AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં પ્લેન ક્રેશના કાટમાળને સ્થળાંતર કરતી ટ્રકને પણ નડ્યો અકસ્માત, જુઓ Video

અમદાવાદના શાહીબાગમાં AI171 વિમાન ક્રેશના કાટમાળને એરપોર્ટ લઈ જતા ટ્રક ACB ઑફિસ પાસે અકસ્માતમાં ફસાયો. વિમાનની ટેલ ઝાડમાં ફસાઈ ગઈ. પોલીસ અને ફાયર વિભાગે કામગીરી કરી

Breaking News : અમદાવાદમાં પ્લેન ક્રેશના કાટમાળને સ્થળાંતર કરતી ટ્રકને પણ નડ્યો અકસ્માત, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2025 | 3:26 PM
Share

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં તાજેતરમાં થયેલા AI171 વિમાન ક્રેશના કાટમાળને એરપોર્ટ તરફ લઈ જતી વખતે એક અનોખો ઘટનાક્રમ સર્જાયો. પ્લેનની ટેલ લઈ જઈ રહેલા ટ્રકને ACB કચેરી નજીક દુર્ઘટના નડતા ભારે ખલેલ જોવા મળી.

ACB કચેરી નજીક ટ્રકનો પાછળનો ભાગ ટેલ સાથે ઝાડમાં ફસાઈ ગયો અને તેની અસરથી વિમાનની ટેલ તૂટી ગઈ હતી. ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી અને ટેલના ભાગને હટાવવાનો પ્રયાસ શરૂ કર્યો.

પ્રશાસનને માર્ગ સલામત રાખવા માટે શાહીબાગ ડફનાળા ક્રોસિંગથી કેમ્પ હનુમાન મંદિર સુધીનો માર્ગ થોડા સમય માટે બંધ કરવો પડ્યો. સમગ્ર ઘટનાની વધુ મુશ્કેલી એ હતી કે ક્રેશ સમયે પણ પ્લેનની ટેલ એ જ સ્થળે ફસાઈ હતી, અને હવે કાટમાળના નિકાલ દરમ્યાન ફરી તેવી જ સમસ્યા સર્જાઈ.

જાણકારી મુજબ, AI171 વિમાન ક્રેશમાં 260 કરતા વધુ લોકોના જાન ગયા હતા અને હાલમાં તપાસ એજન્સીઓ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. પ્લેનનો કાટમાળ રાતે મોડે એરપોર્ટ પહોંચાડી દેવામાં આવ્યો હતો.

અત્યાર સુધીમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 247 લોકોના મૃતદેહોના ડીએનએ ટેસ્ટ સફળતાપૂર્વક મેચ થયા છે. તેમના પૈકી 232 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જ્યારે 3 પરિવારો હજુ પણ તેમના નજીકના સભ્યના મૃતદેહ માટે રાહ જોઈ રહ્યા છે.

કુલ 23 મૃતદેહોને હવાઈ માર્ગે તેમના વતન મોકલવામાં આવ્યા છે અને 209 મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફતે પરિવારો સુધી પહોંચાડવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા લોકોમાં 175 ભારતીય નાગરિકો, 60 વિદેશી નાગરિકો અને 12 નોન પેસેન્જરો (જેમ કે ક્રૂ મેમ્બર અથવા અન્ય સ્ટાફ)નો સમાવેશ થાય છે. સરકાર અને તંત્ર દ્વારા આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને ઓળખવાની અને તેમના પરિવારજનો સુધી પહોંચાડવાની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે.

12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું, વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">