અમદાવાદમાં ત્રીજી લહેરની દસ્તક, આઠ દિવસમાં કોરોનાના કુલ 1303 કેસ નોંધાયા

અમદાવાદમાં ત્રીજી લહેરની દસ્તક, આઠ દિવસમાં કોરોનાના કુલ 1303 કેસ નોંધાયા
Ahmedabad Corona Update (File Photo)

અમદાવાદ શહેર રાજયમાં કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. જેમાં આઠ દિવસમાં કોરોનાના 1303 જેટલા કેસ નોંધાયા છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Dec 29, 2021 | 11:23 PM

ગુજરાતમાં(Gujarat) 29 ડિસેમ્બરના રોજ નોંધાયેલા 548 કોરોનાના(Corona) કેસમાં સૌથી વધારે કેસ અમદાવાદ (Ahmedabad) શહેરમાં 265  કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેર રાજયમાં કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે.

છેલ્લા આઠ દિવસમાં કોરોનાના 1303 જેટલા કેસ નોંધાયા

જેમાં  છેલ્લા આઠ દિવસમાં કોરોનાના 1303  જેટલા કેસ નોંધાયા છે.જેમાં 22 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં 25 કેસ, 23 ડિસેમ્બરના રોજ 43, 24 ડિસેમ્બરના રોજ 32 25 ડિસેમ્બરના રોજ 62, 26 ડિસેમ્બરના રોજ 52, 27 ડિસેમ્બરના રોજ 98, 28 ડિસેમ્બરના રોજ 178, 29 ડિસેમ્બરના રોજ 265  કેસ નોંધાયા છે.

80  અર્બન હેલ્થ સેન્ટર ઉપર પણ ટેસ્ટિંગની વ્યવસ્થા

જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં કોરોના ટેસ્ટિંગ વધારવાનો પણ નિર્ણય લીધો છે.જેમાં શહેરની જુદીજુદી ખાનગી અને સરકારી લેબોરેટરીમાં એન્ટિજન ટેસ્ટ થઈ રહ્યાં છે. શહેરમાં સરેરાશ દરરોજ સાત હજાર જેટલા RT-PCR અને એન્ટિજન ટેસ્ટ થાય છે. કોર્પોરેશન દ્વારા 80 જેટલા અર્બન હેલ્થ સેન્ટર ઉપર પણ ટેસ્ટિંગની વ્યવસ્થા કરાઈ છે.

અમદાવાદ શહેરમાં  29  ડિસેમ્બરના રોજ 4 પુરુષ અને 4 સ્ત્રી એમ 8 ઓમિક્રોન કેસ નોંધાયા, જેમાંથી 6 દર્દી વિદેશથી આવેલા છે અને 2 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડાઇની પણ તૈયારી થઇ ગઇ છે. રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઇ છે…કોરોનાની નવી લહેર સામે કેવી રીતે લડવામાં આવશે.તેની રણનીતિ તૈયાર થઇ ગઇ છે.રાજ્યના તમામ મહાનગરો કોરોના સામે મુકાબલો કરવા માટે તૈયાર થયા છે.

SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર

કોરોનાના કેસ વધતા અમદાવાદ મહાનગરપાલિકાની હોસ્પિટલ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવશે.આ ઉપરાંત 20 હજાર લિટર ઓક્સિજનની બે ટેન્ક SVP હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

અમદાવાદ મનપાએ 35 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો અનામત રાખ્યો 

LG હોસ્પિટલમાં 140 બેડ ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવશે.LG હોસ્પિટલમાં 6 હજાર લિટર લિકવિડ ઓક્સિજનના બે ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે.શારદાબેન હોસ્પિટલમાં 70 ICU બેડ અને 100 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે..અમદાવાદ મનપાએ 35 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પણ સંગ્રહિત રાખ્યો છે, આ ઉપરાંત 3 લાખ રેપિડ ટેસ્ટ કીટ અને RT-PCR ટેસ્ટિંગ માટે 12 હજાર કીટ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :  RAJKOT : શહેરમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ, 3 દિવસમાં બમણા થઇ રહ્યાં છે કેસો

આ પણ વાંચો : Surat : મહિલા ટ્રાફિક પોલીસનો કોલર પકડી ઝપાઝપી કરતા વ્યકિત વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરાઇ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati