત્ર 25 રૂપિયા જ ભાડું આપવુ પડશે.

Ahmedabad: આજથી  વેજલુપર APMCથી  મોટેરા સ્ટેડિયમ સુધી જતી મેટ્રોની શરૂઆત,  પાલતું પ્રાણીઓ સાથે ન રાખી શકાય તે સહિતના નિયમો જાણી લો અને કરો મેટ્રોની મુસાફરી
અમદાવાદમાં વેજલપુર એપીએમસી મેટ્રો રૂટની આજથી શરૂઆત
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Oct 06, 2022 | 9:47 AM

અમદાવાદમાં મેટ્રોના  (Ahmedabad Metro) કાલુપરથી થલતોડ રૂટનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  (PM narendra Modi) કરાવ્યા બાજ આજથી  ફેઝ-1નો બીજો રૂટ એટલે કે વેજલપુર APMCથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રૂટ શરૂ  થઈ જશે.   ત્યારે  મેટ્રો  ટ્વિરેન પરિચાલન વિભાગ તરફથી  સતત આ રૂટ પર ટ્રેનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.  વેજલપુર APMCથી મોટેરા સ્ટેડિયમ રૂટમાં 15 જેટલા સ્ટેશનો  આવશે અને આ રૂટ  18. 89 કિલોમીટર લાંબો છે. આ રૂટ પર આવતું જૂની હાઈકોર્ટનું મેટ્રો  સ્ટેશન મુખ્ય માનવામાં આવી રહ્યું છે, કારણકે  જૂની હાઇકોર્ટના મેટ્રો સ્ટેશન  ખાતેથી અન્ય 15 સ્ટેશન ઉપર જવા માટે મેટ્રો ઇન્ટરચેન્જ કરી શકાશે. નોંધનીય છે કે અમદાવાદ મેટ્રો  શરૂ થયા બાદ મોટી સંખ્યામાં લોકો મેટ્રોની મુસાફરી કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

મેટ્રોમાં મુસાફરી કરતાં પહેલાં આટલું જાણી લો

  1. પ્રત્યેક મુસાફર મહત્તમ 25 કિલો સુધીનું વજન લઈ જઈ શકે
  2. 25 કિલોથી વધુ વજન લઈ જવા પર પ્રતિબંધ
  3. કોઈપણ પેસેન્જર પાલતુ પ્રાણીને સાથે રાખીને મુસાફરી કરી શકશે નહીં
  4. સ્ટેશનના પેઈડ એરિયામાં ટિકિટ વગર ફરશો તો 50થી 200 રૂપિયા દંડ
  5. 3 ફૂટથી ઓછી હાઈટવાળા બાળકોની ટિકિટ લેવાની રહેશે નહીં
  6. પાસ સિસ્ટમ અંગે હજુ કોઈ નિર્ણય નથી કરાયો
  7. વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, વૃદ્ધો માટે કન્સેશનનો નિર્ણય નથી લેવાયો
  8. હાલમાં મેટ્રોની ટિકિટ ઓનલાઈન બુક કરવાની વ્યવસ્થા નથી
  9. સ્ટેશન પર ગોઠવવામાં આવેલી વ્યવસ્થા પરથી જ ટિકિટ લેવી પડશે
  10. હેલ્પલાઈન માટે કોઈ નંબર જાહેર નથી કરાયો
  11. અમદાવાદ મેટ્રોમાં એડવાન્સ રિઝર્વેશનની કોઈ વ્યવસ્થા નથી
  12. ટ્રેનમાં કોઈપણ ફેરિયાને પ્રવેશની મંજૂરી આપવામાં આવી નથી
  13. પ્રત્યેક સ્ટેશન પર પીવાના પાણીની વ્યવસ્થા
  14. ચા-નાસ્તા માટે કેટલાક સ્ટેશનો પર સ્ટોલની વ્યવસ્થા કરવાની યોજન

નાગરિકોને મળશો મુસાફરીનો વાજબી વિકલ્પ

મેટ્રો પરિવહનનો એક સસ્તો અને ઝડપી વિકલ્પ બની રહેશે. વસ્ત્રાલ ગામથી થલતેજ રિક્ષામાં જઈએ તો 55 મિનિટનો સમય લાગે અને રૂ.325 ભાડું થાય.. કેબમાં વસ્ત્રાલ ગામથી થલતેજ જવુ હોય તો પણ 55 મિનિટ થાય અને ભાડું 360 રૂપિયા થાય , તેની સામે મેટ્રોમાં માત્ર 35 મિનિટમાં પહોંચી જવાશે અને ભાડું પણ માત્ર 25 રૂપિયા થશે. તે જ રીતે એપીએમસીથી મોટેરા સુધી જવા માટે કેબમાં 320 રૂપિયાનું ભાડું જ્યારે રિક્ષામાં 246 રૂપિયા આપવા પડે તેની સામે મેટ્રોમાં માત્ર 25 રૂપિયા જ ભાડું આપવુ પડશે.

 મેટ્રોના 21 કિલોમીટર લાંબા પૂર્વ-પશ્ચિમ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદી પરથી પસાર થશે અને જમીનની નીચે ભૂગર્ભમાંથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્હી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝૂ તરફ જતાં 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">