AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: એક જ સપ્તાહમાં ત્રણ હત્યા, એકલવાયુ જીવન જીવતા આધેડની તેના જ ઘરમાં હત્યા

Ahmedabad: શહેરમાં દિવસે દિવસે હત્યાના બનાવો વધી રહ્યા છે. એક સપ્તાહમાં હત્યાના ત્રણ બનાવો સામે આવ્યા છે. ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. પહેલા દાણીલીમડા, ત્યારબાદ માધુપુરા અને હવે કૃષ્ણનગરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા એકલાવાયુ જીવન જીવતા એક આધેડની તેના જ ઘરમાં લોહીથી લથબથ લાશ મળી આવી છે.

Ahmedabad: એક જ સપ્તાહમાં ત્રણ હત્યા, એકલવાયુ જીવન જીવતા આધેડની તેના જ ઘરમાં હત્યા
Harin Matravadia
| Edited By: | Updated on: Sep 02, 2023 | 10:26 PM
Share

Ahmedabad: અમદાવાદમાં દિવસે દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યુ છે. ગુનેગારો બેફામ બની રહ્યા છે. કાયદાના કોઈ ડર વિના લોકોનો જીવ પણ લઈ લેતા અચકાતા નથી. અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ અલગ અલગ હત્યાના બનાવો સામે આવ્યા છે. પહેલા દાણીલીમડા, બાદમાં માધુપુરા અને હવે કૃષ્ણનગર વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. કૃષ્ણનગરમાં શ્રીજી પાર્ક સોસાયટીમાં 55 વર્ષના આધેડની બોથડ પદાર્થ મારી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. તેના ઘરમાં લોહીથી લથબથ તેની લાશ મળી આવતા પડોશીઓના પગતળેથી જાણે જમીન સરકી ગઈ હતી.

અમદાવાદના કૃષ્ણનગરમાં શ્રીજી પાર્ક સોસાયટીમાં 55 વર્ષના આધેડની બોથડ પદાર્થ અને તીક્ષણ હથિયારથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે. મૃતક મહેશ શાહનો ફોન બંધ આવતો હતો ત્યારે તેમના બેન અને બનેવી તપાસ કરવા માટે મહેશભાઈનાં ઘરે પહોંચ્યા હતા પરંતુ ઘરમાં તાળું લગાવેલું હતુ. જેથી તેમને પાડોશી પાસે તાળાની ચાવી માંગી હતી.

તાળુ ખોલતા જ લોહીથી ખરડાયેલો મૃતદેહ પડેલો હતો

મહેશભાઈ પોતાના ઘરની ચાવી પાડોશીને આપીને જતા હોય છે, પરંતુ પાડોશીએ ઘરમાં લગાવેલું તાળું જોયું તો નવું તાળું લગાવેલું હતું. જેથી મહેશના બનેવીએ જાળીની અંદરના દરવાજા ધક્કો માર્યો તો મહેશ ભાઈનો લોહીમાં લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અજાણ્યા વ્યકિત વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

મૃતક છેલ્લા 10 વર્ષથી એકલવાયુ જીવન જીવતા હતા

55 વર્ષના મહેશકુમાર શાહ છેલ્લા 15 વર્ષથી શ્રીજી પાર્ક સોસાયટીમા રહે છે અને નરોડાની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. મૃતકના આધ્રપ્રદેશમા લગ્ન થયા હતા પરંતુ છેલ્લા 10 વર્ષ થી તેમના પત્નિ તેમની સાથે રહેતા નથી અને માતા પિતા કોરોનામાં મૃત્યુ પામેલ છે. જેથી તેઓ એકલવાયું જીવન જીવતા હતાં. પાડોશીઓની પુછપરછમા સામે આવ્યુ કે મહેશભાઈ ઘરે હતા ત્યારે કોઈક પુરુષ સાથે વાતો કરતા હતા તેવો અવાજ આવ્યો હતો. ત્યાર બાદથી તેમનો અવાજ સાંભળવા મળ્યો નહતો.

આ પણ વાંચો: Ahmedabad: અમદાવાદીઓ આનંદો, બે વર્ષથી બનીને ધૂળ ખાઈ રહેલુ રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ સંકુલ આખરે શહેરીજનો માટે ખુલ્લુ મુકાયું

અંગત અદાવતમાં હત્યાની આશંકા

કુષ્ણનગર પોલીસે આ હત્યા અંગત અદાવતમા થઈ હોવાની શંકાના વ્યકત કરી છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે શંકાસ્પદ આરોપીની પુછપરછ શરૂ કરી છે. મૃતક મહેશ શાહના ઘરમાંથી કોઈ ચોરી કે લૂંટ થઈ નહિ હોવાથી કોઈ પરિચિત દ્રારા અદાવતામા હત્યા કરવામા આવી હોવાની દિશામા પોલીસે તપાસ શરૂ કરી છે. મહેશભાઈના સોસીયલ મિડીયા પર કેટલાક શંકાસ્પદ મિત્રો અને સીસીટીવી ફુટેજમા શંકાસ્પદ લોકોની અવર-જવરને લઈને પોલીસ એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">