Navsari : પહેલા વિધર્મીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું અને પછી થયું એવું કે પોલીસ દોડતી થઈ, જુઓ Video

Navsari : પહેલા વિધર્મીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું અને પછી થયું એવું કે પોલીસ દોડતી થઈ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 7:41 PM

નવસારીના જિલ્લાના ખેરગામના કુંભારવાડામાં રહેતા અસીમ નિઝામમિયા શેખે, એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને, લલચાવી, ફોસલાવીને અનેકવાર દુષ્કર્મ આચર્યું. જો કે આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે યુવતીને પોતે છેતરાઈ હોવાની લાગણી થઈ. પ્રેમમાં પાગલ હોવાનો ઢોગ કરનાર અસીમ શેખે, યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી અને, બીલીમોરાના હિન્દુ યુવક રોનક પટેલ સાથે યુવતીના લગ્ન બળજબરીથી કરાવ્યા.

Navsari: પહેલા પ્રેમજાળમાં ફસાવી, પછી દુષ્કર્મ આચર્યું, અને અંતે ભાંડો ફૂટતા, રચ્યો મિત્ર સાથે લગ્નનો કારસો. આ ઘટના છે નવસારીના ખેરગામની હિન્દુ સગીરાની. પ્રેમજાળમાં સગીરાને  ફસાવનારા વિધર્મી અસીમ શેખને પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસે ખેરગામમાં આરોપીનો વરઘોડો કાઢ્યો હતો. અને આ કુખ્યાત આરોપીને સમગ્ર વિસ્તારમાં ફેરવવામાં આવ્યો. તે આ વિસ્તારમાં મારામારી, ધાકધમકી અને દારૂના ધંધા સાથે પણ સંકળાયેલો છે. જો કે, સગીરા સાથે કરેલી છેતરપિંડીને લઈને ગામના દરેક સમાજમાં તેના વિરુદ્ધ રોષ છે. આરોપીનો  વરઘોડો કાઢતા જ પોલીસનું પણ લોકોએ અભિવાદન કર્યું, અને ફટાકડાં ફોડી સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો  : પતિ અન્ય યુવતી સાથે પ્રેમમાં પડ્યો તો પત્ની એ ભર્યું એવું પગલું કે સમગ્ર પરિવાર વિખેરાઈ ગયો, જાણો ઘટના

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, આરોપી અસીમ શેખે ખેરગામમાં રહેતી હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ પોતે લવજેહાદના ગુનામાં ન ફસાય તે માટે તેના મિત્ર અને બીલીમોરામાં થયેલી હત્યા કેસના આરોપી રોનક પટેલ સાથે લગ્ન કરાવી દીધા હતા. આ સમગ્ર ઘટના બાબતે સગીરાએ ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ચકચારી કેસની તપાસમાં ઢીલ જણાતા પરિવારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી.

જે બાદ જિલ્લા પોલીસ વડાએ LCBને તપાસ સોંપી હતી. આ દરમિયાન જયપુરથી ફ્લાઈટમાં મુંબઈ પહોંચ્યા બાદ નવસારી જઈ રહેલા અસીમ શેખને પોલીસે મુંબઈ ફાઉન્ટેન હોટલ પરથી ઝડપી પાડ્યો હતો. તે અને તેનો પરિવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે કુલ 18 ગુના નોંધાયેલા છે. તો બીજીતરફ સગીરા સાથે લગ્ન કરનાર યુવક રોનક પટેલ હજુ ફરાર છે.

વિધર્મી હેવાનની કરતૂત

  • ખેરગામની સગીરાને ફેબ્રુઆરી 2019થી હેરાન કરતો હતો
  • મિત્રતા કેળવવા મોબાઈલ પર મેસેજ, ફોન કરીને ધમકાવતો
  • નવસારીના બજારમાં અટકાવી તેની છેડતી કરી
  • હેરાન કરીને પીડિતાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી
  • સગીરાને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતો હતો
  • વિધર્મીથી કંટાળી પીડિતા અભ્યાસ અર્થે વડોદરા ગઈ
  • તાબે ન થાય તો હત્યા બાદ આપઘાતની ધમકી આપતો
  • લગ્નની લાલચે મિત્રના ઘરે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું
  • પીડિતા ઇસ્લામ કબૂલ કરે તો લગ્ન કરવાનું કહેતો હતો
  • અલગ અલગ હોટલોમાં મારપીટ કરી દુષ્કર્મ આચરતો
  • પીડિતા વિરોધ કરે તો શરીરે બચકા પણ ભરતો હતો
  • અંગત પળોના વિધર્મીએ ફોટો અને વીડિયો બનાવ્યા હતા
  • વાલીને આપવીતી જણાવતા અભ્યાસ અધૂરો છોડાવ્યો

 

(with input : Nilesh Gamit)

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 05, 2023 07:40 PM
g clip-path="url(#clip0_868_265)">