Ahmedabad: ધોળકાની સીમમાંથી મળેલી મહિલાની લાશનો ઉકેલાયો ભેદ, વ્યસની પત્નીની પતિએ જ કરી હતી હત્યા
Ahmedabad: ધોળકાની સીમમાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો છે. સમગ્ર કેસની તપાસ કરી રહેલી કાલુપુર પોલીસની તપાસમાં ખૂલ્યુ છે કે મહિલાની તેના જ પતિએ મિત્રો સાથે મળી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ હત્યાને અકસ્માતમાં ખપાવવા કાવતરુ રચ્યુ હતુ.
Ahmedabad: ધોળકાની સીમમાંથી મળેલી મહિલાની લાશનો ભેદ આખરે કાલુપુર પોલીસે ત્રણ મહિના બાદ ઉકેલી નાખ્યો છે અને આ કેસમાં 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે મહિલા વ્યસની હતી અને વ્યસની પત્નીએ નશાની હાલતમાં ઝઘડામાં પતિને છરી મારી દેતા પતિએ મિત્રો સાથે મળી મહિલાની ગળુ દબાવી હત્યા કરી નાખી હતી.
પતિએ અન્ય ચાલ લોકો સાથે મળી પત્નીની કરી નાખી હત્યા
સમગ્ર ઘટનાની હકીકત અનુસાર મોસીમુદ્દીન ઉર્ફે મોહસીન શેખએ તેના મિત્રો સાથે મળી તેની પત્ની નઝમા શેખની હત્યા કરી હતી. આ હત્યાને અકસ્માતમાં ખપાવવા ચારેય મિત્રોએ કાવતરુ રચ્યુ હતુ. જો કે ચારેય આરોપીઓ શરૂઆતમાં આ કાવતરામાં સફળ પણ રહ્યા હતા. પરંતુ કહેવાય છે ને કે કાયદો કાનુન કે હાથ લંબે હોતે હૈ અને કાયદાની નજરમાંથી કોઈ બચી શક્તુ નથી. તે જ પ્રકારે આરોપીઓ કંઈક તો એવી કડી છોડી જ હતી કે તેમના કાંડનો પર્દાફાશ થઈ ગયો.
વ્યસની પત્નીને ગળુ દબાવી પતિએ ઉતારી મોતને ઘાટ, બાદમાં લાશ સીમમાં ફેંકી
વ્યસની પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ સહિતના અન્ય આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી બિનદાસ ફરી રહ્યા હતા. જો કે કાલુપુર પોલીસની ટીમને એક બાતમી મળી જેના આધારે તેમણે હત્યારાઓને ઝડપી લઈ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
સમગ્ર ઘટનાક્રમ અનુસાર આરોપી પતિ મોસીમુદ્દીન શેખ અને તેની પત્ની નઝમાં શેખ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. મૃતક નઝમા વ્યસની હોવાથી પતિ સાથે અવારનવાર ઝઘડો કરતી હતી. 31 માર્ચના રોજ પણ નશાની હાલતમાં નઝમાએ પતિને હાથમાં છરી મારી દીધી હતી. જે બાદ પતિ મારશે એ ડરથી પાંચ વર્ષની દીકરીને લઈને ઘરેથી નીકળી ગઈ હતી. મૃતક નઝમા વાસણા રહેતી તેની મિત્ર ગૌરીબેન આયરના ઘરે રહેવા જતી રહી હતી,. જો કે પતિ મોસીમુદ્દીનએ પત્ની હત્યાનો પ્લાન બનાવ્યો અને 2 એપ્રિલના રોજ ગૌરીબેનના ઘરે જઈ નઝમાનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી.
નઝમાની હત્યામાં તેની જ મિત્ર ગૌરી અને આરતી પણ સામેલ
આરોપી પતિ મોસીમુદ્દીન શેખએ તેના મિત્ર હૈદર અલી તૈલી, મહિલા આરોપી આરતી ઉર્ફે શિવલી દાસ અને ગૌરીબેન સાથે મળી હત્યાનું કાવતરુ ઘડ્યુ હતુ. મૃતક નઝમાની હત્યામાં પકડાયેલ બંને મહિલાઓ સાથે પણ નઝમાનો અગાઉ ઝઘડો થયો હતો. આથી તેની અદાવતથી તેઓ નઝમાની પતિ સાથે હત્યામાં સામેલ થઈ હતી. આ ચારેયે મળી નઝમાની હત્યા કરી નાખી.
પતિએ તકિયાથી નઝમાનું મોં દબાવ્યુ અને હૈદરઅલી તૈલીએ મહિલાના હાથપગ પકડી રાખી તડપાવીને હત્યા કરી. બાદમાં પ્લાન મુજબ ચારેય આરોપીઓએ નઝમાની લાશ રિક્ષામાં ફેંકવા જઈ રહ્યા હતા. રિક્ષામાં નઝમાની લાશ છે તેવી કોઈને શંકા ન જાય તે માટે લાશની બંને સાઈડ આરોપી આરતી અને ગૌરી બેઠી હતી. ત્યારબાદ લાશને ધોળકાની સીમમાં વહેલી સવારે ફેંકીને આવી ગયા હતા. સમગ્ર મામલે ધોળકા પોલીસે અકસ્માતે મોતની તપાસ કરતા કાલુપુર પોલીસે મહિલાની હત્યાના આરોપીને ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
આરોપી પતિ મોસીમુદ્દીનએ તેની પત્ની હત્યા કર્યા બાદ કોઈ જાહેરાત કરી ન હતી. ત્યારે મૃતક નઝમાં કોઈ સગા સંબંધી ન હોવાથી કોઈ પોલીસને જાણ કરી ન હતી. આ દરમિયાન પોલીસ અજાણી મહિલાની લાશને લઈ તપાસ કરી રહી હતી. આ કેસમાં મૃતક મહિલાના DNA ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જેથી તેની બાળકી સાથે DNA ચેકિંગ કરવામાં આવશે અને આ કેસમાં આરોપીને ધોળકા પોલીસને સોંપવામાં આવશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો