AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સ્ટેન્ડિંગ કમિટીએ રુ. 180 લાખથી વધુની રકમના કામોને આપી મંજુરી, સ્વિમિંગ પુલ અને જિમની ફીમાં કર્યો વધારો

સ્ટેન્ડિંગ કમિટીની (Standing Committee) બેઠકમાં એસ્ટેટ, સેન્ટ્રલ વર્કશોપ અને ફાયર વિભાગના તેમજ રીક્રીએશનલ કલ્ચરલ એન્ડ હેરીટેજ અને મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઇઝ કમિટીના કામોને મંજૂરી આપવામાં આવી છે.

Ahmedabad: સ્ટેન્ડિંગ કમિટીએ રુ. 180 લાખથી વધુની રકમના કામોને આપી મંજુરી, સ્વિમિંગ પુલ અને જિમની ફીમાં કર્યો વધારો
Ahmedabad Municicpal Corporation (File Photo)
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 11, 2022 | 3:20 PM
Share

અમદાવાદના (Ahmedabad) દાણાપીઠ વિસ્તારમાં આવેલા સ્ટેન્ડિંગ કમિટી હોલમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની (Standing Committee) બેઠકમાં અનેક કામોને મંજુરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ, સેન્ટ્રલ વર્કશોપ અને ફાયર વિભાગના (Fire Department) તેમજ રીક્રીએશનલ કલ્ચરલ એન્ડ હેરીટેજ અને મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઇઝ કમિટીના કામો સહિત રુ. 180 લાખથી વધુની કિંમતના કામોને મંજૂરી આપવામાં આવે છે.

9 જૂનના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મેયર કિરીટ પરમાર, ડે. મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂત હાજર રહ્યા હતા. આ બેઠકમાં એસ્ટેટ, સેન્ટ્રલ વર્કશોપ અને ફાયર વિભાગના તેમજ રીક્રીએશનલ કલ્ચરલ એન્ડ હેરીટેજ અને મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઇઝ કમિટીના કામોને મંજૂરી આપવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં રીક્રીએશનલ, કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટી મારફતે આવેલા વિવિધ કામો જેવા કે, દક્ષિણ ઝોનના જુદા જુદા વોર્ડમાં બગીચા ખાતાની કામગીરી માટે લોડીંગ ટેમ્પો સપ્લાય કરવા તેમજ મ્યુનિસિપાલિટી પ્લોટ, નર્સરી, પ્લાન્ટેશન વિગેરેની જાળવણી માટે 8 કલાકની શિફ્ટમાં ગાર્ડનીંગ કરવાના કામને તથા પૂર્વ ઝોનમાં ગાયત્રી વાટિકા ગાર્ડન રીડેવલપ કરવાનું કામ એમ કુલ મળી રૂ. 136 લાખના કામોને મંજૂરી આપી.

આ બેઠકમાં જુદા જુદા ઝોનમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) ધોરણે ગાર્ડન ડેવલપમેન્ટ-મેઇન્ટેનન્સ માટે “UNM Foundation” ને ફાળવવામાં આવેલ ગાર્ડનોની સમયમર્યાદા વધુ પાંચ વર્ષ લંબાવવા માટે તેમજ ઉત્તર ઝોનમાં મેમ્કો પાસે આવેલ આધુનિક કક્ષાના વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતેની વિવિધ રમતો-એકટીવીટી- ભાડાના દરોમાં ફેરફાર તેમજ સુચિત નિયમોનો અમલ કરવાના કામને મંજૂરી આપવામાં આવી.

AMCના પ્લોટમાં કચરો ઠાલવનાર સામે કડક પગલા લેવાશે

બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીમાં AMCના પ્લોટમાં કચરો ઠાલવવા વાહનો સામે કડક કાર્યવાહી કરવાના નિયમ પણ લેવામાં આવ્યા છે. AMCના પ્લોટમાં કચરો ઠાલવવા બદલ વાહન જમાં રાખવામાં આવશે અને આ વાહન લાંબા સમય સુધી જમા રાખવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં હાલ 5000 થી વધુ AMC પ્લોટ છે.

સ્વિમિંગ પુલ અને જિમની ફીમાં વધારો

AMCમાં હવે સ્વિમિંગ અને જિમ જવું મોઘું બનશે. સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે સ્વિમિંગ પૂલ અને જિમની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. મહિનાના જીમના રૂપિયા 150થી વધારીને રૂ. 350 કરવામાં આવ્યા છે. તો એક મહિનાના સ્વિમિંગના રૂપિયા 300થી વધારીને રૂ. 1000 કરવામાં આવ્યા છે.

Follow Us
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ
રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ
સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ
સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">