AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VALSAD : ભરબજારે બે આખલાઓ સામસામે આવતા લોકોના જીવ તાળવે ચોટ્યા, જુઓ વિડીયો

VALSAD : ભરબજારે બે આખલાઓ સામસામે આવતા લોકોના જીવ તાળવે ચોટ્યા, જુઓ વિડીયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 12:05 PM
Share

VALSAD NEWS : ધોબીતળાવ ચોકી પાછળ બજાર ભરાય છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા, તે જ સમયે આખલાં બાખડતાં લોકોના જીવ જોખમાયા.

VALSAD : વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં પણ બે આખલાની લડાઈથી લોકોના જીવ અધ્ધર થયા.વલસાડના ધોબીતળાવ પોલીસ ચોકી પાછળ બે આખલા વચ્ચે લડાઈ થઈ. ધોબીતળાવ ચોકી પાછળ બજાર ભરાય છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા, તે જ સમયે આખલાં બાખડતાં લોકોના જીવ જોખમાયા.છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં આખલાઓના ત્રાસથી સ્થાનિકોના જીવ જોખમમાં મુકાયા છે ત્યારે આ બાબતે વલસાડ નગરપાલિકા ધ્યાન આપી જોખમી આખલાઓને પકડી સુરક્ષિત સ્થળે ખસેડે તેવી માગ ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે જુનાગઢથી આવા જ એક સમાચાર આવ્યા હતા. જુનાગઢ શહેરમાં જોશીપરાની સર્વોદય સોસાયટીમાં આખલાઓનું એક ટોળુ ઉભુ હતુ. જેમાંથી એક આખલાએ અહીંથી પસાર થઇ રહેલી મહિલા પર હુમલો કર્યો. મહિલા રસ્તા પરથી પસાર થતા જ આખલો મહિલા પાછળ દોડ્યો અને મહિલાને ઇજા પહોંચાડી. અહીં અવારનવાર રખડતા ઢોરના હુમલાની ઘટનાઓ બની રહી છે. છતા મનપા તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી.

રાજ્યના અન્ય શહેરમાં પણ રખડતા ઢોર આતંક મચાવી રહ્યા છે અને સ્થાનિક તંત્ર કૂંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું છે. મહાનગરોમાં રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. તો નિર્દોષ નાગરિકો સમસ્યાનો શિકાર બની રહ્યા છે. રાજ્યના શહેરોમાં રખડતા ઢોરના આતંકના આ દ્રશ્યો વીડિયોમાં જોઇ શકાય છે.

આ પણ વાંચો :VC ચોર હૈ : ચિલ્ડ્રન યુનિવર્સિટીની દિવાલ પર કુલપતિ અને સ્ટાફ વિશે અભદ્ર લખાણ

આ પણ વાંચો : SURENDRANAGAR : સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત

g clip-path="url(#clip0_868_265)">