Ahmedabad : 1 ઓક્ટોબરથી મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણો વિગતે

1 ઓક્ટોબર થી અમદાવાદ(Ahmedabad) રેલવે મંડળ પર નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવ્યું. જેના કારણે અમદાવાદ મંડળના જુદા જુદા સ્ટેશનો પરથી ઉપડતી ટ્રેનોના સમયમાં ફેરફાર થયો. જેમાં પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળ પરથી ઉપડતી મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે

Ahmedabad : 1 ઓક્ટોબરથી મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણો વિગતે
ડબલ ટ્રેકને કારણે ટ્રેન સેવા થશે પ્રભાવિતImage Credit source: File Image
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Sep 30, 2022 | 11:03 PM

1 ઓક્ટોબર થી અમદાવાદ (Ahmedabad)  રેલવે મંડળ પર નવું ટાઈમ ટેબલ(Time Table)  લાગુ કરવામાં આવ્યું. જેના કારણે અમદાવાદ મંડળના જુદા જુદા સ્ટેશનો પરથી ઉપડતી ટ્રેનોના સમયમાં ફેરફાર થયો. જેમાં પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા અમદાવાદ મંડળ પરથી ઉપડતી મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે. જેમાંની કેટલીક ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

પ્રારંભિક સ્ટેશનથી સમય પહેલાં ઉપડનારી ટ્રેનો

  1. ટ્રેન નંબર 22185 અમદાવાદ-પુણે એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી 20:20 કલાકને બદલે 20:15 કલાકે ઉપડશે. ટ્રેન નંબર 11049 અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી 20:20 કલાકને બદલે 20:15 કલાકે ઉપડશે.
  2. ટ્રેન નંબર 19418 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી 23.35 કલાકને બદલે 23:10 કલાકે ઉપડશે
  3. ટ્રેન નંબર 16335 ગાંધીધામ – નાગરકોઈલ એક્સપ્રેસ ગાંધીધામથી 10:45 કલાકને બદલે 10:35 કલાકે ઉપડશે.
  4. ટ્રેન નંબર 11091 ભુજ – પુણે એક્સપ્રેસ ભુજથી 13:25 કલાકને બદલે 13:15 કલાકે ઉપડશે.
  5. ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
    શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
    IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
    ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
    IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
    IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

પ્રારંભિક સ્ટેશનથી મોડી ઉપડનારી ટ્રેનો

  1. ટ્રેન નંબર 09370 પાટણ – સાબરમતી સ્પેશિયલ 12:10 કલાકને બદલે 12:35 કલાકે ઉપડશે.
  2. ટ્રેન નંબર 12934 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 04:55 કલાકને બદલે 05:00 કલાકે ઉપડશે.
  3. ટ્રેન નંબર 09328 અમદાવાદ – વડોદરા સ્પેશિયલ 08.05 કલાકને બદલે 08:25 કલાકે ઉપડશે.
  4. ટ્રેન નંબર 69192 ગાંધીનગર – આણંદ પેસેન્જર 07.20 કલાકને બદલે 07.45 કલાકે ઉપડશે.
  5. ટ્રેન નંબર 19119 અમદાવાદ – સોમનાથ એક્સપ્રેસ 10:45 કલાકને બદલે 10:50 કલાકે ઉપડશે.
  6. ટ્રેન નંબર 12937 ગાંધીધામ – હાવડા એક્સપ્રેસ 18:10 કલાકને બદલે 18:15 કલાકે ઉપડશે.
  7. ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ 21:40 કલાકને બદલે 21.55 કલાકે ઉપડશે.
  8. ટ્રેન નંબર 74842 ભીલડી-જોધપુર પેસેન્જર 14:35 કલાકને બદલે 14:45 કલાકે ઉપડશે.
  9. ટ્રેન નંબર 09543 અસારવા – ડુંગરપુર સ્પેશિયલ 10.00 કલાકને બદલે 10.05 કલાકે ઉપડશે.

મંડળ પર ટ્રેન નંબર 14707/08ના આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર

•ટ્રેન નંબર 14707 બીકાનેર-દાદર એક્સપ્રેસ પાલનપુર સ્ટેશન પર 19:18 કલાકને બદલે 23:30 કલાકે, મહેસાણા 20:29 કલાકને બદલે 00.35 કલાકે, કલોલ 21:15 કલાકને બદલે 01:20 કલાકે, સાબરમતી 22.01 કલાકને બદલે 01.41 કલાકે તથા અમદાવાદ સ્ટેશન પર 22.50 કલાકને બદલે 02.30 કલાકે પહોંચીને થી દાદર માટે પ્રસ્થાન કરશે.

•ટ્રેન નં.14708 દાદર-બીકાનેર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર 21:40 કલાકને બદલે 01:10 કલાકે, સાબરમતી 22:16 કલાકને બદલે 00.38 કલાકે, કલોલ 22:35 કલાકને બદલે 00.55 કલાકે, મહેસાણા 23 :24 કલાકના બદલે 01.40 તથા પાલનપુર 00.50 કલાકને બદલે 03.45 કલાકે પહોંચીને બીકાનેર માટે પ્રસ્થાન કરશે.

અમદાવાદ મંડળની આ ટ્રેનો ઉપરાંત અન્ય ઘણી ટ્રેનોના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવેલ છે.જેની યાદી સામેલ છે. યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરે અને આ ટ્રેનોના પરિચાલન સમય, હોલ્ટ્સ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">