ઊંઝાના ધારાસભ્ય આશા પટેલના પાર્થિવદેહને સાંજે ઊંઝા APMCમાં અંતિમ દર્શન માટે રખાશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ અંતિમ દર્શન માટે પહોંચશે

આશા પટેલના પાર્થિવ દેહને ઊંઝા APMCમાં અંતિમ દર્શન માટે રખાશે. આવતીકાલે સવારે તેમના પાર્થિવ દેહને વતન વિશોળ ગામે લઈ જવાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 3:48 PM

ઊંઝાના(Unjha)ધારાસભ્ય આશા પટેલનું(Asha Patel)44 વર્ષની વયે નિધન થયું છે. ડેન્ગ્યુ(Dengue)થયા બાદ આશા પટેલની તબીયત વધુ લથડી હતી. ત્યારબાદ તેમના મોટા ભાગના અંગ કામ કરતાં બંધ થયા હતા. આશા પટેલના પાર્થિવદેહને પ્રથમ તેમના નિવાસસ્થાને લઈ જવાશે.

ત્યારબાદ ત્યાંથી તેમના પાર્થિવ દેહને ઊંઝા APMCમાં અંતિમ દર્શન માટે રખાશે. આવતીકાલે સવારે તેમના પાર્થિવ દેહને વતન વિશોળ ગામે લઈ જવાશે. આવતીકાલે સિદ્ધપુરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ આશા પટેલના અંતિમ દર્શને જશે

આશા પટેલના નિધનથી શોકનો માહોલ છવાયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આશા પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે એક સંનિષ્ઠ ધારાસભ્ય ગુમાવ્યા છે. તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ  આશા પટેલના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.

6 જાન્યુઆરી 1954ના રોજ જન્મેલા આશા પટેલે ઉત્તર ગુજરાતના પાટણની હેમચંદ્રાચાર્ય યૂનિવસિટીમાંથી વિજ્ઞાનમાં અનુસ્નાતક અને કેમિસ્ટ્રીમાં Ph.d કર્યું હતું. ઉપરાંત ડો.આશા પટેલ ખેતી વ્યવસાય સાથે જોડાયેલા હતા. વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ડૉ.આશાબેન પટેલ ચૂંટાયાં હતાં, જોકે 2019માં તેઓ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયાં હતાં, જેને કારણે ખાલી પડેલી આ બેઠક પર ચૂંટણી યોજાઇ હતી, જેમાં ભાજપે આશા પટેલને જ ટિકિટ આપતાં તેઓ ફરી જીત્યા હતા.

આ પણ વાંચો : Gram Panchayat : શહેરોને પણ આંટી મારતું ગુજરાતનું પેરીસ ધર્મજ ગામ, જાણો કેવું છે આ ગામ

આ પણ વાંચો :  VALSAD : ભરબજારે બે આખલાઓ સામસામે આવતા લોકોના જીવ તાળવે ચોટ્યા, જુઓ વિડીયો

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">