Ahmedabad : બંદુકની અણીએ લાખોની લૂંટ ! ધોળા દિવસે ગઠિયો 50 લાખ રૂપિયા લઈ ફરાર
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ધોળે દિવસે આંગણીયા પેઢીની ઓફિસમાં 50 લાખથી વધુ રોકડ રકમની લૂંટની ઘટના સામે આવી છે.પોલીસે (Ahmedabad Police) હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના (Ahmedabad) પુર્વ વિસ્તારમાં ફરી એક વખત ધોળા દિવસે લૂંટનો (Theft) બનાવ બન્યો છે. ઓઢવ વિસ્તારમાં ધોળે દિવસે આંગણીયા પેઢીની ઓફિસમાં ઘૂસીને બંદૂક સહિતના હથિયારો બતાવી 50 લાખથી વધુ રોકડ રકમની લૂંટની ઘટના સામે આવી છે.જોકે આંગડિયા પેઢીના સીસીટીવી ફુટેજમાં (CCTV Footage) દેખાતા આરોપીને પકડવા સ્થાનિક પોલીસ સહિતની અલગ-અલગ એજન્સીઓ કામે લાગી છે.
આંગડિયા પેઢીમાં લાખોની ચોરી
ઓઢવ વિસ્તારમાં આવેલા છોટાલાલની ચાલી વિસ્તારમાં આવેલી પી.એમ આંગણીયા એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં શુક્રવારના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં ત્રણ બાઈક ઉપર પાંચ અજાણ્યા ઇસમો આવ્યા હતા, જેઓએ આંગણીયા પેઢીની ઓફિસમાં બંદૂક તેમજ છરી જેવા હથિયારો સાથે પ્રવેશી ફાયરિંગ(Firing) કરી કર્મચારીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી પેઢીમાં રહેલા 50 લાખ રોકડ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હતો.તેમજ લૂંટ બાદઆરોપીઓએ આંગડીયા પેઢીનો દરવાજો બંધ કરી દીધો હતો. જોકે બાદમાં આ મામલે પોલીસને(Ahmedabad Police) જાણ કરવામાં આવી હતી.
ઓઢવ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે
50 લાખ જેવી માતબર રોકડ રકમની લૂંટની જાણ પોલીસને થતા ઓઢવ પોલીસ સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.મહત્વનું છે કે આરોપીઓએ લૂંટ કર્યા બાદ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આરોપીઓની એક બાઈક શરૂ ન થતાં તે બાઈક આંગણીયા પેઢીની ઓફિસની બહાર જ મૂકીને પાંચેય આરોપીઓ બે બાઈક પર ફરાર થઈ ગયા હતા.જેથી પોલીસે બાઈક કબજે કરી તેના નંબરના આધારે તપાસ હાથ ધરી હતી.આંગણીયા પેઢીમાં લાગેલા સીસીટીવી ફુટેજમાં તમામ લૂંટારાઓ અને સમગ્ર ઘટના કેદ થઈ હતી જેમાં લૂંટારાઓના ચહેરા સ્પષ્ટ દેખાતા પોલીસે આસપાસના તમામ વિસ્તારોમાં નાકાબંધી કરી હતી.
શહેરમાં ધોળે દિવસે બંદુકની અણીએ થયેલી લાખોની લૂંટની ઘટના બાદ સ્થાનિક પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જોકે આ ઘટનાને પગલે ડોગ સ્કવોર્ડ, અને એફ.એસ.એલ સહિતની એજન્સીઓ તપાસ હાથ ધરી લૂંટારાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.