અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ટીમ ઈન્ડિયાના ટી-શર્ટ્સ, કેપ અને રાષ્ટ્ર ધ્વજનું ધૂમ વેચાણ- વીડિયો

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલનું કાઉન્ટટાઉન શરૂ થઈ ગયુ છે. મેચને આડે હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સ્ટેડિયમ બહાર ઈન્ડિયન જર્સી અને ઈન્ડિયન ફ્લેગનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ટીમ ઈન્ડિયાના ટીશર્ટ, કેપ અને ઈન્ડિયન ફ્લેગ ખરીદતા જોવા મળ્યા હતા

Narendra Rathod
| Edited By: | Updated on: Nov 18, 2023 | 12:36 AM

19મી નવેમ્બરે રવિવારે અમદાવાદમાં રમાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને સમગ્ર શહેર જાણે ક્રિકેટના રંગે રંગાઈ ગયુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ મહાકુંભના સૌથી મોટા મુકાબલાને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ છે ત્યારે ક્રિકેટ રસિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર પણ ટીમ ઈન્ડિયાના ટી-શર્ટ્સ, કેપ અને ઈન્ડિયન ફ્લેગનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. ક્રિકેટ પ્રેમીઓ પણ ટીમ ઈન્ડિયાના તેમજ તેમના મનપસંદ ખેલાડીના નામની ટીશર્ટ ખરીદતા જોવા મળ્યા હતા. જેમા નાના બાળકોથી લઈને યુવાનો પણ અહીં ટીશર્ટ્સ અને ફ્લેગ ખરીદતા જોવા મળ્યા હતા.

વર્લ્ડ કપ ટ્રોફી તો ટીમ ઈન્ડિયા જ જીતશે- દર્શકો

સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જે લોકોને ટિકિટ નથી મળી શકી તેઓ ઓફલાઈન ટિકિટ ખરીદવા માટે સ્ટેડિયમ પહોંચી ગયા હતા. જેમને ટિકિટ મળી ગઈ છે તેમનો ઉત્સાહ તો બમણો છે જ પરંતુ જેમને ટિકિટ નથી મળી તેમના જુસ્સો પણ હાઈ જોવા મળી રહ્યો છે અને આ વખતે ટીમ ઈન્ડિયા જ વર્લ્ડ કપની ટ્રોફી જીતશે તેવો આત્મવિશ્વાસ નાના બાળકોથી લઈને મોટેરાઓ સહુ કોઈ બતાવી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: વર્લ્ડ કપની ફાઈનલ પહેલા યોજાશે ઍૅર શો, ઍર ફોર્સની સૂર્ય કિરણ ટીમ દ્વારા કરાયુ ગ્રાન્ડ રિહર્સલ

બંને દેશના દિગ્ગજો મેચ જોવા આવશે

આ તરફ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ મહા મુકાબલા માટે સજ્જ છે અને રવિવારે રમાનારી ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચ નિહાળવા માટે વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધીની વર્લ્ડ કપની 10 મેચમાં અજેય રહેલી ટીમ ઈન્ડિયા પણ ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે સજ્જ છે. આ મેચની ખાસ બાબત એ પણ છે કે આ વખતે પીએમ મોદી પણ વર્લ્ડ કપની ફાઈનલ નિહાળવા આવી રહ્યા છે.. સાથોસાથ ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન પણ આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે. બંને દેશના દિગ્ગજો મેચ જોવા આવતા હોવાથી સમગ્ર સ્ટેડિયમમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વર્લ્ડ કપ ફાઇનલને લઇને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">