અમદાવાદ : લીંબુના ભાવમાં અસહ્ય વધારો, લીંબુ અને શાકભાજીના ભાવો સાંભળી તમે પણ ચોંકી થશો

વધતી ગરમી વચ્ચે રાહત આપતા લીંબુના (Lemon)ભાવમાં વધારો નોંધાયો છે. 150 રૂપિયા આસપાસ મળતા લીંબુ હાલ 200 રૂપિયા કિલો મળી રહ્યા છે. જે લીંબુ 3 દિવસ પહેલા 300 રૂપિયા ઉપરના ભાવે કિલો મળતા હતા.

અમદાવાદ : લીંબુના ભાવમાં અસહ્ય વધારો, લીંબુ અને શાકભાજીના ભાવો સાંભળી તમે પણ ચોંકી થશો
Ahmedabad: Unbearable increase in prices of lemons and vegetables
Darshal Raval

| Edited By: Utpal Patel

Apr 09, 2022 | 5:02 PM

Ahmedabad: રાજ્યમાં મોંઘવારીના પારાની જેમ ગરમીના પારામાં વધારો થઈ રહ્યો છે. જે વધતી ગરમીથી બચવા માટે લોકો ઠંડક અને એનર્જી આપતા લીંબુ (Lemon)શરબત સહિત વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. પણ આ જ લીંબુના શરબતની મજા લીંબુના ભાવની (Price) મોંઘવારીએ(Inflation) બગાડી નાખી છે. કેમ કે પેટ્રોલ ડીઝલ CNG સાથે લીંબુમાં પણ મોંઘવારીનો માર દેખાઈ રહ્યો છે. કેમ કે હાલમાં છૂટક લીંબુના ભાવ 200 રૂપિયે કિલો આસપાસ છે. જે અસહનીય છે.

ત્રણ દિવસ પહેલા 300 રૂપિયા ઉપર મળતા હતા કિલો લીંબુ

વધતી ગરમી વચ્ચે રાહત આપતા લીંબુના ભાવમાં વધારો નોંધાયો છે. 150 રૂપિયા આસપાસ મળતા લીંબુ હાલ 200 રૂપિયા કિલો મળી રહ્યા છે. જે લીંબુ 3 દિવસ પહેલા 300 રૂપિયા ઉપરના ભાવે કિલો મળતા હતા. તે ભાવમાં ઘટાડો થયો છતાં ભાવમાં વધારો છે કેમ કે 150 આસપાસ મળતા લીંબુ 200 રૂપિયે કિલોના ભાવે છૂટક બજારમાં મળી રહ્યા છે.

વધુ ભાવને લઈને લોકોની થાળી અને ગ્લાસમાંથી લીંબુ થયા ગાયબ

ગરમી વચ્ચે સૌથી વધુ લોકો લીંબુ શરબત પીતા હોય છે. જે શરબતની રંગત તો વધુ ભાવના કારણે બગડી છે. ભાવ વધતા લોકો લીંબુની ખરીદી ઓછી કરી રહ્યા છે. તો સલાડ, દાળ સહિત વિવિધ વસ્તુઓમાં લીંબુનો ઉપયોગ ઘટ્યો છે.

ડિમાન્ડ સામે આવક ઘટતા વધ્યા હતા ભાવ

હાલમાં ગરમી વચ્ચે સૌથી વધુ ડિમાન્ડ લીંબુની છે. કેમ કે લીંબુ એનર્જી આપે છે. તો ડિહાઇડ્રેશનથી બચાવે છે. જે ડિમાન્ડ સામે બહારના રાજયમાંથી લીંબુ ઓછા આવતા હોવાથી અને ડિમાન્ડ વધુ હોવાથી ભાવ ઉંચકાયા હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. જેના કારણે ત્રણ દિવસ પહેલા લીંબુના ભાવ 300 રૂપિયા ઉપર પહોંચ્યા હતા. જોકે હાલમાં 20 ટકા ઉપર આવકમાં વધારો થતાં ભાવમાં ઘટાડો આવ્યો, પણ હાલમાં ભાવ 200 રૂપિયે કિલો છૂટક ભાવમાં નોંધાયો છે. જોકે જરૂરિયાત હોવાથી લોકો ઓછી ખરીદી કરીને પણ પોતાની જરૂરિયાત પૂરી કરી રહ્યા છે.

ભાવનગરથી લીંબુ આવ્યા બાદ ઘટશે ભાવ

હાલમાં મહારાષ્ટ્ર બાજુથી લીંબુ આવતા હોવાથી ભાવ વધુ છે. જેમાં ભાવનગર તરફથી લીંબુ આવવાની શરૂઆત થતા ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ વેપારીઓએ વ્યક્ત કરી છે. તો હાલમાં સીઝનના શાકભાજીના ભાવમાં 20 ટકા વધારો નોંધાયાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

નવા ભાવ સાથે હોલસેલ ભાવ (રૂ)

ગિલોડા 60 થી 65 (રૂ) ભીંડા 35 થી 40(રૂ) ગવાર 55 થી 60(રૂ) મરચાં 40 થી 60(રૂ) કોથમીર 15 થી 20(રૂ) ચોળી 50 થી 60(રૂ) રીંગણ 10 થી 12(રૂ) દૂધી 10 થી 12(રૂ) કોબીજ 8 થી 10(રૂ) ફુલાવર 12 થી 20(રૂ) કાચી કેરી 25 થી 30(રૂ) લીંબુ 120 થી 160(રૂ)

આ પણ વાંચો :સાવધાન: ગુજરાતમાં બે દિવસ સિવિયર હીટવેવની આગાહી, એપ્રિલ મહિનાની ગરમીએ પાછલા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો

આ પણ વાંચો : Ahmedabad : એલઆઇસી પોલિસીના રિફંડના બહાને ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય સાગરીતની ધરપકડ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati