Surat: મિલેટ્સ અંગે જાગૃતિ લાવવા બારડોલીમાં ક્રેડિટ સોસાયટી દ્વારા જનજાગૃતિના ભાગ રૂપે 7500 સભાસદોને મિલેટ્સ કીટની વહેંચણી
જાડા ધાન્ય જેવા કે બાજરી, નાગલી, જુવાર નો ખૂબ પ્રચાર થાય તેમજ આ પ્રકારનો પાક લેતા ખેડૂતોની ઉપજનું વેચાણ વધે અને ઉત્તમ ભાવ મળે તેવો હેતું આ કાર્યક્રમનો હતો. આ પ્રસંગે મિલેટ્સની વાનગીઓને લગતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
સુરત જિલ્લાના બારડોલીમાં મિલેટસ યરની ઉજવણીના ભાગ રૂપે બારડોલીની જનતા કો-ઓપ.ક્રેડિટ સોસાયટી 7500 સભાસદોને મિલેટ્સ (જાડા અનાજ)ની કીટ આપવામાં આવી હતી. યુનો દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યરની ઉજવણી થઈ રહી છે.
આપડા દેશ માં ઉત્પાદિત જાડા ધાન્ય જેવા કે બાજરી, નાગલી, જુવાર નો ખૂબ પ્રચાર થાય તેમજ આ પ્રકારનો પાક લેતા ખેડૂતોની ઉપજનું વેચાણ વધે અને ઉત્તમ ભાવ મળે તેવો હેતું આ કાર્યક્રમનો હતો. આ પ્રસંગે મિલેટ્સની વાનગીઓને લગતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં રાખવામાં આવેલા ભોજન સમારંભમાં પણ મિલેટ્સની જ વાનગીઓ પીરસાઈ હતી.
ગ્રામ્ય વિસ્તારોમાં આ હેતુ પાર પાડવા બારડોલી જનતા ક્રેડિટ સોસાયટી દ્વારા પ્રથમ અને પ્રોત્સાહક પ્રથમ પગલું ભરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાના આગેવાનો પણ હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમ થકી મિલેટ્સના સેવન થકી આરોગ્યના વિવિધ ફાયદાઓ અંગે કૃષિ યુનિવર્સિટી ના તજજ્ઞો એ માર્ગદર્શન પણ આપ્યું હતું.
જુવાર, બાજરી જેવા ધાન્યની પોષણક્ષમતા અંગે જાગૃતિ આવે તે માટે સુરત જિલ્લાની સહકારી ક્રેડિટ સોસાયટીઓ દ્વારા પ્રથમ અમલીકરણ કરાયું છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ યુનાઇટેડ નેશન્સ દ્વારા પણ આ અંગે કાર્યક્મ આયોજિત કરવામાં આવ્યો હતો.
સુરત જિલ્લાના બારડોલી ખાતે જનતા ક્રેડિટ સોસાયટી દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2023ને યુનો દ્વારા મિલીટ્સ યર 2023 જાહેર કરવામાં આવ્યું છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ આ પ્રકારના ધાન્યનો વધુ ને વધુ પ્રચાર પ્રસાર થાય એ અંગે જાગૃતિ લાવવા હાંકલ કરવામાં આવી હતી.
જેના ભાગ રૂપે રાજ્યમાં પ્રથમ વાર સુરત જિલ્લાના બારડોલી ક્રેડિટ સોસાયટી દ્વારા અન્ન મહોત્સવનું આયોજન કરાયું હતું. 7 હજાર થી વધુ સભાસદો ધરાવતી આ જનતા ક્રેડિટ સોસાયટી છે. સાત હજાર થી વધુ સભાસદો ને વિવિધ ધાન્યના લોટ તેમજ લોટમાંથી બનતી વાનગીઓની પુસ્તિકા પણ આપવામાં આવી હતી.
વિથ ઇનપુટ, જિજ્ઞેશ મહેતા , બારડોલી ટીવી9
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…