Ahmedabad : હિટ એન્ડ રનમાં વધુ એક યુવકનો ભોગ લેવાયો, યુવક 500 ફૂટ ઢસડાયો, કાર માલિક ફરાર

અમદાવાદમાં (Ahmedabad)શહેરના આરટીઓ સર્કલ પાસે હિટ એન્ડ રન (Hit And Run) કેસમાં યુવક મોત નિપજ્યું છે. જેમાં ઓડી કાર ચાલકે પુરઝડપે હંકારી બાઇક સવારને અડફેડે લીધો છે. જેમાં અકસ્માત (Accident) એટલો ગંભીર હતો કે કાર ચાલકની ટક્કરથી યુવાન 500 ફૂટ જેટલો ઢસડાયો હતો

Ahmedabad : હિટ એન્ડ રનમાં વધુ એક યુવકનો ભોગ લેવાયો, યુવક 500 ફૂટ ઢસડાયો, કાર માલિક ફરાર
Ahmedabad Hit And Run
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Aug 19, 2022 | 4:33 PM

અમદાવાદમાં (Ahmedabad)શહેરના આરટીઓ સર્કલ પાસે હિટ એન્ડ રન (Hit And Run) કેસમાં યુવક મોત નિપજ્યું છે. જેમાં ઓડી કાર ચાલકે પુરઝડપે હંકારી બાઇક સવારને અડફેડે લીધો છે. જેમાં અકસ્માત (Accident) એટલો ગંભીર હતો કે કાર ચાલકની ટક્કર એ યુવાન 500 ફૂટ જેટલો ઢસડાયો હતો. આ અકસ્માત કરનાર ઓડી કાર ચાલક કોણ હતો જેને લઈ ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે..પરતું અકસ્માત થયેલ ઓડી કાર પોલીસે કબ્જે લઈ વધુ તપાસ શરૂ કરી છે. ગાંધીનગરના ઝુંડાલમા રહેતો અને છેલ્લા સાત દિવસ થી વિશાલ સર્કલ પાસે આવેલ હોટલ માં કેશિયર તરીકે નોકરી કરતા યશ ગાયકવાડ ગઇકાલે રાત્રે તેની નોકરી પૂર્ણ કરી ને ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે ચીમનભાઈ બ્રિજ ચડતા આશરે સો ફૂટ ચડતા અચાનક ડિવાઈડર થી સામેના ભાગે ના રોડ પર સામે થી આવતી ઓડી કાર ચાલક એ ટક્કર મારી હતી. મૃતક યુવક ગાડી નીચે આવી ગયો હોવા છતાં કાર ચાલક એ પુર ઝડપે કાર ચલાવી મૃતક યુવક ને ઢસડાયો હતો. આ લગભગ 500ફૂટ જેટલો ઢસડીને દૂર પડ્યો હતો.

બિનવારસી હાલતમાં હોવાથી હોટલ મેનેજમેન્ટ પોલીસને જાણ કરી

જેમાં ગંભીર ઇજગ્રસ્ત થતા યુવકનું ધટના સ્થળે મોત નીપજ્યું હતું.જોકે સીસીટીવીમાં ઘટના કેદ થઈ હતી.જેના આધારે ઓડી કાર ચાલક શોધી પાડ્યો છે.પરતું અકસ્માત કોને સર્જાયો જેને લઈ પોલીસે પુછપરછ કરાઈ રહી છે.એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ અકસ્માત થનાર ઓડી કાર ચાલકના માલિક રોહન કુમારની પુછપરછ કરતા કહેવું છે કે પોતે દિલ્હી ગયા હતા.ત્યાંથી પરત અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા ત્યારે તેનો ડ્રાઇવર નિજેશ રાવત ઘરેથી કાર લઈ નીકળ્યો હતો..એણે એરપોર્ટ આવ્યો ત્યારે કીધું કે કૂતરું વચ્ચે આવી જતા કારના આગળનો ભાગ તૂટી ગયો.જોકે ગાડી ચાલુ ન થતા એરપોર્ટ નજીક એક હોટલ બહાર મૂકી દીધી હતી. આ હોટલ બહાર પાર્ક કરેલ કાર બિનવારસી હાલતમાં હોવાથી હોટલ મેનેજમેન્ટ પોલીસને જાણ કરી હતી.ત્યારે કાર માલિક કહેવું છે કે એરપોર્ટ થી પોતે રિક્ષામાં આવ્યા હતા.

ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ

પરતું કાર માલિકની વાત પોલીસને ગળે ન ઉતરતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે બીજી બાજુ અકસ્માત કરનાર ડ્રાઇવર નિજેશ ફરાર થઈ ગયો છે જેને પોલીસે પકડવા તપાસ શરૂ કરી છે. આ અકસ્માત કરનાર કાર માલિક છે કે તેનો ડ્રાઇવર જેની પોલીસ તપાસ હાથ ધરી છે..જેને લઈ પોલીસ એ આસપાસ નાં સીસીટીવી ફૂટેજ તેમજ એફ.એસ.એલની મદદ લઈને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે..

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">