ફ્યૂલ કટ, એન્જિન બંધ, 270 લોકોના મોત માટે જવાબદાર કોણ? શું બંને ફ્યુલ સ્વિચ બંધ થવી શક્ય છે કે બદનામ બોઈંગને બચાવવા માટેનો કારસો છે આ તપાસ રિપોર્ટ?
અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની 171 ફ્લાઈટ ગયા મહિનાની 12 મી જૂને ક્રેશ થઈ ગઈ હતી અને આ પ્લેન ક્રેશમાં 270 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. આ દુર્ઘટનાના બરાબર એક મહિના બાદ આ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમા પ્લેન ક્રેશ થવા માટેનું મુખ્ય કારણ એવુ આપવામાં આવ્યુ કે ફ્યુલ કટ થવાને કારણે પ્લેન ક્રેશ થઈ ગયુ. પ્લેનના બંને એન્જિનોની ફ્યૂલ સ્વિચ બંધ હતી અને ઈંધણ ન મળવાને કારણે પ્લેન ક્રેશ થઈ ગયુ.

અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટના અંગે બરાબર એક મહિના બાદ ઍરક્રાફ્ટ એક્સીડેન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યૂરોએ 15 પન્નાનો રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં પ્રાથમિક તપાસમાં એવુ તારણ સામે આવ્યુ છે કે પ્લેનના બંને એન્જિન બંધ હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનમાં બંને એન્જિનની ફ્યૂલ સ્વિચ બંધ હતી. જે બાદ પાયલોટના ધ્યાને આવતા તેને ચાલુ કરી અને બંને એન્જિનને ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વિમાન બહુ ઓછી ઉંચાઈ પર હતુ, તેના જ કારણે એન્જિનોને ફરી ફ્યુલ મેળવવાનો સમય ન મળ્યો અને પ્લેન ક્રેશ થઈ ગયુ. હવે ઍર ઈન્ડિયાની આ પ્લેન દુર્ઘટનાને લઈને AAIB જે 15 પન્નાનો રિપોર્ટ આપ્યો છે. તેમા પ્લેન ક્રેશ થવાનું કારણ ફ્યૂલ કટ થવાથી એન્જિન બંધ થવાનુ બતાવ્યુ છે. રિપોર્ટના અનુસાર ટેકઓફ ના તુરંત બાદ એક-એક કરીને બંને ફ્યૂલ સ્વિચ બંધ થઈ ગઈ. આ...
