અમદાવાદ પોલીસ માટે ‘બગાસુ ખાતા પતાસુ મળ્યું’ જેવો ઘાટ, દારુને બદલે ઝડપાયુ કોલ સેન્ટર, જાણો વિગતે

Ahmedabad: વાડજમાં દારૂની રેડ માટે ગયેલી પોલીસે બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ કર્યો છે. યુ.એસ.બેંકના કર્મચારી બનીને લોન આપવાના નામે અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

અમદાવાદ પોલીસ માટે 'બગાસુ ખાતા પતાસુ મળ્યું' જેવો ઘાટ, દારુને બદલે ઝડપાયુ કોલ સેન્ટર, જાણો વિગતે
આરોપી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Oct 13, 2022 | 5:37 PM

બગાસુ ખાતા પતાસુ હાથમાં આવી જવાના કિસ્સા ઘણીવાર પોલીસ બેડામાં પણ સામે આવતા હોય છે. અમદાવાદ (Ahmedabad) માં વાડજ પોલીસ સાથે પણ કંઈક એવુ જ થયુ. વાડજમાં દારૂની રેડ માટે ગયેલી પોલીસે બોગસ કોલ સેન્ટર (Bogus Call Center) નો પર્દાફાશ કર્યો છે. વાડજમાં યુ.એસ. બેંકનો કર્મચારી બનીને લોન (Loan) આપવાના નામે અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. હર્ષિલ શાહ નામનો આ આરોપી બીએસસી અને આઈટીનો અભ્યાસ કરી ચુક્યો છે. આ શખ્સ અમેરિકન નાગરિકોને ઘરમાં બેસીને ચુનો લગાવતો હતો. આરોપીએ ઘરમાં જ કોલ સેન્ટર શરૂ કર્યુ હતુ.

વાડજમાં શીમંધર સ્ટેટસ ફ્લેટમાં આ યુવક અમેરિકન નાગરિકોને લોન આપવાની લાલચ આપી તેમની પાસેથી પૈસા પડાવતો હતો. વાડજમાં ફ્લેટમાં દારૂ છુપાવ્યો હોવાની બાતમી મળતા પોલીસ દારૂની રેડ માટે પહોંચી હતી. રેડ દરમિયાન પોલીસને ઈમ્પોર્ટેડ દારૂની બોટલ તો મળી પરંતુ સાથોસાથ ઈન્ટરનેશ કોલ સેન્ટર ચાલતુ હોવાની પણ જાણકારી મળી. પોલીસે 1.25 લાખ રૂપિયાની કિંમતની પાંચ દારૂની બોટલ, લેપટોપ અને મોબાઈલ કબ્જે કર્યા છે.

પકડાયેલ આરોપી છેલ્લા છ માસથી કોલ સેન્ટર ચલાવતો હતો. કલકતામા કોલ સેન્ટરમાં નોકરી કરીને તાલીમ મેળવી હતી અને ત્યાર બાદ ઘરે કોલ સેન્ટર શરૂ કર્યુ. આરોપી હર્ષિલ શાહ પોતે US બેન્કનો કર્મચારી બનીને ઝુમ એપ્લીકેશન દ્રારા અમેરિકન નાગરિકોને કોલ કરતો હતો અને લોન આપવાના બહાને બાંયધરીના નામે પ્રોસેસીગ ફી દ્રારા ગુગલ પે, વોલમાર્ટ અને એપલનુ ગીફટકાર્ડ મેળવીને આગંડીયા પેઢી મારફતે ભારતીય ચલણમાં નાણા મેળવતો હતો. પોલીસે તેના લેપટોપમાંથી અમેરિકન નાગરિકોના ડેટા સહિત મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વાડજ પોલીસને કોલ સેન્ટર સાથે ઘરમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હોવાથી આરોપી હર્ષિલ શાહ વિરૂધ્ધ દારૂને લઈને વધુ એક ગુનો નોંધાવામા આવ્યો છે. આ ઉપરાંત આરોપીએ કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી તે મુદ્દે પુછપરછ શરૂ કરી છે. પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે. સૌપ્રથમ તેની સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. આ ઉપરાંત તેની સાથે અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">