Ahmedabad: SVPI ઍરપોર્ટે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, ગત વર્ષની સરખામણીએ પેસેન્જર ટ્રાફિકમાં 35 ટકાનો વધારો
Ahmedabad: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ ઍરપોર્ટે પેસેન્જર ટ્રાફિકમાં પોતાનો જ રેકોર્ડ બ્રેક કર્યો છે. ગત વર્ષની સરખામણીએ 30 % પેસેન્જર વધ્યા છે. વર્ષ 2023-24માં SVPIA પર નાણાકીય વર્ષ 2022-2023ની સરખામણીમાં 35% મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાયો છે. જ્યાં મુસાફરોની સંખ્યામાં આ વર્ષે 5 મિલિયન સુધીની સંખ્યા નોંધાઇ છે.

Ahmedabad: અમદાવાદ સરસર વલ્લભ ભાઈ પટેલ ઍરપોર્ટ. કે જ્યાં દિવસે ને દિવસે મુસાફરોની સંખ્યા વધી રહી છે. જેની સામે એરપોર્ટ દ્વારા મુસાફરોને અગવડતા ન પડે તે પણ ધ્યાન અપાઈ રહ્યું છે. જેને લઈને પણ મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે એરપોર્ટનો જ ગત વર્ષનો મુસાફરોનો રેકોર્ડ તૂટ્યો છે. મળતી માહિતી પ્રમાણે સપ્ટેમ્બર 2023 થી 2024 માં SVPIA પર નાણાકીય વર્ષ 2022-2023ની સરખામણીમાં 35% મુસાફરોની સંખ્યામાં વધારો નોંધાયો છે. જ્યાં મુસાફરોની સંખ્યામાં આ વર્ષે 5 મિલિયન સુધીની સંખ્યા નોંધાઇ છે.
ગત મહિનાની સરખામણીએ 11% નો વધારો
એરપોર્ટ પર ઑગસ્ટ- 2023 ની સરખામણીમાં સપ્ટેમ્બર-2023માં આંતરરાષ્ટ્રીય મુસાફરોમાંની સંખ્યામાં 11% વધારો નોંધાયો. જેમાં સૌથી વધુ સિંગાપોર, હો ચી મિન્હ સિટી, દુબઈ લંડન અને દોહાની પસંદગી જોવા મળી છે. તો 3 આંતરરાષ્ટ્રીય સ્થળો દુબઈ, લંડન અને અબુ ધાબી જ્યારે દિલ્હી, મુંબઈ અને ભોપાલ વર્ષ 2023 માટે ટોચના 3 સ્થાનિક સ્થળો પસંદગીના રહ્યા. તેમજ એરપોર્ટ પર કાર્ગો ટનેજમાં પણ ગત વર્ષની સરખામણીમાં 14% વધારો નોંધાયો.
ગત વર્ષની તુલનાએ 35% મુસાફરો વધ્યા
સપ્ટેમ્બર 2023 સુધીમાં SVPIA એ 5 મિલિયનથી વધુ મુસાફરોની અવર જવર રહી. જે અગાઉના વર્ષની તુલનામાં 3.9 મિલિયન ની સામે 35% ની વધુ છે. તો ગત સપ્તાહ સુધીમાં એરપોર્ટ પર 28,969 મુસાફરો ની અવર જવર રહી અને 5,193 આંતરરાષ્ટ્રીય ATM નોંધાયા હતા. મુસાફરીમાં વર્ષ દરમિયાન ટોચના ડોમેસ્ટિક સ્થળોમાં દિલ્હી, મુંબઈ, ભોપાલ, કોલકાતા અને વારાણસી, જ્યારે ટોચના આંતરરાષ્ટ્રીય સ્થળો તરીકે લંડન (ગેટવિક), દોહા અને સિંગાપોરની લોકોએ વધુ પસંદગી કરી. સાથે જ સિંગાપોર, હો ચી મિન્હ સિટી, દુબઈ, લંડન અને દોહા 2022 – 23ના સમાન સમયગાળાની સરખામણીમાં ટોચના વિકસતા માર્ગો પૈકીના સ્થળ રહ્યા.
અમદાવાદ ઍરપોર્ટે પર તાજેતરમાં ઇન્ટરનેશનલ ટર્મિનલ – T2 માં 24 ઇમિગ્રેશન કાઉન્ટર ધરાવતા ઇમિગ્રેશન હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેનાથી આંતરરાષ્ટ્રીય મુસાફરોને વધુ સારી સેવાઓ અને સુવિધાઓ મળી. સાથે જ ડોમેસ્ટિક ટર્મિનલ – T1 માં વિસ્તારમાં વધારાના સામાનનો પટ્ટો, સમર્પિત પિકઅપ અને ડ્રોપ-ઓફ ઝોન, પ્રસ્થાન સમયે ચેક-ઇન કાઉન્ટર્સની સંખ્યામાં વધારો વગેરેનો સમાવેશ કરાયો છે. સાથે જ ડિજી યાત્રા યુઝર્સ માટે પ્રવેશ લેન, વિસ્તૃત સુરક્ષા તપાસ વિસ્તાર અને પ્રસ્થાન સમયે નવા બોર્ડિંગ ગેટ વગેરે પ્રવાસનનો અદભૂત અનુભવ લોકોને કરાવે છે.
આ પણ વાંચો: Ahmedabad: અમદાવાદમાં ખરાબ રસ્તાથી લોકો પરેશાન, શહેરીજનોની અગવડતા સામે નથી હાલતુ તંત્રના પેટનુ પાણી!
કાર્ગો ટનેજમાં નોંધપાત્ર 14% વધારો
એટલું જ નહીં પણ ગત વર્ષની સરખામણીએ ઓગસ્ટ 2023 સુધીમાં SVPIA ના સ્વ – સંચાલિત કાર્ગો ટર્મિનલ્સમાં કાર્ગો ટનેજમાં નોંધપાત્ર 14% વધારો નોંધાયો છે. SVPIA દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય કાર્ગો ટર્મિનલ – T3 પેલેટાઈઝ્ડ કાર્ગો પર એક્સ-રે મશીન સાથે ક્ષમતા વધારવા વિચારી રહ્યું છે. T3 પર હવે કસ્ટમ – એપ્રુવ્ડ કુરિયર પાર્ટનર દ્વારા યુએસએ, યુકે, ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સહિતના વિવિધ દેશોમાં આંતરરાષ્ટ્રીય કુરિયર્સની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે. તેમજ SVPIA વિશ્વ-સ્તરીય કાર્ગો હેન્ડલિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું એક ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલ (ICT) પણ આગામી સમયમાં વિકસાવી રહ્યું છે. જેનાથી મુસાફરોને વધુમાં વધુ સુવિધા મળી રહે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો