Ahmedabad: લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે યુવતીને ફસાવી, યુવતી ગર્ભવતી થતા લગ્નનો ઈનકાર કરી તરછોડી, નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ

Ahmedabad: વધુ એક હિંદુ યુવતી સાથે થઈ છેતરપિંડી. વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી હિંદુ યુવતીની સાથે શરીર સંબંધ બાંધ્યા. યુવતીને ગર્ભ રહી જતા લગ્ન કરવાનું કહ્યું તો યુવકે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો. સમગ્ર મામલે યુવતીએ યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad: લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે યુવતીને ફસાવી, યુવતી ગર્ભવતી થતા લગ્નનો ઈનકાર કરી તરછોડી, નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jul 11, 2023 | 10:37 PM

Ahmedabad:  શહેરમાં વધુ એક યુવતી લવ સેક્સ ઔર ધોખાનો ભોગ બની છે. વિધર્મી યુવકે વધુ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં હિંદુ યુવતીએ વિધર્મી યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

લગ્નની લાલચ આપી યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ

યુવકે યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શરીર સંબંધ બાંધવા મજબુર કરી હતી. બાદમાં યુવતીને ગર્ભ રહી જતા યુવકે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો. સમગ્ર મામલે યુવતીએ દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરી છે.

યુવકે અવારનવાર લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ બાંધ્યા શરીર સંબંધ

સમગ્ર કિસ્સાની વાત કરીએ તો દોઢ વર્ષ પહેલા ફરિયાદી યુવતી અને અશરફ અન્સારી એક સાથે નોકરી કરતા હતા, જ્યાંથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જોકે બાદમાં બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ હતી. જોકે યુવકે યુવતીને અવાર નવાર લગ્નની લાલચ આપી હતી અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો અને યુવતીને ગર્ભવતી બનાવી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો : Surat : પુણા વિસ્તારમાં વધુ એક પ્રેમજાળનો કારસો, વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ, 15 દિવસ બાદ ખુલી પોલ, જુઓ Video

યુવતીને ગર્ભવતી બનાવી યુવકે તરછોડી દીધી

ગર્ભ રહી જતા યુવતીએ યુવકને લગ્ન કરી લેવાનું કહેતા યુવકે ઈનકાર કર્યો હતો, જેથી યુવતીએ પોલીસ મથકમાં યુવક અશરફ અંસારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દાણીલીમડા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતીને હાલ 5 માસનો ગર્ભ પણ છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">