AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે STની 321 બસોને લીલી ઝંડી આપી, જૂની બસોનું સ્થાન લેશે નવી બસો

આ 321 બસ કુલ 104 કરોડના ખર્ચે તૈયાર કરાઈ છે. જેમાં 162 મીડી બસ, 99 સ્લીપર બસ અને 58 2બાય2 ની બસનો સમાવેશ થાય છે. જે 321 બસમાં એક મીડી બસના 27 લાખ. 2બાય2 ની એક બસ 35 લાખ અને સ્લીપર બસ નો એક બસનો ભાવ 38 લાખ છે. જેમાં સ્લીપર અને 2બાય2 બસ નરોડા એસ ટી વર્કશોપ પર તૈયાર કરાઈ છે.

Ahmedabad : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે STની 321 બસોને લીલી ઝંડી આપી, જૂની બસોનું સ્થાન લેશે નવી બસો
Amit Shah GSRTC Bus Flag Off
Darshal Raval
| Edited By: | Updated on: May 21, 2023 | 2:12 PM
Share

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ( Amit Shah) ગુજરાતના(Gujarat)  બે દિવસના પ્રવાસે છે. જે પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અનેક કાર્યોના ખાતમહૂર્ત અને લોકાર્પણ કરી વિકાસયાત્રાને આગળ વધારી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એ એસટી નિગમની  321 નવી બસોને  લીલી ઝંડી બતાવી હતી. ચાંદખેડા ખાતે યોજાયેલ એસટી નિગમના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એ  બસોને ફલેગ ઓફ કરાવ્યું હતું. જેની સાથે એસટી નિગમમાં 321 નવી બસો ઉમેરાઈ છે.

162 મીડી બસ, 99 સ્લીપર બસ અને 58 2બાય2 ની બસ

આ 321 બસ કુલ 104 કરોડના ખર્ચે તૈયાર કરાઈ છે. જેમાં 162 મીડી બસ, 99 સ્લીપર બસ અને 58 2બાય2 ની બસનો સમાવેશ થાય છે. જે 321 બસમાં એક મીડી બસના 27 લાખ. 2બાય2 ની એક બસ 35 લાખ અને સ્લીપર બસ નો એક બસનો ભાવ 38 લાખ છે. જેમાં સ્લીપર અને 2બાય2 બસ નરોડા એસ ટી વર્કશોપ પર તૈયાર કરાઈ છે. જ્યારે મીડી બસ તૈયાર લાવવામાં આવી છે. જેમાં 164 મીડી બસ પાછળ 44.50 કરોડ ખર્ચ  થયો છે. તેમજ  58 જેટલી 2 બાય 2 બસ પાછળ 20.83 કરોડ ખર્ચ અને 99 સ્લીપર બસ પાછળ 37.62 કરોડ ખર્ચ થયો છે.

321 બસોમાં ફાયર  એલાર્મ  સિસ્ટમ તેમજ એક્સ્ટ્રીમ ગીઝર સહિતની વ્યવસ્થા

રાજ્યમાં ખાનગી હોય કે સરકારી બસો હોય તેમાં કેટલીક વાર આગ લાગવાની ઘટના સામે આવે છે. જે બસમાં આગ લાગતા આખી બસ બળીને ખાક થઈ જાય છે. તો મુસાફરોના જીવ પણ જોખમમાં મુકાય છે. ત્યારે આ પરિસ્થિતિ નવી બસોમાં ન બને તેને ધ્યાને રાખીને અને સરકારી નિયમને ફોલો કરીને નવી 321 બસોમાં ફાયર  એલાર્મ  સિસ્ટમ તેમજ એક્સ્ટ્રીમ ગીઝર સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે. તો એન્જિન પાસે પણ વિશેષ એક્ટીમગીઝર મુકવામાં આવ્યા છે.

જે આગ લાગતા ની સાથે જ કાર્યરત થશે અને મશીનને આગળની લપેટમાં આવતા બચાવશે. સાથે આલારામ વાગતા મુસાફરોને પણ આગની ઘટનાની જાણ થતા મુસાફરો પોતાના જીવ બચાવી શકશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">