AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, 19 જેટલા ઝુંપડા આગની લપેટમાં આવતા 6 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 7 થી વધુ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ આગ પર કાબુ મેળવાયો છે, જો કે આગ ક્યા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી.

Ahmedabad : ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, 19 જેટલા ઝુંપડા આગની લપેટમાં આવતા  6 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ
Massive fire breaks out near Chandola lake
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2022 | 8:55 AM
Share

અમદાવાદમાં (Ahmedabad) ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં આગની ઘટના સામે આવી છે. વહેલીસવારે લાગેલી આ આગ (Fire) પર હાલ કાબુ મેળવી લેવાયો છે. સદ્દનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ભીષણ આગની લપેટમાં 19 જેટલા ઝુંપડા આવી ગયા હતા, તો આગને પગલે 6 ગેસ સિલિન્ડર (Gas cylinder) પણ બ્લાસ્ટ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 7 થી વધુ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ આગ પર કાબુ મેળવાયો છે, જો કે આગ ક્યા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી.

ઈસનપુરમાં લાકડાના પીઠામાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત

થોડા દિવસ પહેલા અમદાવાદમાં મોની હોટેલ પાસે લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. રાણી સતી એસ્ટેટ પાસે વહેલી સવારે લાકડાના પીઠામાં આગ લાગી હતી. જેમાં દિલસાજ ખાન નામની વ્યક્તિ દાઝી હતી. જેને હોસ્પિટલ (Civil hospital) ખસેડાતા સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. ફાયર બ્રિગેડને જાણ થતાં ટીમે સ્થળ પર પહોંચી આગ (Fire) પર કાબુ મેળવ્યો હતો.

(વીથ ઈનપૂટ- દર્શન રાવલ, અમદાવાદ) 

g clip-path="url(#clip0_868_265)">