Vijay Rupani : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ધટનામાં વિજય રૂપાણીનું નિધન, ગુજરાતના બીજા CM સાથે બની આવી ઘટના, જાણો
અમદાવાદ એરપોર્ટ નજીક મેઘવાણી વિસ્તારમાં 12 જૂનના રોજ બપોરે એર ઇન્ડિયાનું એક પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેક ઓફ થયાના 5 મિનિટમાં જ ક્રેશ થઈ ગયું. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. આ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ સીએમનું મૃત્યું થયું છે.

અમદાવાદ માટે ગુરુવારનો દિવસ ખુબ જ ભયાનક રહ્યો છે. કારણ કે, એક એવી ઘટના બની છે. જેને વર્ષો સુધી ભૂલાશે નહી કારણ કે, અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. જેમાં અનેક લોકોના મોત થયા છે. ગુજરાતના પૂર્વ સીએમ પણ આ અકસ્માતનો ભોગ બન્યા છે.
ટેક ઓફ કર્યા પછી પ્લેન લગભગ 600 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું અને પછી નીચે પડવા લાગ્યું. ટૂંક સમયમાં જ વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું અને તેમાં આગ લાગી ગઈ. પ્લેન બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડ્યું, જેના કારણે ત્યાં હાજર વિદ્યાર્થીઓને પણ ઈજા થઈ છે. આ ફ્લાઇટમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા
BJ મેડિકલ કોલેજના બોય્ઝ હોસ્ટેલ પર પ્લેન ક્રેશ થયુ છે. તેમાં 20 જેટલા વિદ્યાર્થીઓના મોતની આશંકા કરવામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે,એર ઈન્ડીયા પ્લેન ક્રેશ થયુ તેમાં ક્રુ મેમ્બર સહિત 235 લોકો સવાર હતા. તેમાં બ્રિટનના 53 અને પોર્ટુગલના 7 પેસેન્જર હતા.
ગુજરાતમાં ગુરુવાર રાજકીય ઇતિહાસનો એક ભયાનક પ્રકરણ ફરી જીવંત થયું હતુ, કારણ કે 2016 થી 2021 સુધી રાજ્યના 16મા મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય રૂપાણીનું અમદાવાદમાં એર ઇન્ડિયા AI 171 દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
તમને જણાવી દઈએ કે,ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીનું હવાઈ અકસ્માતમાં મૃત્યુ થવાની આ બીજી ઘટના છે, જે છ દાયકા પહેલા બળવંતરાય મહેતાના મૃત્યુ થયું હતું. બળવંતરાય મહેતાનું મૃત્યુ પણ વિમાન ક્રેશ થવાને કારણે 1965માં થયું હતું.
ત્યારે ગુરુવારે અમદાવાદમાં બોઇંગ 787 ડ્રીમલાઇનર ટેકઓફના પાંચ મિનિટ પછી મેઘાણી નગરના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેમાં 242 લોકો સવાર હતા, જેમાં વિજય રૂપાણીનો સમાવેશ થાય છે.
25 ફેબ્રુઆરી 1963ના રોજ જીવરાજ નારાયણ મહેતાના સ્થાને બળવંત રાય મહેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ગુજરાતના દ્વિતિય મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું મૃત્યુ પણ વિમાન ક્રેશ થવાને કારણે 1965માં થયું હતું,