Ahmedabad : વિશ્વ પુસ્તક દિવસની વિદ્યાર્થીની દ્વારા અનોખી ઉજવણી કરાઇ, આપ્યો સુંદર સંદેશ
વિશ્વ પુસ્તક દિવસે અમદાવાદમાં હની રાવલ દ્વારા પુસ્તક આકારનો ડ્રેસ પહેરી પોતે પુસ્તક બની પુસ્તક વાંચનનો સુંદર સંદેશ લોકોને આપવામાં આવ્યો છે.
આજે વિશ્વ પુસ્તક દિવસ(World Book Day) છે. જ્યારે આજના આધુનિક યુગમાં પુસ્તકોનું સ્થાન ઈલેક્ટ્રોનિકસ ગેજેટ્સ લઇ લીધું છે.જેથી આજની યુવા પેઢી ટેક્નોલોજીની નજીક અને પુસ્તકોથી(Book) દૂર થઇ રહી છે. પરતું અમદાવાદના (Ahmedabad) વાડજમાં રહેતી બે બહેનો પુસ્તક વાંચનનો(Book Reading)એક સુંદર મેસેજ લોકોને આપ્યો છે. જેમાં નવા વાડજમાં આસ્થા ઓપલ ફ્લેટ રહેતી અને સ્વસ્તિક સ્કુલ ધોરણ 10માં અભ્યાસ કરતી હની રાવલ દ્વારા વિશ્વ પુસ્તક દિવસ અનોખી ઉજવણી કરી છે.હની રાવલ છેલ્લા છ વર્ષથી નિયમિત રૂપે બાળ સાહિત્ય, જનરલનોલેજ, વિજ્ઞાન અને ટેક્નોલીજી જેવા વિવિધ વિષયોના પુસ્તકોનું નિયમિત રૂપે વાંચન કરવામાં આવે છે, સાથે સાથે તેની નાની બહેન સાન્વીને પણ બાળવાર્તાઓના સુંદર પુસ્તકો વાંચવાની ટેવ પાળે છે.
હની રાવલ દ્વારા પુસ્તક આકારનો ડ્રેસ પહેરી પોતે પુસ્તક બની પુસ્તક વાંચનનો સુંદર સંદેશ લોકોને આપવામાં આવ્યો છે.આજના બાળકોનો મોટાભાગનો સમય મોબાઈલ ટેલિવિઝન અને કમ્યુટર પાછળ ખરાબ થાય છે ત્યારે આ સુંદર સમયને બચાવવા માટે અને બાળકોમાં વાંચન રસ કેળવાય તે ઉદેશથી પુસ્તક પ્રેમી હની રાવલ દ્વારા વિશ્વ પુસ્તક દિવસને પોતાના ઘરે ખુબ ઉત્સાહ પૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં હની રાવલ દ્વારા પોતાના બાળમિત્રોને ઘરે આમંત્રિત કરવામાં આવ્યા હતા, આવેલ બાળકોને પુસ્તકોનું નાનકડું પ્રદર્શન ગોઠવી વિવિધ વિષયોના પુસ્તકોનો પરિચય કરાવવામાં આવ્યો હતો.ત્યાર બાદ બધા બાળમિત્રો સાથે બેસી એકાદ કલાક જેટલું સમૂહ વાંચન પણ કર્યું હતું,સાથે સાથે અવનવી રમતો રમી છેલ્લે દરેક બાળમિત્રને એક એક પુસ્તક ભેટ સ્વરૂપે આપી વિશ્વ પુસ્તક દિવસની ખુબ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : BHARUCH : ભરૂચ જિલ્લાની આજની આ 5 મુખ્ય ખબરો તમારી જાણમાં છે?
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો