Surat: ઉધના યાર્ડ મહિલા હત્યા પ્રકરણમાં જીઆરપી પોલીસે માતાનું છત્ર ગુમાવનાર બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન, ભાવુક દ્રશ્યો સર્જાયા
સુરત જીઆરપી પોલીસ મથકના પીઆઇ કે.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે રીટા દેવી ઉર્ફે લક્ષમીનાની હત્યા થયા બાદ તેની માસુમ પુત્રી સુરત સ્ટેશન ખાતેથી બિનવારસી હાલતમાં મળી હતી.જેથી તેને કતારગામ બાળશ્રમમાં રાખવામાં આવી હતી.તપાસ દરમિયાન રેલ્વે પોલીસે બિહારના ભોજપુર ખાતે આવેલ નારાયણપુરા ખાતે બાળકીના દાદા ક્રિષ્ણા ચૌધરી અને મોટા પપ્પા હરેરામ ચૌધરીનો સમ્પર્ક કર્યો હતો
મર્ડરનો આ કેસ ડિટેકટ કરવા કરતા અમને વધારે એ વાતનો આનંદ અને સંતોષ છે કે માસુમ બાળકીનું(Girl) તેના દાદા સાથે મિલન કરાવ્યું.આ વાક્યો છે સુરત(Surat)જીઆરપી પોલીસ(Police) મથકના પીઆઇ કે.એમ.ચૌધરીના હતા.તેઓએ કહ્યું હતું કે ઉધના યાર્ડમાં સગર્ભા મહિલાની હત્યા કેસમાં ગણતરીના દિવસોમાં કેસને ડિટેકટ કરી આરોપીને ઝડપી પાડયા છે.આરોપી હાલમાં રિમાન્ડ પર છે.જોકે બીજી બાજુ મૃતકાની એક માસૂમ પુત્રી હતી.જેને માતાની છત્રછાયા ગુમાવી દેતા કતારગામ બાળાશ્રમમાં મુકવામાં આવી હતી.બાળકી સતત રડતી હતી અને આમતેમ માતાને શોધતી રહેતી.તપાસ દરમિયાન બિહારના ભોજપુર ખાતે રહેતા બાળકીના દાદા અને મોટા પપ્પાનું સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને સુરત બોલાવી બાળકીને દાદાને સોંપવામા આવી હતી.
માસુમ બાળકી હાલમાં સુરતના બાળાશ્રમ
સુરત જીઆરપી પોલીસ મથકના પીઆઇ કે.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે રીટા દેવી ઉર્ફે લક્ષમીનાની હત્યા થયા બાદ તેની માસુમ પુત્રી સુરત સ્ટેશન ખાતેથી બિનવારસી હાલતમાં મળી હતી.જેથી તેને કતારગામ બાળશ્રમમાં રાખવામાં આવી હતી.તપાસ દરમિયાન રેલ્વે પોલીસે બિહારના ભોજપુર ખાતે આવેલ નારાયણપુરા ખાતે બાળકીના દાદા ક્રિષ્ણા ચૌધરી અને મોટા પપ્પા હરેરામ ચૌધરીનો સમ્પર્ક કર્યો હતો.અને તેમની વહુ રીટાદેવીની હત્યાથી લઈને તેની માસુમ બાળકી હાલમાં સુરતના બાળાશ્રમ છે વિગેરે તમામ હકીકત જણાવી બાળકીને લઇ જવા માટે સમજાવવામાં આવ્યું હતું.
માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ આપ્યું
જેથી તેના દાદા અને મોટા પપ્પા પરમ દિવસે બિહારથી સુરત આવ્યા હતા.ત્યાર બાદ તમામ જરૂરી પ્રોસેસ પુરી કરી માસુમ બાળકીને તેના દાદા સાથે મિલન કરાવ્યું હતું.માતાના મોત બાદ સતત તેણીને આમતેમ શોધથી અને માતાંના વિરહમ રડતી આ માસુમ બાળકીએ જયારે તેના દાદાને જોઈ ત્યારે તેના ચેહરા પર મુસ્કાન આવી ગઈ હતી અને તે દાદાને વળગી ગઈ હતી.જયારે પૌત્રીને જોઈ દાદાની આંખોમાંથીમાં પણ આસું ટપકવા લાગ્યા ગયા હતા.દાદા-પૌત્રીના મિલનના દ્રશ્યો ભાવનાત્મક બની ગયા હતા.એવું કહી શકાય છે કે આ સમગ્ર કેસમાં ગુનો ઉકેલી સુરત જીઆરપી પોલીસે પોતાની ફરજ બજાવવાની સાથો સાથ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ આપ્યું છે.