AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Crime: અનૈતિક સંબંધની આશંકામાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા, પોલીસે આરોપીની કરી ધરપકડ

શંકાશીલ માનસિકતા ધરાવતા આ યુવકે પોતાની પત્નીના અન્ય યુવક  સાથે અનૈતિક સંબધ હોવાની શંકા રાખીને આ યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી. રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ કરી છે. મહત્વનુ છે કે આ હત્યા કેસમાં પકડાયેલ આરોપી રફીક મજુરી કામ કરે છે. અગાઉ પણ તેને અન્ય પુરુષ સાથે પત્નીના આડા સંબધ હોવાની શકા રાખીને ઝઘડો કર્યો હતો.

Ahmedabad Crime: અનૈતિક સંબંધની આશંકામાં છરીના ઘા ઝીંકી યુવકની કરી હત્યા, પોલીસે આરોપીની કરી ધરપકડ
Mihir Soni
| Edited By: | Updated on: Oct 01, 2023 | 8:06 PM
Share

જમાલપુર ફૂલ બજાર નજીક શંકાશીલ પતિએ એક યુવકની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પત્ની રિસાઈને પિયર જતી રહેતા પતિને અનૈતિક સંબંધની શંકા હતી. રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ કરી છે.

પોલીસ કસ્ટડીમાં ઝડપાયેલો આરોપી જેનું નામ રફીક શેખ છે. શંકાશીલ માનસિકતા ધરાવતા આ યુવકે પોતાની પત્નીના અન્ય યુવક  સાથે અનૈતિક સંબધ હોવાની શંકા રાખીને આ યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી. ઘટનાની વાત કરીએ તો જમાલપુરમાં ફુલબજાર નજીક રહેતા મનોજ ચૌધરી મેદાનમાં બેઠો હતો. ત્યારે રફીક શેખએ તેની પત્ની સાથે પ્રેમ સંબંધ રાખવાના મુદ્દે તેની સાથે ઝઘડો કર્યો અને છરીના ઝીકીને હત્યા કરી દીધી. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી.

હત્યા કેસમાં પકડેલા આરોપી રફીક શેખના લગ્ન ચાર વર્ષ પહેલા જમાલપુરમાં રહેતી એક મહિલા સાથે થયા હતા. તેઓને 2 સંતાન છે. દોઢ માસ પહેલા રફીકએ શકાશીલ સ્વભાવના કારણે પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને ઝઘડો કર્યો હતો. જેથી પતિની માનસિકતાથી કંટાળીને નજોબેન પિયર આવી ગયા હતા. પત્નીનું મૃતક મનોજ ચૌધરી સાથે આડા સંબધ હોવાની શંકા હતી. જેથી આરોપીએ મૃતક સાથે ઝઘડો કરીને છરીથી હુમલો કરી હત્યા કરી દીધી હતી. રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે આરોપી રફીક શેખની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો : GCS મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું, જુઓ PHOTO

અનૈતિક સંબધની શંકામાં હત્યા કેસમાં પકડાયેલ આરોપી રફીક મજુરી કામ કરે છે. અગાઉ પણ તેને અન્ય પુરુષ સાથે પત્નીના આડા સંબધ હોવાની શકા રાખીને ઝઘડો કર્યો હતો. ત્યારી ફરી મૃતક સાથે સબંધને લઈને ચારિત્ર્ય પર શકા રાખી. આરોપી માનસિક રીતે શંકાશીલ સ્વભાવનો હોવાનું તપાસમાં સામે આવ્યું. પોલીસે આરોપીના મેડિકલ તપાસ કરાવીને કોર્ટમાં રજૂ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">