RAJKOT : શહેરમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ, 3 દિવસમાં બમણા થઇ રહ્યાં છે કેસો

RAJKOT : શહેરમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ, 3 દિવસમાં બમણા થઇ રહ્યાં છે કેસો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 5:41 PM

RAJKOT CORONA UPDATE : રાજકોટ શહેરમાં કોરોનાના કેસનો ડબલીંગ રેશિયો 6 દિવસથી ઘટીને 3 દિવસ થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે.

RAJKOT : શહેરમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. શહેરમાં કોરોનાના કેસનો ડબલીંગ રેશિયો 6 દિવસથી ઘટીને 3 દિવસ થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે. રાજકોટ શહેરમાં હાલમાં કોરોના વાયરસના 101 એક્ટિવ કેસ છે.અમથી 93 જેટલા કેસોમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાંચ જેટલા ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવશે.

આ સાથે શહેરમાં ધન્વંતરી રથ પણ શરૂ કરવામાં આવશે. પોઝિટિવ કેસના સરેરાશ 84 જેટલા લોકોનું કોન્ટેક ટ્રેસિંગ કરવામાં આવશે. રાજકોટ શહેરમાં જેટલી ટીમો દ્વારા વિવિધ શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સિટી બસમાં લોકોની ભીડને લઇને ગાઇડલાઇનનું પાલન થાય તે માટે એજન્સીને તાકીદ કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં કોરોના કેસમાં વધારો થતા રાજકોટ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગયું છે…RMC કમિશનર અમિત અરોરાએ ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને રસીકરણ પર ભાર મૂકવાનો આદેશ આપ્યો છે.આ ઉપરાંત કોરોના પોઝિટિવ કેસ આવતાના 24 કલાકમાં જ દર્દીનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને હાઇ રિસ્ક ધરાવતા વ્યક્તિઓનો ટેસ્ટ કરવાની આરોગ્ય વિભાગને સૂચના અપાઇ છે.

શહેરમાં ટેસ્ટીંગ વધારવા માટે ફરી ધનવંતરી રથ વધારવાની પણ મનપા દ્વારા તૈયારી કરવામાં આવી છે.મિશ્ર ઋતુના પગલે શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓનું મોનિટરીંગ કરવા પણ RMC કમિશનરે આદેશ આપ્યો છે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં પણ કોરોનાને લઇને તંત્ર સતર્ક, દરરોજ 1000 ટેસ્ટ માટેનું આયોજન

આ પણ વાંચો : ગુજરાતમાં ત્રીજી લહેરનો ભય, સાત દિવસમાં કોરોનાના કેસ 432 ટકા વધ્યા,13 લોકોના મોત

g clip-path="url(#clip0_868_265)">