AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: જુગાર રમવાની કુટેવમાં યુવતી પર વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું, ફરિયાદ બાદ યુવકની ધરપકડ

ભોગ બનાર યુવતીએ વિધર્મી યુવક સાથે લગ્ન કરવા તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા.જેમાં પોતાના પહેલા લગ્ન થી 2 બાળકો હોવા છતાંય વિધર્મી યુવક સાથે લગ્ન કરવા માટે પતિને છોડી છૂટાછેડા આપી દીધા હતા.જો કે આરોપી વિધર્મી યુવક નશાનો વ્યસની હતો જેથી તેને રાજસ્થાન વ્યસન મુક્તિ કેન્દ્ર મોકલવામાં આવ્યો હતો.

Ahmedabad: જુગાર રમવાની કુટેવમાં યુવતી પર વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું, ફરિયાદ બાદ યુવકની ધરપકડ
Ahmedabad Vejalpur Rape Victime Arrested
Mihir Soni
| Edited By: | Updated on: May 04, 2023 | 4:31 PM
Share

અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં જુગારની કુટેવમાં વિધર્મી યુવક સાથે પ્રેમ કરવો યુવતીને ભારે પડ્યો છે. વિધર્મી યુવકે પ્રેમલગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું છે. યુવતીએ પતિને છૂટાછેડા આપ્યા છે. પરંતુ પ્રેમીએ લગ્ન કરવાનો ઈન્કાર કરતા યુવતીએ પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ધરપકડ કરેલા મુસ્તકિમ પઠાણ નામના વિધર્મી યુવકની ધરપકડ કરવામાં આવી છે.વિધર્મી યુવકએ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે.જે જુગારની લત ધરાવતી યુવતી ને જુગાર રમતા રમતા યુવક સાથે થયેલ પ્રેમ સંબંધ કરવો ભારે પડ્યો છે. આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો યુવતીને છેલ્લા એક વર્ષથી જુગાર રમવાના બહાને વિધર્મી યુવક સાથે પરિચય થયો અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હતા.

લગ્ન કરવાનો ઇનકાર કરતા યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વિધર્મી યુવકે યુવતીની લાચારીનો  ફાયદો ઉપાડીને પોતાને ઘરે બોલાવી દુષ્કર્મ ગુજાર્યો હતો.જોકે છેલ્લા એક વર્ષથી યુવતી શોષણ કરતો રહ્યો. આરોપી મુસ્તકિમએ યુવતીને ગમતી હોવાનુ કહીને લગ્ન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી અને આરોપી એ યુવતીને પોતાના ઘરે 20 દિવસ સુધી રાખી પણ હતી.જ્યાં અવારનવાર શારીરિક સંબંધ બાંધતો હતો.જે બાદ લગ્ન કરવાનો ઇનકાર કરતા યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : Gujarati Video : સેટેલાઇટમાં બેનર લાગ્યા બાદ પોલીસ એક્શનમાં, ACP સ્થળ પર પહોંચી મેળવી માહિતી

આરોપી વિધર્મી યુવક નશાનો વ્યસની હતો

ભોગ બનાર યુવતીએ વિધર્મી યુવક સાથે લગ્ન કરવા તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા.જેમાં પોતાના પહેલા લગ્ન થી 2 બાળકો હોવા છતાંય વિધર્મી યુવક સાથે લગ્ન કરવા માટે પતિને છોડી છૂટાછેડા આપી દીધા હતા.જો કે આરોપી વિધર્મી યુવક નશાનો વ્યસની હતો જેથી તેને રાજસ્થાન વ્યસન મુક્તિ કેન્દ્ર મોકલવામાં આવ્યો હતો.

આરોપીની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

જ્યાં ભોગ બનાર યુવતી પહોંચી પણ મળવા દેવામાં ના આવી. જ્યારે આરોપી પરત ફર્યો ત્યારે યુવતી ફરીથી તેના ઘરે ગઈ લગ્નની વાત કરી હતી. ત્યારે આરોપી મુસ્તકિમ યુવકે તેની સાથે મારામારી કરી ગાળો આપી લગ્ન કરવાથી ઇન્કાર કરી દીધો હતો. જેમાં પકડાયેલ વિધર્મી યુવક મુસ્તકિમ પરણિત હોવા છતાં પણ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આ આરોપી છૂટક મજૂરી કરે છે અને નશાનો વ્યસની છે.ત્યારે હાલ તો વેજલપુર પોલીસ સ્ટેશનએ આરોપીની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">