AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : અમદાવાદના આંગણે આગામી 13 મે થી 28 મે સુધી યોજાશે પાક મહોત્સવ, ખેડૂતોની આવક બમણી કરવા આયોજન

Ahmedabad: અમદાવાદના આંગણે આગામી 13 મે થી 28 મે દરમિયાન મેંગો, ઔષધી, ધાન્ય, કઠોળ અને પાક મહોત્સવ યોજાશે. ખેડૂતોની આવક બમણી કરવા સરકાર પ્રયાસરત છે, ત્યારે અમદાવાદમાં 15 દિવસ સુધી પાક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.

Ahmedabad : અમદાવાદના આંગણે આગામી 13 મે થી 28 મે સુધી યોજાશે પાક મહોત્સવ, ખેડૂતોની આવક બમણી કરવા આયોજન
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2023 | 5:52 PM
Share

કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અવનવી યોજનાઓ અમલમાં મુકી રહી છે. જે અંતર્ગત આગામી 13 મે થી 28 મે સુધી અમદાવાદમાં મિલેટ્સ, મેંગો, ઔષધી, તેમજ ધાન્ય કઠોળ પાક મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે. અમદાવાદના 132 ફુટ રીંગ રોડ, અંબિકા ફ્લેટની સામે, પલ્લવ ચાર રસ્તા, અંકુર રોડ સ્થિત ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક અમદાવાદના પટાંગણમાં આગામી 13 થી 28 મે સુધી મિલેટ્સ મેંગો, ઔષધિ, તેમજ ધાન્ય કઠોળ પાક મહોત્સવ યોજાશે.

જેમા મિલેટ્સ મેંગો, તેની બાય પ્રોડક્ટ તેમજ અન્ય ધાન્ય કઠોળ પાકના ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતો, NGO અને FPO તેમના કૃષિ ઉત્પાદનના પ્રદર્શન અને વેચાણ માટે આ મહોત્સવ ઘણો ઉપયોગી પુરવાર થઈ શકે છે.

સંયુકત રાષ્ટ્રની મહાસભાએ વર્ષ 2023ને મિલેટ્સ યર કર્યુ છે જાહેર

ભારત સરકારના પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ વર્તમાન 2023ના વર્ષને ઈન્ટરનેશનલ મિલેટ યર જાહેર કર્યુ છે. ભારત સરકાર દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવેલો જેને યુએનના ખાધ અને કૃષિ સંગઠન (એફએઓ) દ્વારા ઇટાલીના રોમ ખાતે સમર્થન મળ્યું છે. અંગ્રેજીમાં મિલેટ શબ્દ બાજરી, જુવાર અને રાગી પ્રકારના પોષક અનાજ માટે વપરાય છે. સામાન્ય રીતે જેને બરછટ કે જાડા ધાન્ય ગણવામાં આવે છે તે ખરેખર તો પોષક અનાજ છે. લોકોની સરેરાશ સુખ- સમૃધ્ધિ વધી છતાં શરીરમાં પોષકતત્વોની જે તાણ પડી રહી છે તે આ અદભૂત અનાજથી પુરી કરી શકાય તેમ છે.

આ પણ વાંચો: Surat: મિલેટ્સ અંગે જાગૃતિ લાવવા બારડોલીમાં ક્રેડિટ સોસાયટી દ્વારા જનજાગૃતિના ભાગ રૂપે 7500 સભાસદોને મિલેટ્સ કીટની વહેંચણી

એક સમય હતો કે આ પ્રકારના ધાન્ય અનાજ માનવીઓના મૂળભૂત ખોરાકમાં સ્થાન ધરાવતા હતા. સુપર ફૂડ ગણવામાં આવતી બાજરીનો તો મહિમા જ વિસરાઇ રહયો છે. નવાઇની વાત તો એ છે કે જેમનું બાળપણ ખેતી અને ગ્રામીણ પરીસરમાં થયું હતું. જેઓ બાળપણમાં બાજરીના રોટલા અને શાક ખાઇને મોટા થયા તેમને પણ મોં ફેરવી લીધું છે. ઘી લગાવેલ બાજરીનો ગરમ રોટલો અને ગોળ શકિતવર્ધક હોવા છતાં આજની પેઢીને પણ આઉટ ઓફ ડેટ લાગે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">