AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટીનું બધું ફોકસ હવે ગુજરાત પર, કેજરીવાલ અને ભગવત માન અમદાવાદ પહોંચ્યા, બે દિવસ રાજ્યમાં જ રહેશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલ અને ભગવંત માનની આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે પરંતુ આપ અત્યારથી જ પોતાના પક્ષને અહીં મજબૂત કરવા ઇચ્છી રહી છે.

Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટીનું બધું ફોકસ હવે ગુજરાત પર, કેજરીવાલ અને ભગવત માન અમદાવાદ પહોંચ્યા, બે દિવસ રાજ્યમાં જ રહેશે
Road show of Delhi Chief Minister Arvind Kejriwal and Punjab Chief Minister Bhagwant Mann in Gujarat
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 8:31 AM
Share

દિલ્હી બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીને મળેલી ધમાકેદાર જીત બાદ હવે આપની નજર ગુજરાત(Gujarat) તરફ છે. ત્યારે આપના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્લીના મુખ્યપ્રધાન કેજરીવાલ (Arvind Kejriwal) તેમજ પંજાબના CM ભગવત માન(Bhgwant Maan) ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. કેજરીવાલ અને ભગવંતન માનનું અમદાવાદ એરપોર્ટ પર પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યાંથી તેઓ હોટેલ તાજ સ્કાયલાઈન પહોંચ્યા હતા. આજે સવારે 10.00 વાગ્યે ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચશે. ત્યારબાદ 10.45 કલાકે ગાંધી આશ્રમથી તાજ સ્કાયલાઈન હોટેલ પહોંચશે જ્યાં બપોરનું ભોજન લીધા બાદ બપોરે 3.30 કલાકે ત્યાંથી નીકળીને તિરંગા યાત્રા માટે રવાના થશે.

આ વચ્ચે ગુજરાત આપે આશંકા વ્યક્ત કરી છે કે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના પર હુમલો થઈ શકે છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે, ભાજપ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરાવી શકે છે. દરમિયાન ગઈ કાલે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પૂર્વ અમદાવાદમાં જ્યાં બંને નેતાઓનો રોડ શો યોજાવાનો છે ત્યાં ઠેક ઠેકાણે આમ આદમી પાર્ટીના ઝંડા લગાવાયા હતા પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા આ ઝંડા હટાવી દેવાયા હતા.

કેજરીવાલની નજર હવે ગુજરાત-હિમાચલ પર

વાસ્તવમાં પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ લોકોને એક ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. જેથી ‘આપ’એ અન્ય રાજ્યોમાં પ્રવેશનો માર્ગ ખોલવાની તૈયારી ચાલુ કરી દીધી છે. આ વર્ષના અંતમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી થવાની છે. આ માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2 એપ્રિલે AAP અમદાવાદમાં રોડ શો કરવા જઈ રહી છે. કેજરીવાલ અને માન આ રોડ શોમાં સાથે રહેશે. દિલ્હી મોડલ દ્વારા પંજાબમાં આધાર બનાવવામાં આવ્યો હતો અને હવે પંજાબ દ્વારા AAP સમગ્ર દેશમાં પોતાનો પક્ષ મજબુત કરવા માગે છે અને તેથી જ AAP દરેક નિર્ણય સાથે સંદેશ આપી રહી છે.

ગુજરાતમાં પક્ષને મજબૂત બનાવવાની તૈયારીઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલ અને ભગવંત માનની આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે પરંતુ આપ અત્યારથી જ પોતાના પક્ષને અહીં મજબૂત કરવા ઇચ્છી રહી છે. ગુજરાતના આપના આગેવાનો અને કાર્યકરો દ્વારા પણ સમગ્ર કાર્યક્રમને લઇને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

કેજરીવાલ અને ભગવત માનના ગુજરાતના બે દિવસના કાર્યક્રમની વિગત

  1. -1 એપ્રિલ સાંજે 8.30 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન
  2. -1 એપ્રિલ સાંજે 9.00 કલાકે તાજ સ્કાયલાઈન હોટેલ, સિંધુભવન ખાતે રાત્રી રોકાણ
  3. -2 એપ્રિલ સવારે 10.00 કલાકે ગાંધીઆશ્રમની મુલાકાત માટે રવાના થશે
  4. -2 એપ્રિલ સવારે 10.15 કલાકે ગાંધીઆશ્રમની મુલાકાત
  5. -2 એપ્રિલ સવારે 10.45 કલાકે | ગાંધીઆશ્રમથી રવાના થઈ તાજ સ્કાયલાઈન હોટેલ પહોંચશે
  6. -2 એપ્રિલ બપોરે 3.30 ક્લાકે તાજ સ્કાયલાઈન હોટેલથી નીકળી “તિરંગા યાત્રા”માં ભાગ લેવા માટે રવાના
  7. -2 એપ્રિલ સાંજે 4.00 કલાકે નિકોલ, ખોડિયારમાતાજી મંદિરથી શરુ થનાર – તિરંગા યાત્રા” માં હાજરી
  8. -2 એપ્રિલ સાંજે 6.00 કલાકે યાત્રા પુર્ણાહુતી બાદ તાજ સ્કાયલાઈન હોટલ જવા રવાના થશે
  9. -2 એપ્રિલ સાંજે 7.00 કલાકે તાજ સ્કાયલાઈન હોટલ ખાતે રાત્રી રોકાણ
  10. -3 એપ્રિલ | સવારે 10.30 કલાકે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન
  11. -3 એપ્રિલ સાંજે 5.30 કલાકે તાજ સ્કાયલાઇન હોટલથી એરપોર્ટ જવા નીકળશે
  12. -3 એપ્રિલ સાંજે 6.00 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના

આ સમગ્ર રોકાણ દરમ્યાનઅરવિંદ કેજરીવાલ ગુજરાતના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણી વ્યક્તિઓ સાથે ચર્ચા મુલાકાત કરશે.

આ વણ વાંચોઃ ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, 11 દિવસમાં પેટ્રોલના ભાવમાં 7.20 રૂપિયા અને ડીઝલના ભાવમાં 7.39 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો

આ પણ વાંચોઃ અમદાવાદઃ કોર્પોરેશનમાં વિવિધ વિભાગો માટે ટેક્સીના બદલે પ્રાઈવેટ પાસિંગની ગાડીઓ ભાડે રખાતાં વિવાદ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">