અમદાવાદ : પરશુરામ જયંતિ અને રમઝાન ઇદ બે વર્ષ બાદ સાથે ઉજવાશે, બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન
અમદાવાદ શહેર (Ahmedabad) તથા ગાંધીનગર બન્ને જગ્યાએ વિશાળ સંખ્યા લગભગ 5000ની સંખ્યા સાથે ભુદેવો શોભા યાત્રામાં જોડાશે. અને, રાત્રે ગાંધીનગર બ્રહ્મભવન ખાતે ડાયરામાં લગભગ 10000ની સંખ્યામાં ભુદેવો જોડાશે.

સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર દ્વારા આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવ (Lord Parashuram Janmotsav)નિમિતે ૩ મે મંગળવારના રોજ ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું (Shobha Yatra)આયોજન થયું છે. સમસ્ત (Gujarat Brahmasamaj)ગુજરાત બ્રહ્મસમાજ, માતૃસંસ્થા દ્વારા સમગ્ર ગુજરાતના 23 જિલ્લાઓ તથા તેના 165 તાલુકામાં તારીખ 3 મેં મંગળવારનાં પવિત્ર દિવસે શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ ખાતે પ્રસ્થાન સ્થળ કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર, સાળંગપુરથી સવારે ૭:૩૦ કલાકે યાત્રા નીકળીને મુક્તજીવન સ્વામિનારાયણ મંદિર મણિનગર મુકામે જશે. જે રૂટ અંદાજે 12 કિલોમીટરનો રહેશે.
અમદાવાદ શહેર તથા ગાંધીનગર બન્ને જગ્યાએ વિશાળ સંખ્યા લગભગ 5000ની સંખ્યા સાથે ભુદેવો શોભા યાત્રામાં જોડાશે. અને, રાત્રે ગાંધીનગર બ્રહ્મભવન ખાતે ડાયરામાં લગભગ 10000ની સંખ્યામાં ભુદેવો જોડાશે. અને પરશુરામ જયંતિને લઈને ઉજવણી કરશે. તેમજ વાડજ ખાતે ભગવાન પરશુરામની મૂર્તિની પ્રતિષ્ઠા પણ કરાશે.
ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાઓ, સમુહ આરતી અને રાત્રે ભવ્યાતિભવ્ય ડાયરો, તથા અન્ય ધાર્મિક કાર્યક્રમ, સમુહ પ્રસાદ વિતરણ, અને તમામ જગ્યાએ છાસ, લિંબૂ સરબત, જરૂરીયાત મંદ લોકોને વિશાળ સંખ્યામાં ભોજન વિતરણના સમગ્ર સમાજનાં લોકોને સાથે મળીને સેવાકીય પ્રવૃતિઓ કરીને વસુદેવ કુટુમ્બ કમની શુભકામના સાથે મળીને ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ-ગુજરાતની જુનામાં જુની સંસ્થા જેનો નારો “એક આવાજ એક જ સમાજ” શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, જેની સ્થાપના 1987માં કરવામાં આવી હતી. અને અત્યારે ગુજરાતમાં 23 જિલ્લાઓ અને 165 તાલુકામા વિશાળ સંખ્યામાં સંગઠનો ધરાવે છે.
રામનવમી વખતે રાજ્યમાં બનેલી ઘટના ન બને તેના પર અપાયું ધ્યાન
ઉલ્લેખનીય છે કે પરશુરામ જયંતિ અને રમઝાન એક જ દિવસે છે. તેમજ અખાત્રીજ પણ છે. જેથી રામનવમી વખતે રાજ્યમાં કેટલાક સ્થળે પથ્થરમારો અને અન્ય બનાવ બન્યા તેવા બનાવ અમદાવાદમાં પરશુરામ શોભાયાત્રા દરમીયાન ન બને માટે વિવિધ સમાજના લોકો સાથે ચર્ચા પણ કરાઈ. તેમજ પોલીસને પણ સાથે રાખી ચર્ચા કરવામાં આવી. તો એ દિવસે શહેરમાં પોલીસનો વિશેષ બંદોબસ્ત પણ રહેશે. જેથી કોઈ અઘટિત ઘટના ન બને અને માહોલ ડોહળાયા વગર પરશુરામ જયંતિ અને રમઝાન પર્વની ઉજવણી થઈ શકે.
ઉપરોક્ત વિગત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ માતૃ સંસ્થા દ્વારા AMA ખાતે કાર્યક્રમ યોજી જાહેરાત કરી હતી. જે કાર્યક્રમમાં પ્રમુખ પિનાકીન રાવલ, મહામંત્રી અનિલકુમાર શુક્લ, મહીલા પ્રમુખ ડો.ધારીણી શુકલ ,મહિલા મહામંત્રી પ્રો.ડો.સ્મિતા જોષી, યુવા પ્રમુખ કશ્યપ જાની, તથા યુવા મહામંત્રી હાર્દિક રાવલે જણાવેલ. તો અમદાવાદ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર શુક્લ, મહામંત્રી રૂપેશ પંડ્યા, અમદાવાદ શહેર મહિલા પ્રમુખ સ્મિતા જોશી,સોનલ જાની તથા અમદાવાદ શહેર યુવા પ્રમુખ મિલન પાઠક, ઇશિત ભટ્ટ તથા ગાંધીનગર બ્રહ્મસમાજનાં હોદ્દેદારો નરેશભાઈ, યુવા પ્રમુખ ક્રિષ્ના જાની, તુશાર રાવલ, સંદિપ જોષી તમામ અમદાવાદ શહેર તથાં ગાંધીનગર બ્રહ્મસમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો :Surat: ખાતરની સબસિડીમાં વધારો થતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 200 કરોડનો ફાયદો થશે, ખેડૂતોમાં ખુશીની લહેર
આ પણ વાંચો :Banaskantha: ડીસામાં બનાસ નદીના બ્રિજ પરની ટ્રાફિક સમસ્યા વકરી, નિરાકરણ માટે તંત્રને રજૂઆત કરવામાં આવી