Ahmedabad : પૈસા પડાવવા એલઆરડી જવાન જ બન્યો ગુનેગાર, વાહન ચાલકનું અપહરણ કરી ATM માંથી 30 હજાર પડાવ્યા

રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી નીમિશે કહ્યું  કે જે આઇટી કંપનીમાં નોકરી કરે છે તે કંપનીના કામથી સાણંદ આવ્યા હતા અને સાણંદથી પરત ઉદયપુર જઈ રહ્યા હતા તે સમયે નરોડા એસપી રિંગ રોડ પાસે બે ટ્રાફિક જવાનોએ તેઓની ગાડીને રોક્યા હતા અને દારૂ પીને ગાડી ચલાવો છો, જેથી ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરવો પડશે તેવું કહીને ડરાવી - ધમકાવી અપહરણ કરી લઈ જઈ એટીએમમાંથી 30 હજારથી વધુ રોકડ રકમ કઢાવી લીધા હતા

Ahmedabad : પૈસા પડાવવા એલઆરડી જવાન જ બન્યો ગુનેગાર, વાહન ચાલકનું અપહરણ કરી ATM માંથી 30 હજાર પડાવ્યા
Ahmedabad Police Arrest LRD jawan For Doing Crime
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 02, 2022 | 4:42 PM

અમદાવાદ(Ahmedabad)શહેરમાં રામોલ બાદ નરોડા વિસ્તારમાં અપહરણની ઘટના સામે આવી છે, જેમાં આરોપી કોઈ ગુનેગાર નહીં પરંતુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં(Police)ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને એક ટીઆરબી જવાન છે.રાજસ્થાનની આઈટી કંપનીના કર્મચારી એસપી રીંગ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા, તે સમયે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ(Drink And Drive)  કરવાની ધમકી આપી યુવક પાસેથી 30 હજાર રૂપિયા પડાવનાર બંને લોકોની નરોડા પોલીસે ધરપકડ કરી છે આ આરોપીઓમાંથી રોહિત સોલંકી ટ્રાફિક પોલીસમાં એલઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે. જ્યારે વિજય તળપદા ટીઆરબી જવાન તરીકે સેવા આપે છે. આ બંને આરોપીઓની ધરપકડ અપહરણ અને પૈસા પડાવવાના ગુનામાં કરવામાં આવી છે. રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી નીમિશે કહ્યું  કે જે આઇટી કંપનીમાં નોકરી કરે છે તે કંપનીના કામથી સાણંદ આવ્યા હતા અને સાણંદથી પરત ઉદયપુર જઈ રહ્યા હતા તે સમયે નરોડા એસપી રિંગ રોડ પાસે બે ટ્રાફિક જવાનોએ તેઓની ગાડીને રોક્યા હતા અને દારૂ પીને ગાડી ચલાવો છો, જેથી ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરવો પડશે તેવું કહીને ડરાવી – ધમકાવી અપહરણ કરી લઈ જઈ એટીએમમાંથી 30 હજારથી વધુ રોકડ રકમ કઢાવી લીધા હતા

આરોપી ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા હોવાનું ખૂલ્યું

જો કે પૈસા પડાવ્યા બાદ બંને કર્મચારીઓએ યુવક અને તેના ડ્રાઇવરને રીંગ રોડ ઉપર છોડી દીધા હતા.. જેની બાદ આઈટી કંપનીના કર્મચારીએ રાજસ્થાન ખાતે જઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને ઇ મેઇલ કર્યો હતો, જેમાં તેઓએ પોતાની સાથે બનેલી ઘટના જણાવતા આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ત્વરિત પગલાં લઈને જી ડિવિઝન એસીપીને આ મામલે તપાસ સોંપી હતી. જે તપાસ દરમિયાન યુવકને અપહરણ કરી જઇ પૈસા પડાવનાર બે ઈસમોમાંથી એક ઈસમ શહેર ટ્રાફિક પોલીસમાં એલઆરડી તરીકે ફરજ બજાવતા હોવાનું જ્યારે બીજો આરોપી ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા હોવાનું ખૂલ્યું છે. બંને આરોપીઓએ એસપી રિંગ રોડ પર કરાઈ જવાના ચાર રસ્તા પાસે ચોકી પાસેથી ફરિયાદીને રોકીને ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો હતો. જેથી પોલીસ કોન્સ્ટેબલ રોહિત સોલંકી તેમજ ટીઆરબી જવાન વિજય તળપદાની ધરપકડ કરવામાં આવી છે.

ટ્રાફિક જેસીપીએ થોડા સમય પહેલાં જ રીંગરોડ પરથી ટીઆરબી જવાનોને હટાવી દીધા હતા

હાલ તો આ મામલે બંને આરોપીઓની પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે અને કોર્ટમાં રજૂ કરીને બન્ને આરોપીઓના રિમાન્ડ મેળવી અગાઉ કેટલા વાહનચાલકો પાસેથી આ પ્રકારે પૈસા પડાવ્યા છે, તેમજ ચોકીના અન્ય કોઈ પોલીસ કર્મચારીઓ તેઓની સાથે આ ગુનામાં સામેલ છે કે કેમ તે દિશામાં નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે અવારનવાર અમદાવાદના રિંગ રોડ ઉપર પોલીસ દ્વારા વાહન ચાલકોને રોકીને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ થતા હોવાથી ટ્રાફિક જેસીપીએ થોડા સમય પહેલાં જ રીંગરોડ પરથી ટીઆરબી જવાનોને હટાવી દીધા હતા, તેવામાં પકડાયેલો ટીઆરબી જવાન ખરેખર રીંગરોડ ઉપર ફરજ બજાવતો હતો કે પછી વાહન ચાલકો પાસે પૈસા પડાવવા માટે ત્યાં હતો તે બાબતની પણ પોલીસ તપાસ કરી રહી છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

આ પણ વાંચો :  Surat: ઉધના યાર્ડ મહિલા હત્યા પ્રકરણમાં જીઆરપી પોલીસે માતાનું છત્ર ગુમાવનાર બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન, ભાવુક દ્રશ્યો સર્જાયા

આ પણ વાંચો :  Sabarkantha: ચિત્ર વિચિત્ર મેળો, નામ પ્રમાણેના મેળામાં રાતભર ખુશીઓ મનાવાય અને સવારે હૈયાફાટ રુદન

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">