અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન હવે અઠવાડિયામાં પાંચ દિવસ દોડશે

અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસને હવે સપ્તાહમાં ચાર દિવસના બદલે પાંચ દિવસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન હવે અઠવાડિયામાં પાંચ દિવસ દોડશે
Tejas Express (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 4:46 PM

ગુજરાતમાં (Gujarat) કોરોનાના કેસોના વધારાની વચ્ચે અમદાવાદ(Ahmedabad)મુંબઈ સેન્ટ્રલ(Mumbai Central)તેજસ એક્સપ્રેસ (Tejas Express) ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદથી મુંબઈ અવર જવર કરતા લોકોની સંખ્યા પણ વધી રહી છે. તેવા સમયે રેલ્વે તંત્ર દ્વારા પણ ટ્રેન વ્યવહારને રાબેતા મુજબ કરવાની શરૂઆત કરી છે.

જેના ભાગરૂપે અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસને હવે સપ્તાહમાં ચાર દિવસના બદલે પાંચ દિવસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

અમદાવાદથી મુંબઈ જતાં મુસાફરો માટે તેજસ એક્સપ્રેસના ટ્રેનને વધુ એક દિવસ વધારવામાં આવી છે. તેજસ એક્સપ્રેસમાં પ્રવાસીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. પ્રત્યેક ટ્રીપમાં 700-1000 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા છે. આ અંગે આઈઆરસીટીસીએ ટ્વિટ કરીને માહિતી આપી છે. જેને લઇને હવે મુસાફરોની મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ અઠવાડિયાના 4 દિવસથી વધારીને અઠવાડિયાના 5 દિવસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન હવે 22 ડિસેમ્બર, 2021થી બુધવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારના દિવસે દોડશે.

ટ્રેન નંબર 82902 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ દર બુધવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે અમદાવાદથી 06.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 13.05 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

જ્યારે ટ્રેન નંબર 82901/82902 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ (અઠવાડિયામાં 5 દિવસ), ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ દર બુધવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે મુંબઈ સેન્ટ્રલ 15.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.05 કલાકે અમદાવાદ પહોંચશે. જ્યારે આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નડિયાદ સ્ટેશનો પર ઉભી રહેશે.

આ પણ  વાંચો :  ઊંઝાના ધારાસભ્ય આશા પટેલના પાર્થિવદેહને સાંજે ઊંઝા APMCમાં અંતિમ દર્શન માટે રખાશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ અંતિમ દર્શન માટે પહોંચશે

આ પણ વાંચો :  VALSAD : ભરબજારે બે આખલાઓ સામસામે આવતા લોકોના જીવ તાળવે ચોટ્યા, જુઓ વિડીયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">