Ahmedabad : ઔડા દ્વારા નવતર પહેલ, SP રિંગ રોડ પર બ્રિજ બનાવતા પૂર્વે RCC સર્વિસ રોડ બનાવાશે
ઔડા દ્વારા તાજેતરમાં એસપી રિંગ રોડ મમતપુરા બ્રિજ બનાવવામાં આવ્યો. તે સિવાય સાયન્સ સીટી, શાંતીપુરા, સનાથલ અને રનાસણ ખાતે બ્રિજ બનાવવામાં આવ્યા છે. જ્યાં બ્રિજપાસે રસ્તા ખરાબ થવાથી લોકોને હાલાકી પડી હતી. જેને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે
અમદાવાદમાં (Ahmedabad) બ્રિજ બનશે તો જે સમય દરમિયાન વાહન ચાલકોને નિર્માણાધીન બ્રિજ(Bridge) પાસે ખરાબ રસ્તામાંથી પસાર થવુ નહિ પડે. કેમ કે ઔડા(AUDA) દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેનાથી ખરાબ રસ્તાની સમસ્યા દૂર થશે. જેમાં એસપી રીંગ રોડ પર સૌપ્રથમ વાર બ્રિજ બનાવતા પૂર્વે આરસીસી સર્વિસ રોડ બનશે ઓવરબ્રિજ બનતા પૂર્વે આર સી સી રોડ બનાવી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે. બ્રિજની કામગીરી દરમિયાન લોકોને હાલાકીનો ભોગ ના બનવું પડે તે માટે આ નિર્ણય લેવાયો છે. રૂ 8 કરોડ નો ખર્ચ આ રોડ બનાવવા પાછળ થશે.
બ્રિજની કામગીરી દરમિયાન સર્જાતી સમસ્યાને ધ્યાને રાખી નિર્ણય લેવામાં આવ્યો
ઔડાએ રિંગ રોડ પર એક નવીન પહેલ કરી છે. જ્યા ઔડા સૌ પ્રથમ વખત RCC સર્વિસ રોડ બનાવાશે. ઔડા ના સી.ઈ.ઓ ડી પી દેસાઈએ કહ્યું કે કમોડ ઓવરબ્રિજ માટે કામગીરી શરૂ થવાની છે. મુખ્ય રિંગ રોડ હોવાથી લાખો વાહનો પસાર થાય છે, જેને ડાયવર્ટ કરવામાં આવશે, જેના માટે સર્વિસ રોડ ઓવર બ્રિજ પહેલા જ બનાવી નાખવામાં આવશે જેનાથી લોકોને ઉબડ ખાબડ રસ્તા પરથી પસાર ના થવું પડે. ઔડા ના અધિકારીની વાત માનીએ તો અગાઉ બનાવવામાં આવેલ બ્રિજની કામગીરી દરમિયાન સર્જાતી સમસ્યાને ધ્યાને રાખી તેવી સમસ્યા અન્ય જગ્યા પર ન સર્જાય તેના માટે આ નિર્ણય લઈને પ્રથમ વાર આ પ્રયોગ હાથ ધરાયો છે.
બ્રિજ બન્યા બાદ ડામર રોડ બનાવવા માં આવે છે જે થોડા જ દિવસોમાં તૂટી જતા હોય છે.
જે RCCરોડનું કામ પૂર્ણ થયા બાદ 90 કરોડના ખર્ચે બ્રિજ નું કામ શરૂ કરવામાં આવશે. જેના ભાગ રૂપે હાલ RCCરોડ બનાવવાની શરૂઆત કરી દેવાઈ છે. જ્યાં અલગ અલગ લેયરમાં કામ કરી RCCરોડ બનાવવામાં આવી રહ્યો છે. કમોડ ગાય સર્કલ પાસે આ આર સી સી રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ આર સી સી સર્વિસ રોડ ના બે ફાયદા થશે. વાહન ચાલકોને હાલાકી નહીં પડે અને રોડ ની આવરદા પણ વધશે. સામાન્ય રીતે બ્રિજ બન્યા બાદ ડામર રોડ બનાવવા માં આવે છે જે થોડા જ દિવસોમાં તૂટી જતા હોય છે. જોકે આર સી સી રોડ નું આયુષ્ય 25 વર્ષ જેટલું હોય છે. આ પાછળ રૂ.8 કરોડ નો ખર્ચ થવાની શક્યતા છે. આ રોડ 10 મીટર પહોળાઈ એટલે કે થ્રી લેન નો રોડ બનશે.
RCC રોડ બને તે પહેલાં જ લોકોમાં તંત્રની કામગીરીને લઈને નારાજગી જોવા મળી
જેથી ભારે વાહનોની ટ્રાફિકની અવરજવર સરળતાથી થઈ શકશે. સૌથી પહેલા આ RCC સર્વિસ રોડ બનાવવામાં આવશે અને ત્યાર બાદ જ સાઈડમાં બ્રિજ બનાવવા માટે પાટિયા લગાવવામાં આવશે. જેથી લોકોને કોઈ તકલીફ પડે નહીં. જોકે RCC રોડ બને તે પહેલાં જ લોકોમાં તંત્રની કામગીરીને લઈને નારાજગી જોવા મળી છે. સ્થાનિકોના આક્ષેપ છે કે એક તરફ ટ્રાફિકની સમસ્યા છે જ અને RCC રોડ બનાવવા 6 મહિના થી ખોદકામ કરીને મૂકી દેવાયું છે. જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે.
ઔડા દ્વારા તાજેતરમાં એસપી રિંગ રોડ મમતપુરા બ્રિજ બનાવવામાં આવ્યો. તે સિવાય સાયન્સ સીટી, શાંતીપુરા, સનાથલ અને રનાસણ ખાતે બ્રિજ બનાવવામાં આવ્યા છે. જ્યાં બ્રિજપાસે રસ્તા ખરાબ થવાથી લોકોને હાલાકી પડી હતી. જેને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને તે સફળ બનતા અન્ય બ્રિજની કામગીરી દરમિયાન પણ આ જ પ્રયોગ હાથ ધરવામાં આવશે. કેમ કે ઔડા દ્વારા શહેરમાં એસ પી રિંગ રોડ મળી વિવિધ સ્થળે હજુ બનાવ 10 બ્રિજ બનાવવાનું આયોજન છે.
હાથીજણ રામોલ અને પાંજરાપોળ એમ ત્રણ બ્રિજ 243 કરોડના ખર્ચે,
જેમાં બાકરોલ ખાતે 64 કરોડના ખર્ચે. હાથીજણ રામોલ અને પાંજરાપોળ એમ ત્રણ બ્રિજ 243 કરોડના ખર્ચે, નિકોલ અને દાસ્તાન સર્કલ પર 165 કરોડના ખર્ચે. તપોવન સર્કલ પર 70 કરોડના ખર્ચે. ઓગનજ સર્કલ પર 57 કરોડના ખર્ચે જ્યારે શીલજ અને સિન્ધુભવન ખાતે 188 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા નું આયોજન છે. જે 10 બ્રિજ બનતા હાલમાં ઔડા વિસ્તારમાં સાબરમતી નદી પર બે બ્રિજ મળી મમતપુરા સાથે 13 બ્રિજ છે તે 23 સંખ્યા પર પહોંચશે. જેનાથી ટ્રાફિક સમસ્યા હળવી થવાનો મોટો અંદાજ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…