AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે યુઝર ચાર્જિસમાં વધારો નહીં કરાય

શહેરના રહેણાંક વિસ્તારોમાં હાલમાં ઘેર-ઘેર ૨-ડસ્ટબીનનું (ભીના અને સૂકા કચરા માટે) નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહેલ છે. આમ, શહેરીજનો પર વધારાના ટેક્ષનું ભારણ ન આવે તે માટે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલ દરખાસ્ત દફતરે કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

Ahmedabad :  ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે યુઝર ચાર્જિસમાં વધારો નહીં કરાય
Ahmedabad: User charges for door-to-door garbage collection will not be increased (ફાઇલ)
Jignesh Patel
| Edited By: | Updated on: Feb 17, 2022 | 10:41 PM
Share

Ahmedabad ના મેયર કિરીટભાઈ પરમાર, ડે. મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતે જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ (Solid Waste Management Department)દ્વારા વાર્ષિક ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે પ્રોપર્ટી ટેક્ષ મારફતે વસૂલાતા યુઝર ચાર્જમાં વધારો કરવાના આજ રોજની સ્ટેન્ડિંગ કમિટીમાં (Standing Committee)રજૂ થયેલ દરખાસ્તને શાસક પક્ષ દ્વારા મોકૂફ રાખી દરખાસ્ત દફતરે કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

એટલું જ નહીં પરંતુ જ્યાં સુધી AMCમાં બીપી સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે હિતેશ બારોટ અને આ ટીમ કાર્યરત છે. ત્યાં સુધી યુઝર્સ ચાર્જમાં વધારો કરાશે નહીં એટલે કે નાગરિકોને અઢી વર્ષ સુધી કોઈપણ પ્રકારે કચરાના નિકાલ બાબતે વધારાનો ચાર્જ ટેક્સ બિલમાં ચૂકવવો પડશે નહીં. આ પ્રકારનું વચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ દ્વારા tv9ની ટીમને આપવામાં આવ્યું છે.

શાસકપક્ષ દ્વારા દસ કરતા વધુ વર્ષોથી શહેરની જનતા પર અન્ય કોઈ પણ પ્રકારના વધારાના કરનું ભારણ નાંખવામાં આવેલ નથી. કોરોના કાળના કપરા સમય દરમ્યાન શહેરના રેસ્ટોરન્ટ, હોટલ, સિનેમાઘર, જીમ્નેશિયમોને પ્રોપર્ટી ટેક્ષમાં માફી આપવામાં આવેલ હતી. ગત વર્ષે 40 ચો.મી.થી ઓછા ક્ષેત્રફળવાળી રહેણાંક મિલકતોને પણ પ્રોપર્ટી ટેક્ષમાં માફી આપવામાં આવેલ હતી.

વર્ષ 2022-23માં શહેરની 70 ચો.મી. સુધીના રહેણાંકની તમામ મિલકતોને પ્રોપર્ટી ટેક્ષમાં 25% રાહત આપવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવેલ છે. અ.મ્યુ. કોર્પોરેશનમાં નવા સમાવિષ્ટ વિસ્તારોના નાગરિકોને પ્રોપર્ટી ટેક્ષના બીલમાં અનુક્રમે પ્રથમ વર્ષે 75 %, બીજા વર્ષે 50 % અને ત્રીજા વર્ષે 25 % મુજબ વળતર આપવાનું નક્કી કરેલ છે.

વધુમાં, શહેરના રહેણાંક વિસ્તારોમાં હાલમાં ઘેર-ઘેર ૨-ડસ્ટબીનનું (ભીના અને સૂકા કચરા માટે) નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહેલ છે. આમ, શહેરીજનો પર વધારાના ટેક્ષનું ભારણ ન આવે તે માટે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલ દરખાસ્ત દફતરે કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : Ahmedabad : સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂ. 26 કરોડથી વધુના કયા કયા વિકાસ કામોને મંજૂરી મળી તે જાણો

આ પણ વાંચો : Kutch : હરામીનાળામાંથી વધુ 7 પાકિસ્તાની બોટ ઝડપાઇ, BSFનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">