Gujarati Video : સેટેલાઇટમાં બેનર લાગ્યા બાદ પોલીસ એક્શનમાં, ACP સ્થળ પર પહોંચી મેળવી માહિતી

Gujarati Video : સેટેલાઇટમાં બેનર લાગ્યા બાદ પોલીસ એક્શનમાં, ACP સ્થળ પર પહોંચી મેળવી માહિતી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 3:14 PM

Ahmedabad News : વેપારીઓનો આક્ષેપ છે કે, આ વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે. છેલ્લા 6 મહિનામાં ત્રણ કોમ્પલેક્ષની આઠ દુકાનોના તાળા તૂટ્યા. પોલીસમાં ફરિયાદ પણ થઇ, પરંતુ કોઇ જ પ્રકારની કામગીરી કરવામાં ન આવી.

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા વ્રજવિહાર 5 અને રત્નદીપ કોમ્પલેક્સમાં સ્થાનિકોએ એવા બેનર લગાવ્યા કે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દોડતા થઇ ગયા. પોલીસે આ બેનરો જોઇને તાત્કાલિક કાર્યવાહી શરુ કરી દીધી છે. વેપારીઓએ બેનર લગાવીને પોલીસની કામગીરી પર જ આક્ષેપ કર્યો.

વેપારીઓનો આક્ષેપ છે કે, આ વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે. છેલ્લા 6 મહિનામાં ત્રણ કોમ્પલેક્ષની આઠ દુકાનોના તાળા તૂટ્યા. પોલીસમાં ફરિયાદ પણ થઇ, પરંતુ કોઇ જ પ્રકારની કામગીરી કરવામાં ન આવી. અનેક રજૂઆતો કરી છતાં નાઇટ પેટ્રોલિંગની વાત માત્ર કાગળ પર જ રહી હોય તેવો આક્ષેપ વેપારીઓએ કર્યો છે.

આ પણ વાંચો- Rajkot : કુવાડવા રોડ પર પેટ્રોલ ભરાવવા આવેલા બે શખ્સે કર્મચારીને છરીના ઘા ઝીંકયા, જુઓ Video

આઠથી વધુ ચોરીના બનાવ બન્યા

ચોરીના બનાવની વાત કરીએ તો છેલ્લા 6થી 10 મહિનામાં ચોરીના 8થી વધુ બનાવ બન્યા છે. NEZ ફર્નિચર શોપમાં એસીના કોપર પાઈપની ચોરી, તો 25 અને 30 ડિસેમ્બર ફર્નિચરની દુકાનમાં ચોરી થઈ. EXID શોપ પર વાયર અને અન્ય વસ્તુની ચોરી થઈ હતી. EXID શોપ પર 29 માર્ચે અને 30 એપ્રિલે ચોરીની ઘટના બની હતી. EXID શોપ વ્રજ વિહાર 5માં આવેલી છે. વ્રજ વિહાર 5 પાસે રત્નદીપ કોમ્પ્લેક્ષમાં ગેલેક્સી સ્પોર્ટ્સ શોપમાં ચોરી થઈ. એક મહિના પહેલા સ્પોર્ટ્સ શોપમાં શૂઝની ચોરી, વ્રજ વિહાર-6ના એક ક્લિનિકમાં એસીના કોપર પાઇપની ચોરી થઈ હતી. ડિસેમ્બર પહેલા ક્લિનિકમાં ચોરી થઈ હતી.

આ મામલે વેપારીઓએ અનેકવાર રજૂઆત કરી. પણ સમસ્યાનો કોઇ નીવેડો ન આવ્યો. આખરે બેનર લગાવતા પોલીસ એક્શનમાં આવી. વેપારીઓના વિરોધ બાદ ACP સ્થળ પર પહોંચી ચોરીની ઘટના અંગે માહિતી મેળવી અને વેપારીઓને ખાતરી આપી કે, સેટેલાઈટ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને પોલીસ પોઇન્ટ ગોઠવવામાં આવશે. તો ડીસીપીએ પણ ખાતરી આપી છે કે, પોલીસ પેટ્રોલિંગ પર ધ્યાન આપવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">