Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, પતંગના લડાવશે પેચ
14 જાન્સયુઆરીના રોજ સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં પતંગ ચગાવ્યા બાદ બપોરે વંદે માતરમ સિટી ખાતે પણ કાર્યકરો સાથે ઉતરાયણ મનાવશે. તો સાંજે કલોલમાં પણ કાર્યકરો સાથે અમિત શાહ ઉતરાયણ મનાવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ સાંજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી પહોંચશે. તેઓ ઉતરાયણનું પર્વ પરિવાર અને કાર્યકરો સાથે ઉજવશે. બે દિવસ દરમિયાન તેઓ 14 જાન્યુઆરીના રોજ સવારે વેજલપુર વિસ્તારમાં કાર્યકરો સાથે ઉતરાયણનો તહેવાર મનાવશે. અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે મનાવે છે. ત્યારે આ વર્ષે પણ અમિત શાહ ગુજરાતમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે સાથે ઉત્તરાયણ ઉજવશે.
14 જાન્સયુઆરીના રોજ સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં પતંગ ચગાવ્યા બાદ બપોરે વંદે માતરમ સિટી ખાતે પણ કાર્યકરો સાથે ઉતરાયણ મનાવશે. તો સાંજે કલોલમાં પણ કાર્યકરો સાથે અમિત શાહ ઉતરાયણ મનાવશે. 15 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં મોટી આદરજ ગામ ખાતે સહકારી કાર્યક્રમમાં પણ સામેલ થશે.
જગ્ન્નાથ મંદિર ખાતે પણ અમિત શાહ કરશે દર્શન
તેઓ ઉતરાયણના દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગ્ન્નાથ મંદિર ખાતે પણ દર્શન કરશે. અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણમાં કાર્યકરોના ઘરે જઈને તેમની સાથે ચિક્કી અને શેરડીની મજા માણીને પતંગના પેચ લડાવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે. આ વખતે તેઓ બે દિવસની રજાઓમાં ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના કલોલમાં પતંગોત્સવ ઉજવશે.
એવુ પણ માનવામાં આવી રહ્યુ છે કે અમિત શાહ આ વર્ષે કચ્છ સરદહે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોની મુલાકાત લઇ શકે છે. જો કે હજુ સુધી તે અંગે કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ ગુજરાતના 6 સાંસદના કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ જે.પી. નડ્ડા અને સી.આર. પાટીલની હાજરીમાં ક્લાસ લેવાયા હતા. આ સાંસદોએ પક્ષ વિરોધી કામગીરી કરી હતી. આ સાંસદો ગુજરાતના છે ત્યારે એવી પણ શકયતા છે કે અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન આ અંગે પણ કોઈ નિર્ણય લઈ શકે છે.
અમિત શાહે 6 સાંસદોને આપ્યો ઠપકો
ચૂંટણીમાં પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ 6 સાસંદોને ભાજપે ઠપકો આપ્યો છે. એક માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના બે,ઉત્તર ગુજરાતના તેમજ મધ્ય ગુજરાતના બે સાંસદોને ઠપકો આપવામાં આવ્યો છે તેમાંથી બે સાંસદ કેન્દ્રમાં મોટો હોદ્દો પણ ધરાવે છે. આ સાંસદોના ક્લાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જે.પી.નડ્ડા તથા સી.આર. પાટીલની હાજરીમાં લેવામાં આવ્યા હતા. જેમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.