AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : પત્રકારના નામે ખોટી રીતે વેપારીઓને ધમકાવતી ગેંગ ઝડપાઇ, એક મહિલા સહિત ત્રણની ધરપકડ

દાણીલીમડા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી તપાસ કરતા સામે આવ્યુ કે માત્ર મહિલા આરોપી પાસે એક પ્રેસનું આઈકાર્ડ છે જેની વેલિડીટી પૂર્ણ થઈ ચુકી છે અને સાથેનાં અન્ય આરોપીઓ પાસે કોઈ પણ જાતનાં પત્રકારત્વનાં પુરાવા આધાર ન મળતા પોલીસે ત્રણેયની વધુ તપાસ શરૂ કરી છે

Ahmedabad : પત્રકારના નામે ખોટી રીતે વેપારીઓને ધમકાવતી ગેંગ ઝડપાઇ, એક મહિલા સહિત ત્રણની ધરપકડ
Ahmedabad Police Arrest Three Accused Of Fraud Case
Mihir Soni
| Edited By: | Updated on: Mar 08, 2022 | 11:47 PM
Share

અમદાવાદમાં(Ahmedabad) પત્રકારનાં નામે ખોટી રીતે વેપારીઓને ધમકી આપી ડરાવીને પૈસા પડાવતી ગેંગ(Gang)  ઝડપાઈ છે. દાણીલીમડા પોલીસે એક મહિલા સહિત 3 ઈસમોની ધરપકડ કરી છે. આ આરોપીઓ દાણીલીમડા વિસ્તારમાં ફેક્ટરી માલિકને ડરાવી ખંડણી(Extortion)  માંગતા વેપારીએ પોલીસની મદદ લીધી હતી. દાણીલીમડા પોલીસની ગીરફ્તમાં રહેલા આ આરોપીઓનાં નામ છે નીરાલી પટેલ, કુમાર સાગર અને બંટી ઉર્ફે વિરેન્દ્ર. લોકશાહીનાં ચોથા સ્તંભ તરીકે ગણાતુ મીડિયાએ હમેશા લોકોનાં પ્રશ્નોને વાચા આપતુ હોય છે. પરંતુ અમુક બની બેઠેલા બોગસ પત્રકારોનાં કારણે સમગ્ર પત્રકાર જગત બદનામ થાય છે.. ટીવી સ્ક્રીન પર દેખાતા આરોપીઓએ એવુ જ કઈંક કામ કર્યું છે..આરોપીઓએ દાણીલીમડામાં એક બંધ ફેક્ટરીમાં પ્રવેશ કરી પોતે પ્રેસમાંથી આવતા હોવાનું જણાવી ધાકધમકી આપી વેપારીને ફસાવી દેવાનું જણાવી 20 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી.. જોકે વેપારીએ જાગૃતિ દાખવીને પોલીસને જાણ કરતા તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

વેપારીએ દરવાજો ખોલતા જ ત્રણેય આરોપીઓ ફેક્ટરીનો વીડિયો ફોનમાં બનાવવાનો શરૂ કર્યો હતો.

સમગ્ર ધટનાની વાત કરવામાં આવે તો દાણીલીમડા વિસ્તારમાં કાપડની ફેક્ટરી ધરાવતા અજીજ બાઠીયા નામનાં વેપારીની ફેક્ટરી છેલ્લાં દોઢ મહિનાથી બંધ છે, તેવામાં અચાનક તેઓની બંધ ફેક્ટરીમાં એક મહિલા સહિત 3 વ્યક્તિઓએ પ્રવેશ કર્યો હતો અને પોતે પત્રકાર હોવાનુ જણાવી હાઈકોર્ટમાંથી ઓર્ડર અને જીપીસીબીમાંથી હુકમ લઈને આવ્યા  છીએ  તેવુ જણાવી ફેક્ટરી તપાસવાનું કહ્યું હતું.. જેથી વેપારીએ અંદર પ્રવેશ આપવાની ના પાડતા ધાકધમકીઓ આપી હતી જેથી વેપારીએ દરવાજો ખોલતા જ ત્રણેય આરોપીઓ ફેક્ટરીનો વીડિયો ફોનમાં બનાવવાનો શરૂ કર્યો હતો. અને પતાવટ કરવા માટે 20 હજાર રૂપિયાની માંગ કરી હતી..જેથી વેપારી ગભરાઈ ગયા હતા અને ફેક્ટરીની બહાર હાજર વ્યક્તિએ પોલીસને ફોન કરતા પોલીસ ધટના સ્થળે પહોંચી હતી.

પોલીસે આરોપીઓનાં ગુનાહિત ઈતિહાસને જાણવા કવાયત તેજ કરી

આ મામલે દાણીલીમડા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી તપાસ કરતા સામે આવ્યુ કે માત્ર મહિલા આરોપી પાસે એક પ્રેસનું આઈકાર્ડ છે જેની વેલિડીટી પૂર્ણ થઈ ચુકી છે અને સાથેનાં અન્ય આરોપીઓ પાસે કોઈ પણ જાતનાં પત્રકારત્વનાં પુરાવા આધાર ન મળતા પોલીસે ત્રણેયની વધુ તપાસ શરૂ કરી છે.. ત્યારે આ ગેંગે અગાઉ પણ અમદાવાદનાં અનેક વેપારીઓને આ પ્રકારે ડરાવી ધમકાવી પૈસા પડાવ્યા હોવાની ચર્ચા છે. ત્યારે પોલીસે આરોપીઓનાં ગુનાહિત ઈતિહાસને જાણવા કવાયત તેજ કરી છે.

આ પણ  વાંચો : Ahmedabad : ઘાટલોડિયામાં જાહેર રોડ પર મહિલા પર એસીડ એટેક કરનાર આરોપી ઝડપાયો

આ પણ  વાંચો : ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ, મહિલા વિકાસ પુરસ્કાર એનાયત કરાયા

g clip-path="url(#clip0_868_265)">