Ahmedabad : ઓનલાઇન ડેટા હેક કરી છેતરપીંડી કેસમાં સસ્પેન્ડ પોલીસ કર્મીની ધરપકડ

અમદાવાદ(Ahmedabad) સાયબર ક્રાઈમે  આરોપી  વિરેન્દ્ર કુમાર પ્રજાપતિની આ કેસમાં ધરપકડ કરી  છે. આ આરોપી વિરેન્દ્રકુમાર પોલીસ કોન્સ્ટેબલ તરીકે કે કંપની હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો હતો

Ahmedabad : ઓનલાઇન ડેટા હેક કરી છેતરપીંડી કેસમાં સસ્પેન્ડ પોલીસ કર્મીની ધરપકડ
Ahmedabad Cyber Crime Arrest Fraud Accused
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jun 15, 2022 | 6:31 PM

અમદાવાદમાં (Ahmedabad) વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન ભરવામાં આવતી ફી વિદેશી ક્રેડીટ કાર્ડની મદદથી ડેટા હેક કરી છેતરપિંડી (Online Fraud)  કેસમાં સસ્પેન્ડ પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમે (Cyber Crime) ગુનો નોંધી અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કરી ચુક્યા છે. જેમાં ચાર લોકોની આ ગેંગએ અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઈમે  આરોપી  વિરેન્દ્ર કુમાર પ્રજાપતિની આ કેસમાં ધરપકડ કરી  છે. આ આરોપી વિરેન્દ્રકુમાર પોલીસ કોન્સ્ટેબલ તરીકે કે કંપની હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો હતો પરંતુ પોલીસ ડ્યુટીની આડમાં છેતરપીંડી કરવાનનું શરૂ કરતાં એક પછી એક ગુના નોંધાયા જે બાદ વર્ષ 2021માં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

વિદેશ અભ્યાસ કરવા જતા લોકોને ટાર્ગેટ કરવાનુ શરુ કર્યુ

જોકે અગાઉ પકડાયેલ આરોપી અશરફ ગુલામ, રવિ ઉર્ફે રવિન્દ્ર વાણી અને ચિરાગ ભટ્ટ અને પોલીસકર્મી વિરેન્દ્રકુમાર દ્વારા છેતરપિેંડી માટે એક નવી જ મોડસ ઓપરેન્ડી શોધી લીધી.જેમાં ભોગ બનનારને પણ લાંબા સમય બાદ જાણ થતી હતી કે તે તેઓ છેતરાઈ ગયા છે.. આરોપી એ વિદેશ અભ્યાસ કરવા જતા લોકોને ટાર્ગેટ કરવાનુ શરુ કર્યુ. જેમાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા માટે વિદેશ જતા વિદ્યાર્થીઓની ઓનલાઈન ફી વિદેશી ક્રેડીટકાર્ડ દ્વારા કરવામાં આવતી હતી. જે રકમ પોતાની પાસે ફી રાખતા હતા.જે બાદ ક્રેડીટ કાર્ડનો ડેટા હેક કરેલ ડેટા થકી ફીના પૈસા ડોલરમાં ભરતા પરતું પછી ઓનલાઇન ફી ડિકલાઈન થયા બાદ પૈસા પરત ન કરતા હતા.

યુનિવર્સિટી ખાતે ફી ડિકલાઈન થતા નાણાં પરત નહિ આપી છેતરપીંડી આચરતા હતા

આ પકડાયેલ આરોપીઓ ઈન્ટરનેટ ના માધ્યમ દ્વારા ઓનલાઇન unicc રશિયન વેબસાઈટ દ્વારા ક્રેડિટ કાર્ડનો ડેટા બીટકોઈન દ્વારા મેળવી લઈ વિદેશમાં અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીની યુનિવર્સિટી ખાતે ભરવાની થતી ફી આ હેક કરેલ ક્રેડિટ કાર્ડના ડેટા આધારે યુનિવર્સિટીની પેમેન્ટ લિંક દ્વારા પાઉન્ડ-ડોલરમાં ફી ભરાવડાવી અહિયાથી ભારતીય નાણાં મેળવી લઈ આ યુનિવર્સિટી ખાતે ફી ડિકલાઈન થતા નાણાં પરત નહિ આપી છેતરપીંડી આચરતા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અમદાવાદના પોલીસ કર્મીના દિકરાની ફી પણ આવી જ રીતે આરોપીએ ભરી હતી

જોકે અગાઉ પકડાયેલ આરોપી ચિરાગ વિઝાનુ કામ કરે છે. અને તેની પાસે સંખ્યાબધ્ધ આવા વિદ્યાર્થીઓ છે. જેથી ચિરાગ કોલેજમાં પેમેન્ટ કરવાની જવાબદારી સ્વિકારે છે. અને આરોપી રવિ, અશરફ તથા પોલીસકર્મી વીરેન્દ્ર કુમાર કે જે કાર્ડીંગ કરે છે, જેની મદદથી ઓનલાઈન વેચાતા કાર્ડનો ડેટા મેળવી છેતરપિંડીના કાર્ડ થી ફી ભરતા હોવાનુ સામે આવ્યુ છે. જોકે છેતરપિડીનું કાર્ડ હોવાથી કેટલીક યુનિવર્સિટી તે પેમેન્ટ ડીક્લાઈન કરી દે છે. જેથી આ મામલો સામે આવ્યો જેમાં અમદાવાદના પોલીસ કર્મીના દિકરાની ફી પણ આવી જ રીતે આરોપીએ ભરી હતી.જેથી તેની ફરિયાદ નોંધતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

છેતરપીંડીના ગુનાનો માસ્ટર માઈન્ડ સસ્પેન્ડ થયેલો પોલીસકર્મી વીરેન્દ્રકુમાર છે.જોકે આ કેસમાં ન માત્ર એક પરંતુ સંખ્યાબદ્ધ લોકો છેતરાયા હોવાનું પોલીસ માની રહી છે.ત્યારે પકડાયેલ આરોપી વીરેન્દ્રકુમાર વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આ રીતે છેતરપીંડીના 2 ગુના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ચુક્યા છે.ત્યારે પોલીસ તપાસમાં શુ નવા ખુલાસા થાય છે. તે જોવુ મહત્વનુ છે

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">