Ahmedabad: બંટી-બબલી ઝડપાયા, ગેસ કટર સાથે લઈને જ ફરતા અને મોકો મળતા જ ચોરી આચરતા, સોના-ચાંદી કરતા કરિયાણામાં રહેતી દાનત
અમદાવાદ જિલ્લાના સાણંદ પોલીસની ટીમે એક એવા બંટી બબલી ની ધરપકડ કરી છે કે જે અમદાવાદ શહેર અને ગામડાઓમાં જઈને ચોરી કરતી હતી. આ બંટી બબલી દુકાન કે મકાનમાં તાળું હોય તેની રેકી કરતા હતા અને મોકો જોઈને ચોરી કરતા હતા. આ બંટી બબલી પોતાની સાથે ગેસ વાળું કટર રાખતા હતા જેનાથી તાળું તોડી દુકાન કે મકાનમાં પ્રવેશ કરતા હતા.

એક એવી જોડી ઝડપાઈ છે, જે ચોરી કરવા પોતાની સાથે હંમેશા ગેસ કટર રાખતા હતા. ગેસ કટર સાથે જ ફરતી બંટી-બબલીની જોડી જ્યાં મોકો મળે ત્યા હાથફેરો કરી લેતા હતા. અમદાવાદ જ નહીં પરંતુ નજીકના અનેક શહેરોમાં પણ પહોંચતા અને ત્યાં પણ ચોરી કરીને પરત ફરી જતા હતા. પોલીસને લાંબા સમયથી હાથ તાળી આપીને ચોરીઓ આચરતી આ જોડીને હવે સાણંદ પોલીસે ઝડપી લીધી છે.
આ પણ વાંચોઃ Aravalli: મોડાસાના માથાસુલીયા-અણદાંપુર વચ્ચે કોઝવે પર પાણી ફરી વળ્યા, દર્દીને ખાટલા મારફતે 108 સુધી પહોંચાડ્યો, જુઓ Video
જોકે આ જોડીને ખાસીયત એ છે, કે સોના ચાંદી જેવા કિંમતી ચિજો કરતા વધારે કરિયાણા પર નજર વધારે રાખતા હતા. વાત એમ છે કે, આ જોડી શક્ય હોય ત્યાં સુધી કરિયાણાના સામાનને વધારે ચોરી કરતા હતા. પોલીસે તેમની પાસેથી કરિયાણાની કેટલીક ચિજોને પણ જપ્ત કરી છે.
સાણંદ પોલીસે ઝડપ્યા બંટી-બબલી
અમદાવાદ જિલ્લાના સાણંદ પોલીસની ટીમે એક એવા બંટી બબલી ની ધરપકડ કરી છે કે જે અમદાવાદ શહેર અને ગામડાઓમાં જઈને ચોરી કરતી હતી. આ બંટી બબલી દુકાન કે મકાનમાં તાળું હોય તેની રેકી કરતા હતા અને મોકો જોઈને ચોરી કરતા હતા. આ બંટી બબલી પોતાની સાથે ગેસ વાળું કટર રાખતા હતા જેનાથી તાળું તોડી દુકાન કે મકાનમાં પ્રવેશ કરતા હતા.
મહત્વની વાત તો એ છે કે આ બંટી બબલી જે પણ દુકાન કે મકાનમાં ચોરી કરતા હતા ત્યાંથી સૌથી વધુ કરિયાણાની ચીજ વસ્તુઓ ચોરી કરતા હતા. સોના ચાંદીના દાગીના કે રોકડ રૂપિયા તો ચોરી કરતા જ હતા પરંતુ સાથોસાથ મોટા પ્રમાણમાં કરિયાણું ચોરી કરતા હતા. પોલીસે બાતમીના આધારે પ્રકાશ મારવાડી અને હંસાબેન કટારીયા ની ધરપકડ કરી છે. આ બંને મળીને અમદાવાદ શહેર અને ગામડાઓમાં અનેક ચોરીઓને અંજામ આપ્યો છે.
વડોદરા અને અરવલ્લીમાં પણ ચોરી
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી પ્રકાશ મારવાડીએ અગાઉ માંજલપુર, કપડવંજ, બાયડ, દેહગામ, આણંદ, એરપોર્ટ, સરદારનગર, સાબરમતી અને સાણંદ જેવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીઓને અંજામ આપ્યો હતો. પોલીસે આ બંટી બબલી ને પકડી તેમની પાસેથી તિરુપતિ કંપનીના તેલના 50 ડબ્બા, અમુલ ઘી ના 11 ડબ્બા, એક ટેમ્પો, એક ઓક્સિજનનો બાટલો, એક એલપીજી સિલિન્ડર તેમજ કટર સહિતની વસ્તુઓ કબજે કરી છે.
પોલીસે હાલ તો આ બંટી બબલી ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર કે અન્ય કોઈ જગ્યાએ વધુ કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તેને લઈને પણ પૂછપરછ શરૂ કરી છે.