Ahmedabad : ગોરખધંધો ઝડપાયો, બોપલ-આંબલીમાં ભૂવાના નામે લોકોને છેતરતો વ્યક્તિ ઝડપાયો
વિજ્ઞાન જાથાને ફરિયાદ મળી હોવાથી એક ડમી વ્યક્તિ મોકલી ભુવા પકડ્યો હતો.જો કે વિજ્ઞાન જાથા પ્રમુખ જ્યંત બી.પંડ્યા કહ્યું કે ભુવા નિમેષ પટેલ પીડિત વ્યક્તિને જ કાનમાં બોલવાની કુપ્રથા સાથે શરીરના અંગો અડવાની વિકૃતિ ધરાવતો હોવાના આરોપ લગાવ્યા હતા..
અમદાવાદના(Ahmedabad) બોપલ આંબલી ગામમાં રહેતા એક ભુવા નિમેષ બાપુને વિજ્ઞાન જાથાએ(Vigyan Jatha) પકડી પાડ્યો..લોકોની સમસ્યા દૂર કરવાનું કહી લોકો પાસે રૂપિયા પડાવતો હોવાનો ભુવા પર આરોપ લાગ્યો હતો.જેને લઈ વિજ્ઞાન જાથાએ ડમી વ્યક્તિ મોકલી પર્દાફાશ કર્યો છે. જેમાં આંબલી પોલીસ 26 વર્ષીય યુવક પટેલ નિમેષબાપુની ધરપકડ કરી છે. જે ઘરે માતાજીનું સ્થાનક બનાવી ઘઉં દાણા જોવાનું ભુવા તરીકે છેલ્લા 6 વર્ષથી કામ કરતો હતો. ભુવા નિમેષ બાપુ લોકોની સમસ્યા દૂર કરવાનું કહી લોકો પાસે બે હજારથી લઈ પાંચ લાખ સુધી રૂપિયા લેતો હોવાનો આરોપ લગાવ્યો હતો..જ્યાં વિજ્ઞાન જાથાએ એક ડમી મહિલાને મોકલી ભૂવાનો પર્દાફાશ કર્યો છે..એક ડમી મહિલાએ ભુવા નિમેષનો સંપર્ક કરી પહોંચી હતી ત્યાં ડમી મહિલાએ પોતાના પતિ સાથે તકરાર ને લઇ સમસ્યા દૂર કરવા આવી હોવાનું જણાવી મહિલા પાસે બાધા રાખવાનું કહી 10 હજાર રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ કર્યો..જેને લઈ વિજ્ઞાન જાથાએ આંબલી પોલીસ ચોકી પોલીસ કર્મી સાથે ભુવા ઘરે જઈ પકડ્યો હતો.
વિજ્ઞાન જાથા દ્વારા એક વખત માફી મંગાવી છોડી દીધો હતો
વિજ્ઞાન જાથાને ફરિયાદ મળી હોવાથી એક ડમી વ્યક્તિ મોકલી ભુવા પકડ્યો હતો.જો કે વિજ્ઞાન જાથા પ્રમુખ જ્યંત બી.પંડ્યા કહ્યું કે ભુવા નિમેષ પટેલ પીડિત વ્યક્તિને જ કાનમાં બોલવાની કુપ્રથા સાથે શરીરના અંગો અડવાની વિકૃતિ ધરાવતો હોવાના આરોપ લગાવ્યા હતા..જો કે વિજ્ઞાન જાથા દ્વારા એક વખત માફી મંગાવી છોડી દીધો હતો જેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી પરંતુ ભુવા તરીકે કોઈ દિવસ કામ નહીં કરવાની એક બાંયધરી આપી હતી
અત્યાર સુધીમાં 1200 જેટલા ભુવા કે ઢોગી લોકોના પર્દાફાશ
સાથે જ વિજ્ઞાન જાથા દ્વારા અપીલ કરવામાં આવી છે કે આવા ભુવાઓથી દૂર રહો અને કોઈ ભોગ બન્યા હોય તો વિજ્ઞાન જાથાનો સંપર્ક કરવો.ઉલ્લેખનીય છે કે વિજ્ઞાન જાથાએ અત્યાર સુધીમાં 1200 જેટલા ભુવા કે ઢોગી લોકોના પર્દાફાશ કર્યો હોવાનું વિજ્ઞાન જાથા પ્રમુખ જ્યંત બી પડ્યા કહ્યું છે.
આ પણ વાંચો : Rajkot :કથિત કમિશન કાંડમાં ગૃહ વિભાગની કામગીરીને જગજીવન સખિયાએ આવકારી, કહ્યું સરકાર પર દ્રઢ વિશ્વાસ
આ પણ વાંચો : Junagadh : ભવનાથમાં શેરનાથ બાપુનો અનોખો સેવાયજ્ઞ, ભોજન અને રહેવાની વિના મૂલ્યે વ્યવસ્થા