અમદાવાદ શહેરમાં હેલ્મેટ, સીટ બેલ્ટ અને નો પાર્કિંગના નિયમ ભંગ સામે કડક કાર્યવાહી, ચોંકાવનારા આંકડા આવ્યા સામે..
અમદાવાદ શહેરમાં 1 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધીમાં ટ્રાફિક પોલીસે 353012 કેસ કરી અધધધ દંડ વસૂલ્યો છે. મહત્વનું છે કે આ દરમ્યાન CCTVની મદદથી 237791 ચલણ ઈશ્યું કરાયા છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરેલા આંકડા મુજબ, 1 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધીમાં 3,53,012 કેસ કરવામાં આવ્યા છે અને રૂ. 22 કરોડ 81 લાખ 24 હજાર 900 નો દંડ વસૂલવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ તમામ કામગીરીને લઈ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસની કામગીરીના વખાણ પણ કર્યા.