Ahmedabad: ધોળકામાં વિધર્મી યુવકે એકલતાનો લાભ લઈ કિશોરી સાથે આચર્યુ દુષ્કર્મ, પોલીસે ફરિયાદને આધારે નરાધમની કરી ધરપકડ

Ahmedabad: ધોળકામાં વિધર્મી યુવકે 15 વર્ષીય સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી તેના પર દુષ્કર્મ આચર્યુ. કિશોરી તેના ઘરમાં એકલી હતી તે સમયે યુવકે એકલતાનો લાભ લઈ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ. ધોળકા પોલીસે આ નરાધમની ફરિયાદને આધારે ધરપકડ કરી છે.

Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 11, 2023 | 11:28 PM

Ahmedabad: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં એક 15 વર્ષિય કિશોરી દુષ્કર્મનો ભોગ બની છે. એક વિધર્મી યુવકે 15 વર્ષની કિશોરી પર નજર બગાડી પોતાની હવસનો શિકાર બનાવી. કિશોરી ઘરમાં એકલી હતી સમયે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યુ હતુ. સમગ્ર મામલે ધોળકા પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી છે.

કિશોરી એકલી હતી તે સમયે ઘરમાં ઘુસી જઈ આરોપીએ બળજબરી કરી

મહોમ્મદ શકીલ ખલીફાએ એક 15 વર્ષીય કિશોરીને પોતાના હવસનો શિકાર બનાવી. સમગ્ર ઘટનાક્રમ મુજબ ધોળકામાં રહેતી 15 વર્ષીય કિશોરી પોતાના ઘરે એકલી હતી અને તેના પિતા નોકરીએ ગયા હતા. કિશોરી અને તેના પરિવારજનો વિધર્મી યુવક મહોમ્મદ શકીલ ખલીફાના પરિચિત હતા પણ વિધર્મી યુવકની કિશોરી પર દાનત બગડી અને કિશોરીને ઘરમાં એકલતાનો લાભ લઈ વિધર્મી આરોપી મહોમ્મદ શકીલ ખલીફાએ વહેલી સવારે ઘરમાં ઘુસી ગયો હતો અને કિશોરીનું મોઢું દબાવી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

કિશોરીએ બુમાબુમ કરતા પડોશીઓ દોડી આવ્યા અને આરોપી નાસી છૂટ્યો

જોકે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરે તે પહેલાં જ કિશોરીએ પ્રતિકાર કર્યો ત્યારે કિશોરીને જીવતી નહિ રહેવા દઉં તેમ કહી ધમકી આપી હતી. ત્યારે કિશોરીએ બુમાબુમ કરતા પાડોશી લોકો દોડી આવ્યા હતા અને વિધર્મી યુવક નાસી ગયો હતો. જે બાદ ધોળકા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો : રાજકોટમાં ક્રિકેટ કોચિંગ વચ્ચે કળા કરી ગયો વિધર્મી યુવક, પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કરાવ્યુ હોવાની માતાપિતાની ફરિયાદ, દીકરી 26 જુનથી ગુમ !

આરોપી કિશોરીના એકતરફી પ્રેમમાં હોવાની કબુલાત

પકડાયેલ આરોપી મહોમ્મદ શકીલ ખલીફાએ કબૂલાત કરી હતી કે પોતે કિશોરીની સાથે એક તરફી પ્રેમમાં હતો પરંતુ દરરોજ ઘરે એકલી હોવાથી તેને ગત વહેલી સવારના રોજ કિશોરીને ધમકી આપી તેની સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપી મંહોમદ શકીલ ખલીફ ખાન 26 વર્ષીય છે અને વીડિયોગ્રાફીનું કામ કરે છે. હાલ ધોળકા પોલીસે કિશોરીનું મેડિકલ કરાવી અને વિધર્મી મહોમ્મદ શકીલ ખલીફની ધરપકડ કરી છે. આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">