AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સાણંદમાં વિશ્વ કલ્યાણ માટે રાષ્ટ્ર જાગરણ 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ યોજાયો, કુંડના નામ દેશભક્તોના નામ પર રખાયા

આ મહાયજ્ઞનું નામ જ રાષ્ટ્ર જાગરણ મહાયજ્ઞ અપાયુ.  અહીં રાષ્ટ્રધ્વજ પણ ફરકાવાયો હતો. સાથે ભારતમાતા પૂજન કરવામાં આવ્યું હતું.આ મહાયજ્ઞમાં વ્યવસ્થાના અધ્યક્ષ તરીકે સ્વાતંત્ર સેનાની દશરથભાઈ પટેલ (દશુકાકા) અને વ્યવસ્થા વિભાગના મંત્રી સાગરસિંહ વાઘેલા,આ મહાયજ્ઞમાં મુખ્ય યજમાનના રૂપે શહીદ પરિવારના કુટુંબીજનો તથા પૂર્વ સૈનિક પરિવારજનો બિરાજમાન હતા.

Ahmedabad : સાણંદમાં વિશ્વ કલ્યાણ માટે રાષ્ટ્ર જાગરણ 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ યોજાયો, કુંડના નામ દેશભક્તોના નામ પર રખાયા
Jignesh Patel
| Edited By: | Updated on: Sep 12, 2023 | 9:33 AM
Share

Ahmedabad : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારની સાણંદ (Sanand) શાખાના યજમાન પદે સાણંદના આંગણે વિશ્વ કલ્યાણ અને શાંતિ અર્થે રાષ્ટ્ર જાગરણ 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું પવિત્ર આયોજન કરવામાં આવ્યુ હતુ. આ મહાયજ્ઞમાં (Mahayagna) દેશની એકતા અને અખંડિતતા માટે સૌને સહભાગી થવા માટે ગાયત્રી પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ અપાયું હતું.

આ પણ વાંચો-Mandi : અમરેલીની APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 10750 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

15 ઓગસ્ટના રોજ અન્ન પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાનાં હસ્તે આ ગાયત્રી મહાયજ્ઞ માટે વીર શહીદ મહિપાલસિંહ વાળાના નામથી કાર્યાલયનું ઉદઘાટન અને ભૂમિપૂજન કરાયું હતું.આ મહાયજ્ઞમાં પરમ પૂજ્ય ર્ડો.ચિન્મય પંડ્યાજી જેઓ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિકુંજ હરિદ્વારના વાઈસ ચાન્સેલર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન સાણંદ APMC ખાતે કરાયું હતું.

મહાયજ્ઞનું નામ જ રાષ્ટ્ર જાગરણ મહાયજ્ઞ

આ મહાયજ્ઞનું નામ જ રાષ્ટ્ર જાગરણ મહાયજ્ઞ અપાયુ.  અહીં રાષ્ટ્રધ્વજ પણ ફરકાવાયો હતો. સાથે ભારતમાતા પૂજન કરવામાં આવ્યું હતું.આ મહાયજ્ઞમાં વ્યવસ્થાના અધ્યક્ષ તરીકે સ્વાતંત્ર સેનાની દશરથભાઈ પટેલ (દશુકાકા) અને વ્યવસ્થા વિભાગના મંત્રી સાગરસિંહ વાઘેલા,આ મહાયજ્ઞમાં મુખ્ય યજમાનના રૂપે શહીદ પરિવારના કુટુંબીજનો તથા પૂર્વ સૈનિક પરિવારજનો બિરાજમાન હતા.

હજારી માતાના મંદિરેથી 1008 કળશ યાત્રા નીકળી

જેમાં 9 સપ્ટેમ્બરને શનિવારના રોજ હજારી માતાના મંદિરેથી 1008 કળશ યાત્રા નીકળી હતી. જેમાં સંતો મહંતોને બગીમાં બેસાડીને કળશનું પૂજન કરી પોથી,ફુલગરબા તેમજ રાષ્ટ્ધ્વજ અને ભગવાધ્વજ સાથે ઢોલ નગારા સાથે સાણંદના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી. જેમાં નગરજનોએ પુષ્પ વરસાવી ભવ્ય સ્વાગત કરીને સાણંદને રાષ્ટ્ભક્તિ અને ભગવામય બનાવ્યું હતું. આ શોભયાત્રામાં સંતોમાં જૂનાગઢના દશનામ જુના અખાડાના ગિરનારી બાપુ,કિન્નર અખાડાના મહામંડલેશ્વર સ્વીટુ માતાજી,માણકોલના સંત જોગીબાબા અને ગાયત્રી મંદિરના સંત સૂર્યાદેવીજીની પાવન ઉપસ્થિતિ હતી.

10 સપ્ટેમ્બરને રવિવારના રોજ ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. તેમજ નારી તું નારાયણી વિષય અંતર્ગત નારી સંમેલન યોજાયું હતું. ત્યારબાદ સાંજે 108 કુંડ પર દીપ પ્રગટાવીને સુંદર રાષ્ટ્ જાગરણ 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ નામ લખીને દીપ પ્રજ્વલન કરી દીપયજ્ઞ યોજાયો હતો

11 સપ્ટેમ્બરને સોમવારના રોજ ગર્ભ સંસ્કાર અને મંત્રદીક્ષા કાર્યક્રમ યોજાયો હતો, ત્યારબાદ યજ્ઞના પુર્ણાહુતી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદી તેમજ ધર્મના બહેન કમરબેન શેખ,રામકૃષ્ણ મઠ અમદાવાદના સ્વામી પ્રભુસેવાનંદજી,સંસ્કારધામના પ્રમુખ ર્ડા.આર.કે.શાહ,સમન્વય પરિવારના પ્રમુખ રસિકભાઈ ખમાર,ટ્રસ્ટી ડૉ.સુરેશભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

108 કુંડના નામ દેશભક્તોના નામ પર રખાયા

ખાસ મહત્વની વાત તો એ છે કે રાષ્ટ્ જાગરણ ગાયત્રી મહાયજ્ઞમાં 108 કુંડના નામ દેશભક્તોના નામ પરથી રાખેલા હતા. તેમજ યજ્ઞશાળાનું નામ શ્રી હજારીમાતા યજ્ઞશાળા, તથા મુખ્ય પ્રવેશદ્વારનું હીરાબા પ્રવેશદ્વાર નામ રાખવામાં આવ્યુ હતુ. તથા ભોજનશાળાનું નામ સંતમુનિદાસજી મહારાજ ભોજનશાળા રાખવામાં આવ્યુ હતું, તેમજ છોડમાં રણછોડ એક વૃક્ષ એક તરુંમિત્ર અભિયાન અંતર્ગત 1008 વૃક્ષના રોપા આપવામાં આવ્યા અને આવો ઘડે સંસ્કારવાન પેઢી થીમ અંતર્ગત ગર્ભ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">