Ahmedabad: હવે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે માણી શકાશે રીવર રાફ્ટિંગની મજા
એક્ટિવિટી શરૂ થતાં રિવર ફ્રન્ટ પર વધુ એક નવું નજરાણું ઉભું થયું છે. તેમજ કોઈ બનાવ ન બને માટે પોઈન્ટ પર ટ્રેન સ્ટાફ રાખવામાં આવ્યો છે. જેઓ બોટિંગ કરનારને શરૂઆતમાં તમામ સમજ પૂરી પાડે છે અને બોટિંગ સમયે એક ટીમ અન્ય બોટમાં સાથે રહે છે.

સામાન્ય રીતે રીવર રાફ્ટિંગની મજા માણવા માટે લોકો અન્ય રાજ્ય અને વિદેશોમાં જતા હોય છે, પરંતુ હવે આ મજા લોકોને અમદાવાદના આંગણે અને તે પણ સાબરમતી નદીમાં માણવા મળી રહી છે. જેની શરૂઆત થતાં લોકો પણ આ એક્ટિવિટીની મજા લેવા માટે પહોંચી ચૂક્યા છે.
કાયાકિંગ એક્ટિવિટીની મજા માણવા પહોંચ્યા લોકો
રિવરફ્રન્ટ પર નવી એક્ટિવિટી શરૂ થઈ છે. જેમાં રિવરફ્રન્ટ પર કાયકસ બોટ એટલે કે કાયાકિંગ એક્ટિવિટી શરૂ થઈ છે. જે એક્ટિવિટી શરૂ થતાં લોકો પણ તેની મજા માણવા પહોંચી ગયા. કેળા આકારની બોટમાં કાયાકિંગની મજા લેવાનું લોકોએ શરૂ કરી દીધું છે.
આ બોટમાં સિંગલ અથવા ડબલ વ્યક્તિ બેસી સવારી કરી શકે છે. બોટિંગ કરનાર લોકોનું માનવું છે કે આ એક્ટિવિટીની તેઓને ખૂબ મજા આવી. તેમજ લોકો આવી એક્ટિવિટી માણવા અન્ય શહેર. રાજ્ય કે વિદેશ જતા હોય છે ત્યારે અમદાવાદમાં આ એક્ટિવિટી શરૂ થતાં લોકોના નાણાં અને સમય બંનેની બચત થઈ રહી છે.
ઓનલાઈન બુકીંગની વ્યવસ્થા
સાબરમતી રિવર ફન્ટ પર પાલડી બ્રિજ પાસે રિવર ફ્રન્ટ માં આ એક્ટિવિટી 10 બોટ સાથે શરૂ કરાઈ છે. આ અગાઉ વડોદરા અને સુરત ખાતે આ એક્ટિવિટી ચાલી રહી છે. અમદાવાદમાં આવી એક્ટિવિટી નહિ હોવાથી તેની શરૂઆત કરાઈ છે. જેમાં લોકોએ એક્ટિવિટીનો લાભ લેવા કાયાકિંગ સાઇટ પર જઈને ઓનલાઈન બુકીંગ કરાવવાનું રહેશે.
આ પ્રમાણે રહેશે 1 કલાકના ટિકિટના ભાવ
સવારે 6થી 10 વાગ્યા સુધીના 600 રૂપિયા ટિકીટ દર
સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધીના 300 રૂપિયા ટિકિટ દર
સાંજ 4થી 6ના 600 રૂપિયા ટિકિટ દર
હાલ આ અનોખી એક્ટિવિટી રિવર ફ્રન્ટ ખાતે શરૂ થઈ ગઈ છે. જે એક્ટિવિટી શરૂ થતાં રિવર ફ્રન્ટ પર વધુ એક નવું નજરાણું ઉભું થયું છે. તેમજ કોઈ બનાવ ન બને માટે પોઇન્ટ પર ટ્રેન સ્ટાફ રાખવામાં આવ્યો છે. જેઓ બોટિંગ કરનારને શરૂઆતમાં તમામ સમજ પૂરી પાડે છે અને બોટિંગ સમયે એક ટીમ અન્ય બોટમાં સાથે રહે છે. જેથી કોઇ બનાવ ન બને અને સુરક્ષિત રીતે કાયાકિંગ એક્ટિવિટીની મજા માણી શકાય.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…