Ahmedabad : સરકાર સાથે છેતરપિંડી કરનારા ઓટો ડીલરની પોલીસે ધરપકડ કરી

ચાંદખેડા પોલીસે એક રિપોર્ટ આરટીઓને(RTO) કર્યો હતો. જેમા વીમો ઈશ્યુ કર્યા વિના નવા બાઈકનુ વેચાણ કરવામાં આવ્યુ હતુ. જે બાઈક્સ ઓટોમાંથી વેચાયુ હતુ. જેથી તપાસ કરતા આવા 80 વાહનો મળી આવ્યા હતા. જેમાંથી 69 વાહનોના વીમો શરૂ થયા ન હતા.

Ahmedabad : સરકાર સાથે છેતરપિંડી કરનારા ઓટો ડીલરની પોલીસે ધરપકડ કરી
Ahmedad Police Arrest Auto Dealer
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Apr 28, 2022 | 10:51 PM

ગુજરાત(Gujarat)  સરકાર સાથે છેતરપિંડી(Fraud)  કરનાર ઓટો ડીલર આરોપીની રાણીપ પોલીસે ધરપકડ કરી છે. વાહન વેચવાની મંજુરી રદ કરી હોવા છતાં વાહન વેચ્યા હતા. તેમજ સાથે જ દંડ પેટે વ્યાજ ન ભરી સરકાર સાથે રૂપિયા 1.15 લાખની છેતરપિંડી કરી હતી.જેથી પોલીસે ઓટો ડીલરની(Auto Dealer) ધરપકડ કરી છે અને તેના પિતા ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.રાણીપ પોલીસે સાહિલ નૈશાધ શાહ વિજય ચાર રસ્તા પાસે રહે છે અને બાઈક્સ ઓટોના નામે ડીલરશિપ ધરાવી વાહનોનુ વેચાણ કરે છે. પણ આરોપીએ વાહનના ઈનવોઈસ અને વીમો ઈશ્યુ કર્યા વિના તેનુ વેચાણ કરતો હોવાનુ સામે આવ્યુ હતુ. જેથી તેનુ વેચાણ સર્ટિફિકેટ રદ્ કરવામાં આવ્યુ હતુ. જો કે આ સમયગાળા દરમિયાન આરોપીએ કુલ 80 વાહનો વેચ્યા હતા.

વીમો ઈશ્યુ કર્યા વિના નવા બાઈકનુ વેચાણ કરવામાં આવ્યુ હતુ

જે હકિકત સામે આવતા આરટીઓએ તપાસ શરુ કરી હતી. જેથી આરોપી પિતા પુત્ર સાહિલ અને નૈશાધ શાહની સંડોવણી સામે આવી હતી. તેથી પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ ગુનાની હકિકત પોલીસની સતર્કતાથી સામે આવી હતી. ચાંદખેડા પોલીસે એક રિપોર્ટ આરટીઓને કર્યો હતો. જેમા વીમો ઈશ્યુ કર્યા વિના નવા બાઈકનુ વેચાણ કરવામાં આવ્યુ હતુ. જે બાઈક્સ ઓટોમાંથી વેચાયુ હતુ. જેથી તપાસ કરતા આવા 80 વાહનો મળી આવ્યા હતા. જેમાંથી 69 વાહનોના વીમો શરૂ થયા ન હતા.આ ઉપરાંત ઓનલાઈન નોંધણી માટે પણ ખોટા ઈનવોઈસ રજુ કરવામાં આવ્યા હતા..જે બદલ બાઈકના વેચાણનો ટેક્ષ અને તેના દંડ પેટે કુલ 1.15 લાખ આરટીઓમાં ભરવાના હતા. પરંતુ આરોપીએ તે પણ ન ભરતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

રાણીપ પોલીસે સરકાર સાથે છેતરપિંડીના ગુનામાં આરોપી પુત્ર સાહિલની ધરપકડ કરી છે. પરંતુ તેના પિતા નૈશાધ ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ઉપરાંત આરોપીએ બનાવટી ઈનવોઈસ અને વીમાના દસ્તાવેજો ક્યાંથી બનાવ્યા અને તેની સાથે કોની કોની સંડોવણી છે તે અંગે તપાસ શરૂ કરી છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ પણ વાંચો :  Ahmedabad: નવરંગપુરા વિસ્તારમાં આવેલું 62 વર્ષ જૂનું સરદાર પટેલ સ્ટેડિયમ જર્જરિત, ઈવેન્ટ માટે બંધ કરવાનો લેવાયો નિર્ણય

આ પણ વાંચો :  Gandhinagar: મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગર કલેકટર ઓફિસની ઓચિંતી મુલાકાત લીધી, થયો આ પર્દાફાશ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">